SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૨૩ ઋષભદેવ સમાન આયુષ્યવાળો નથી. માટે એ સંબંથી આપ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી જુઓ. પા મુજ જીવન સો વર્ષનું, સોળ ગયાં છે! તાત, ત્રીસ વર્ષે ત્યાગી થવું, ફરી ન કહો એ વાત. ૬ અર્થ :– મારું જીવન તો સો વર્ષનું માત્ર છે. તેમાંના પણ છે તાત! સોળ વર્ષ તો વીતી ગયા છે. અને ત્રીસ વર્ષની વયે મારે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરવી છે. માટે ફરીવાર એવી વાત કૃપા કરીને મને કરશો નહીં. ॥૬॥ અલ્પ જીવનમાં અલ્પ સુખ, અલ્પ પ્રયોજન કાજ, કોણ ઉપદ્રવ સંઘરે? સમજું છો, નરરાજ.' ક અર્થ :– અલ્પ એવા આ કાળના મનુષ્ય જીવનમાં અલ્પમાત્ર ઇન્દ્રિયસુખ છે. તે અલ્પ ઇન્દ્રિયસુખ પ્રયોજન અર્થે આ ગૃહસ્થાશ્રમ સ્વીકારી ત્રિવિધતાપરૂપ ઉપદ્રવને કોણ સંઘરે ? હે નરોના રાજા ! આપ તો સમજુ છો, માટે આ વાતને સારી રીતે આપ સમજી શકો છો. IIII સુર્ણી ઉત્તર ગૃપનાં નયન આંસુથી ભીંજાય, પુત્ર વિવાહ નહીં કરે જાણી મુખ કરમાય. ૮ અર્થ :– પ્રભુ પાર્શ્વકુમારનો આવો ઉત્તર સાંભળીને રાજાના નયન આંસુથી ભીંજાઈ ગયા, અને વિચારવા લાગ્યા કે આ પુત્ર હવે વિવાહ કરશે નહીં એમ જાણી મોહવશ તેમનું મુખ કરમાઈ ગયું. IILII કમઠ જીવ મુનિ-ધાતથી પંચમ નરકે જાય, સત્તર સાગર દુખ ખમી, ત્રણ સાગર ભટકાય. ૯ અર્થ :– હવે કમઠનો જીવ મુનિ ભગવંતની ઘાત કરવાથી પાંચમી નરકે ગયો. ત્યાં સત્તર સાગરોપમ સુઘી દુઃખ ખમીને પશુગતિમાં પણ ત્રણ સાગરોપમ સુધી ભટક્યો. ।।।। પશુગતિમાં બહુ દુખ સહી પાપ પુર્ણ જ્યાં થાય, ક્રિયા શુભ કરતાં થયો મહીપાલ ન૨૨ાય. ૧૦ - અર્થ :— પશુગતિમાં ઘણા દુઃખ સહન કરીને જ્યાં પાપ પૂર્ણ થવા આવ્યા ત્યારે શુભક્રિયા કરતા તે મહીપાલ નામનો રાજા થયો. ।।૧૦।। વામા માતાના પિતા, માતામહ પ્રભુના ય, પટરાણી મરતાં ઘરે તપી ભેખ દુખદાય. ૧૧ અર્થ :— તે મહિપાલ રાજા, પ્રભુની માતા વામાદેવીના જ પિતા છે, માટે પ્રભુ પાર્શ્વકુમારના પણ - માતામ એટલે નાના થયા. તે રાજા મહીપાલે પોતાની પટરાણીનું મરણ થતાં દુઃખદાયી એવો તાપસનો વેષ અંગીકાર કર્યો. ||૧૧|| ભમતાં તપસી આવિયો નગર બનારસ બાર, વનવિહાર કરી પુરે આવે પાર્શ્વકુમાર. ૧૨ અર્થ :— તે તાપસ ભમતો ભમતો હવે બનારસ નગરની બહાર આવી ચઢ્યો. ત્યાં વનક્રીડા કરીને પાર્શ્વકુમાર પણ નગરમાં આવી રહ્યા હતા. ।।૧૨।
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy