________________
૧૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લઈ સમ્યક્ ચારિત્રઘારી બનીને મુનિઓમાં અગ્રણી એટલે આગેવાન બની ગયા. રૂપા
ગૌતમ પૂછે પ્રશ્નો સભામાં સર્વજનહિત સાઘવા, દે ઉત્તરો તેના મહાવીર પૂર્વ કર્મ ખપાવવા : ર્જીવ તત્ત્વ વિષે હે પ્રભુ, કહોઃ વાર્ણ મથુરી આપની.
ચારે ગતિ શાથી થતી? કહો વાત પાપ-અપાપની.” ૩૬ અર્થ - હવે સર્વ લોકનું હિત સાધવા માટે શ્રી ગૌતમસ્વામી ભગવાનને સભામાં પ્રશ્નો પૂછવા લાગ્યા. ભગવાન મહાવીર પણ પોતાના પૂર્વ કર્મ ખપાવવા માટે તે પ્રશ્નોના ઉત્તરો દેવા લાગ્યા.
તેમાં પહેલો પ્રશ્ન એ છે કે હે પ્રભુ! આપની મધુરી વાણીવડે પ્રથમ જીવ-તત્ત્વ વિષે વાત કહો. પછી જીવને ચાર ગતિઓમાં શા માટે જવું પડે છે? તથા પાપ અને અપાપ એટલે પુણ્ય સંબંધી પણ વિસ્તારથી વાત જણાવો. ૩૬
“જે પ્રાણથી વતો હતો, જીવે અને હજીં જીવશે, તે “જીવ” સાર્થક નામ, ગૌતમ ભવ્ય જન મન ભાવશે. મન, વચન, તન, ઇંદ્રિય પાંચે, આયુ શ્વાસોશ્વાસ એ
દશ પ્રાણ ભાખે બુદ્ધિમાનો, રાખવો વિશ્વાસ તે. ૩૭ અર્થ :- હવે ભગવાન પ્રથમ જીવ તત્ત્વ વિષે જણાવે છે કે જે વ્યવહારથી દસ પ્રાણ વડે જીવતો હતો, જીવે છે અને જીવશે તે જીવ છે. તે “જીવ' નામ તેનું સાર્થક છે કે જે સદા જીવ જીવ જ કરે છે. કોઈ કાળે તે મરતો નથી માટે હે ગૌતમ! આ વાત ભવ્ય જીવ હશે તેને સમજાશે અને ગમશે.
મન, વચન, કાયા, પાંચેય ઇન્દ્રિયો, આયુ અને શ્વાસોશ્વાસ અને બુદ્ધિમાન પુરુષો દસ પ્રાણ કહે છે, તેનો વિશ્વાસ રાખવો. ૩શા
પૃથ્વી, ઉદક, વાયુ, વનસ્પતિ, અગ્નિકૂંપ કાયા ઘરે તે જીવ એકેન્દ્રિય પાંચે, ત્રસ સહિત ષટું કાય એ. જો શ્વેત સૂતર રંગભેદે ભિન્ન ભાત રચે છતાં
જે શ્વેતતા મૂળમાં રહી તે પ્રગટશે રંગો જતાં. ૩૮ અર્થ - તે જીવોના છ પ્રકાર છે. પૃથ્વીકાય, ઉદક એટલે પાણીના જીવો તે જળકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા જે અગ્નિરૂપ કાયાને ઘારણ કરનાર છે તે અગ્નિકાય, એમ આ પાંચે એકેન્દ્રિય સ્થાવર જીવો છે તથા બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયના જીવો સુઘીના સર્વ જીવો તે ત્રસકાય કહેવાય છે. એમ બઘા મળીને છ કાયના જીવો કહેવાય છે.
હવે જીવને ચાર ગતિમાં કેમ રઝળવું પડે છે તે જણાવે છે કે જેમ સફેદ સુતર પર અનેક પ્રકારના કાચા રંગો ચઢવાથી તે રંગભેદે જોતાં અનેક જાતનું જણાય છે; પણ સૂતરના મૂળમાં જે શ્વેતતા એટલે સફેદાઈ રહેલી છે, તે રંગો ઊડી જતાં ફરીથી પ્રગટ થાય છે. (૩૮)
તેવી રીતે ઑવ કર્મના સંયોગથી ભવમાં ભમે, ચારે ગતિની ભાત ટળતાં, નિત્ય, શુદ્ધ બની રમે. જુગાર, મદિરા, માંસ, ચોરી, પરવઘુ-આસક્તતા, શિકાર ને વેશ્યાગમન આ વ્યસન પાપે રક્તતા. ૩૯