SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પોતાના શુભભાવથી સ્વર્ગમાં નિવાસ કરે છે. II૪રા. કોમળ, સરળ, સંતોષ, વિનયી, સત્યવક્તા શાંત જે, સુંદેવ-સુંગુરુ-ઘર્મ-રાગી, દાન-શલઘર, દાન્ત જે, અતિ પુણ્યથી તે આર્ય ખંડે શ્રેષ્ઠ કુળમાં નર બને, સમ્યકત્વસહ ચારિત્ર પાળી, મોક્ષને આણે કને.”૪૩. અર્થ - જે જીવ સ્વભાવે કોમળ, સરળ, સંતોષી, વિનયી, સત્યવક્તા અને શાંત છે, જે સદેવ, સગુરુ અને સઘર્મનો રાગી છે, દાન અને શીલ એટલે સદાચારનો ઘારક છે અને દાન્ત એટલે ઇન્દ્રિયોને દમન કરનાર છે, એવો જીવ પોતાના અતિ પુણ્યથી આર્ય ખંડના શ્રેષ્ઠ કુળમાં મનુષ્ય અવતાર લે છે, અને ક્રમે કરી સમ્યક્દર્શન સાથે સમ્યકુચારિત્ર પાળી, મોક્ષને પોતાની પાસે લાવે છે. I૪૩ાા સંક્ષેપમાં પ્રભુએ કહેલું, સ્વલ્પ મતિમાં લ્યો ઘરી. ગૌતમ મુનિ પ્રભુને પૂંછે: “કહો મોક્ષમાર્ગ કૃપા કરી.” “સંપૂર્ણ ગુણનિથિ આત્મ-ભગવરૂપની શ્રદ્ધા બની નિશ્ચય કહી સમકિત દશા તે સ્વાનુભવકૅપ પણ ગણી. ૪૪ અર્થ :- માટે હે ભવ્યો! સંક્ષેપમાં પ્રભુએ કહેલી જીવતત્ત્વની, ચારે ગતિ થવાના કારણની,પાપની કે પુણ્યની વાતને પોતાની સ્વલ્પ મતિમાં ઘારણ કરો. વળી ગૌતમ મુનિ ભગવંતને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! આપ કૃપા કરી અમને મોક્ષનો માર્ગ બતાવો. ત્યારે ભગવંત પ્રત્યુત્તરમાં કહે છે કે “સંપૂર્ણ ગુણનો ભંડાર એવો જે શુદ્ધ આત્મા તે જ ભગવરૂપ છે. તેની જો શ્રદ્ધા થઈને તે આત્માનો સ્વાનુભવ થયો તો તેને નિશ્ચય સમકિત દશા કહી છે, અર્થાત્ તે જીવ નિશ્ચયનયથી સમ્યક્દર્શનને પામ્યો એમ કહ્યું છે. I૪૪ા જો પરમ પદ આત્માતણું ઑવ સ્વાનુભવથી ઓળખે, તો જ્ઞાન સમ્યક્ નિશ્ચયે તેને અનુભવીઓ લખે. સૌ બાહ્ય-અંતરના વિકલ્પો છૂટતાં જે સ્થિરતા થર્ટી આત્મમાં, તે નિશ્ચયે ચારિત્ર સમ્યક્ વીરતા. ૪૫ અર્થ :- જો જીવ સ્વાનુભવથી આત્માના પરમપદને ઓળખી લે તો તેને અનુભવીઓ એટલે જ્ઞાનીઓ નિશ્ચયનયથી સમ્યકજ્ઞાનદશા કહે છે. તથા સર્વ બાહ્ય અને અંતરના વિકલ્પો છૂટી જઈ આત્મામાં સ્થિરતા થાય તેને નિશ્ચયનયથી સમ્યકુચારિત્રદશા કહે છે. એવી આત્મામાં સ્થિરતા કરવારૂપ સમ્યક ચારિત્રદશા પ્રગટાવવી એ જ આત્માનું સાચું વીરપણું છે. //૪પા રત્નત્રયી આ નિશ્ચયે સાક્ષાત મુક્તિ આપશે, જે જે મુમુક્ષુ સેવશે તે મોહ-ફાંસો કાપશે. ત્રિકાળમાં મોક્ષે ગયા, ને જાય છે કે જે જશે તે સર્વનો આ માર્ગ એક જ રત્નત્રયરૂપી હશે.”૪૬ અર્થ - આ નિશ્ચયરત્નત્રય એટલે સ્વરૂપનો અનુભવ કરવારૂપ સમ્યગ્દર્શન, સ્વરૂપનું જ્ઞાન કરવારૂપ સમ્યજ્ઞાન અને સ્વરૂપમાં જ રમણતા કરવારૂપ સમ્યક્યારિત્ર, એ નિશ્ચય રત્નત્રય જીવને સાક્ષાત મુક્તિ આપનાર છે. જે જે મુમુક્ષુ જીવ આ રત્નત્રયની આરાધના કરશે તે અનાદિકાળથી ગળામાં
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy