SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તેમની જ સેવા ચાકરીમાં સમય વ્યતીત કરે છે. અજ્ઞાની એવા કુટુંબઆદિરૂપ દુકાનને પોતાની માની તેમાં મોહ કરીને અજ્ઞાનનો જ સંગ્રહ કર્યા કરે છે, અર્થાત્ દેહ તે હું અને આ કુટુંબીઓ આદિ મારા એવા મોહ ભાવોને દિનપ્રતિદિન ગાઢ કર્યા કરે છે. આવી અનાદિકાળની ભૂલને કોઈ ભાગ્યશાળી હશે તે જ ભાંગશે. અજ્ઞાનથી પ્રાપ્ત થતાં ચારગતિરૂપ સંસારના દુઃખોને ઓળખી કોઈ જ્ઞાની પુરુષ જ મોક્ષમાર્ગને ઉપાસી જાગૃત થશે. IIણા સંયમ સહિત સુધ્યાન જે, છે માર્ગ મોક્ષ તણો મહા, તેનો સુલક્ષ કરાવનાર ગણાય સમ્યકજ્ઞાન આ. સુશિષ્ય સગુરુની કૃપા જો વિનય કરીને પામશે, સમ્બોથ વારંવાર ઉર ઉતારતાં ગુણ જામશે. ૮ અર્થ :- સંયમ એટલે સમ્મચારિત્ર સહિત ઘર્મધ્યાનથી લગાવીને શુક્લધ્યાન સુધીનો જે મહાન મોક્ષમાર્ગ છે, તેનો સારી રીતે લક્ષ કરાવનાર આ સમ્યકજ્ઞાન છે. માટે કહ્યું છે કે : પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો, જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું.” -શ્રી નવપદની પૂજા શ્રી ગુરુની આજ્ઞાંકિત શિષ્ય જો તેમનો વિનય કરીને તેમની કૃપાને પામશે તો તેમના સદ્ગોઘને વારંવાર હૃદયમાં ઉતારતાં તેનામાં પણ અનેક ગુણો પ્રગટ થશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. (વ.પૃ.૧૮૩) “સપુરુષોની કૃપાદ્રુષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર //૮ સુજ્ઞાનજળ દુર્દમ્ય તૃષ્ણા-દાહ-શોષ શમાવશે, વ્યાધિ, જરા, મરણાદિ દુખરૃપ આગને ઓલાવશે. ભવ મૂળને નિર્મૂળ કરતી જ્ઞાનનદી વહી જાય છે, સદ્ગુરુજહાજ ગ્રહી ઘણા શિવસાગરે સુખી થાય છે. ૯ અર્થ – સમ્યજ્ઞાનરૂપ જળ તે દુર્દમ્ય એટલે દુઃખે કરીને દમી શકાય એવા તૃષ્ણા એટલે ઇચ્છાના દાહથી પડતા શોષને શમાવશે તથા તે સમ્યજ્ઞાનરૂપ જળ, વ્યાધિ, જરા કે મરણાદિ સમયે ઉત્પન્ન થતી દુઃખરૂપી અગ્નિને પણ જરૂર ઓળવશે. કેમકે પરમકૃપાળદેવ જણાવે છે કે – “જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય. અર્થાત્ હર્ષ શોક થવા દે નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર સંસારરૂપી વૃક્ષના મૂળને જડથી ઊખેડતી એવી જ્ઞાનરૂપી નદી વહી જાય છે. તેમાં ઘણા જીવો સદ્ગુરુરૂપી જહાજમાં બેસી શિવરૂપી સાગરમાં જઈને સુખી થાય છે, અર્થાત્ નદી જેમ સમુદ્રમાં ભળી જઈ અક્ષય થાય છે તેમ સદ્ગુરુ આશ્રયે જીવ શિવમંદિરમાં જઈ અક્ષયપદને પામે છે. Inલા સ્તપ વિનાનું જ્ઞાન કે તપ જ્ઞાનહીંન નહિ કામનું, તેથી સુતપ, સુજ્ઞાન સહ સાથે સુસુખ શિવ-ઘામનું; જે ઉગ્ર તપથી બહુ ભવે અજ્ઞાન કર્મ વિખેરતા, અંતર્મુહૂર્ત કર્મ તે જ્ઞાની સહજ ખંખેરતા. ૧૦
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy