________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
પડેલ મોહના ફાંસાને જરૂર કાપી નાખશે.
ત્રણે કાળમાં જે જીવો મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં પણ જશે, તે સર્વ જીવોને માટે મોક્ષમાર્ગ આ રત્નત્રયરૂપ એક જ રહેશે. તે સિવાય બીજો કોઈ સત્ય મોક્ષમાર્ગ ત્રણેય કાળમાં હો નહીં. ।।૪ના
પ્રશ્નોત્તરો બહુવિધ થયા તે મૂળ દ્વાદશ અંગનું, આધાર છે તે તીર્થનો, ફળ એ પરમ સત્સંગનું; ગૌતમ વિચારે : “ઘન્ય હું, પુણ્યે પ્રભુ આજે મળ્યા, વી મોક્ષમાર્ગ બતાવતા પ્રભુ ભાવથી મેં સાંભળ્યા.’૪૭
અર્થ :– આમ અનેક પ્રકારના પ્રશ્નોત્તરો ભગવાન સાથે થયા. તે દ્વાદશાંગીનું મૂળ છે, તથા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ તીર્થને મોક્ષમાર્ગ આરાઘવામાં પરમ આઘારભુત છે. ભગવાન સાથે પરમ સત્સંગ કરવાનું આવું ફળ આવે છે.
૧૧૭
ગૌતમ મુનિ વિચારે છે કે આજે મારા મહાપુણ્યના ઉદયે આવા પ્રભુ મળવાથી મારું જીવતર ઘન્ય બની ગયું. વળી આજે પ્રભુને મોક્ષમાર્ગ બતાવતા મેં ભાવથી સાંભળ્યા. ૪૩||
સૌ ભાઈઓ, શિષ્યો અને બહુ અન્ય જન સાધુ થયા, બહુ રાજકન્યાઓ વળી સ્ત્રીઓ બીજી સાધ્વી થયાં; ગૃઘર્મીનાં વ્રત ઉચ્ચરે નરનારી મુમુક્ષુ ભલાં, વર્ષી સિંહ આદિ પશુ ગૃહીનાં વ્રત લઈ તેમાં ભળ્યાં. ૪૮
અર્થ : હવે ઇન્દ્રભૂતિ ગૌતમના વાયુભૂતિ આદિ ભાઈઓ તથા સર્વ શિષ્યો અને બીજા પણ ઘણા લોકોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. અનેક રાજકન્યાઓ તથા બીજી સ્ત્રીઓ પણ સાધ્વી થયાં. તથા મુમુક્ષુ એવા નરનારીઓએ પણ ગૃહસ્થઘર્મના બાર વ્રત ભગવાન પાસે ઉચ્ચર્યા. તેમજ સિંહ આદિ પશુઓએ પણ ગૃહસ્થઘર્મના વ્રત અંગીકાર કર્યા. ॥૪૮॥
“મોક્ષાર્થી જીવો વ્રત વિનાના દાન, પૂજાદિ ચહે, શક્તિ પ્રમાણે ભક્તિ, ઉત્સવ, ભાવથી કર્યાં છે. પછી ઇન્દ્ર વીરને વીનવે વિહાર દેશાંતર થવા,
ત્યાં મોહનિદ્રામાં સૂતેલા ભવ્ય ક્રૅવને બોધવા. ૪૯
અર્થ :બીજા મોક્ષાર્થી જીવો દેવ, મનુષ્યાદિ કે જે વ્રત લેવાને શક્તિમાન નથી, તે દાન, પૂજા આદિ કરવા લાગ્યા તથા શક્તિ પ્રમાણે ભક્તિ તેમજ મહાપુરુષોના કલ્યાણકો નિમિત્તે થતાં ઉત્સવોમાં ભાવથી ભાગ લઈ કર્મોને બાળવા લાગ્યા. પછી ઇન્દ્ર મહાવીર પ્રભુને દેશાંતરમાં વિહાર કરવા માટે વિનવવા લાગ્યા કે જેથી મોહનિદ્રામાં સૂતેલા ભવ્ય જીવોને પણ બોધ થાય. ।।૪।।
પ્રારબ્ધ જાણી વીર જિન પણ રાજગૃહ નગરે ગયા; વિપુલાચો પધરામણી સુણી રાય શ્રેણિક આવિયા. પૂજા, સ્તુતિ કરી, બોધ સુર્ણી, નિજ પૂર્વ ભવ પૂછે વળી, ગૌતમ કહે : “ભીલના ભવે સદ્ધર્મ વાત ભલી મળી. ૫૦