SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તપસી દેખી ઓળખે, ગજ-આરૂંઢ ભાણેજ; વંદન પણ કરતો નથી–ઉદ્ધત બાળ ગણે જ. ૧૩ અર્થ :- તાપસ પાર્શ્વકુમારને દેખીને ઓળખી લે છે કે આ તો હાથી પર આરૂઢ થયેલો મારો ભાણેજ છે. છતાં તે મને વંદન પણ કરતો નથી. માટે આ બાળક ઉદ્ધત છે એમ ગણવા લાગ્યા. /૧૩મા. તાપસ તપતો ધૂણઓ, કાષ્ઠ કાપવા જાય, ત્યાં પ્રભુ હિત ગણી બોલિયા: મા હણ, તાપસરાય. ૧૪ અર્થ :- વનમાં આ તાપસ પોતાની ચારેબાજા ધૂણી ઘપાવીને તપ તપે છે. ત્યાં ધૂણી અર્થે કાષ્ઠ એટલે લાકડું કાપવા તે જવા લાગ્યો ત્યારે અંતરમાં પ્રભુ તેનું હિત જાણીને બોલી ઊઠ્યા કે હે તાપસરાય! આ કાષ્ટને હણ મા! અર્થાત્ તેનો છેદ કર નહીં. ૧૪ નાગચુગલ એ કાષ્ઠમાં પેઠું છે છુપાઈ; વગર વિચાર્યું કાપશે તો જાણે છેદાઈ.” ૧૫ અર્થ – કારણ કે આ લાકડાની અંદર નાગ-નાગણિનું યુગલ છુપાઈને બેઠેલ છે. વગર વિચાર્યું આ લાકડાને કાપવાથી તે બિચારા જીવો છેદાઈ જશે. ૧૫ા. તપસી ક્રોધે ઘમઘમ્યો, “રે બાળક, નાદાન, હરિ-હર-બ્રહ્મા સમ ઘરે શું સચરાચર જ્ઞાન? ૧૬ અર્થ :- પ્રભુના આવા દયામય વચન સાંભળીને તે તાપસ ક્રોથથી ઘમઘમી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે અરે બાળક, નાદાન તું શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જેમ સચરાચર જ્ઞાન ઘરાવે છે? ચર એટલે હાલતા જીવો અને અચર એટલે સ્થિર એવા એકેન્દ્રિય જીવો વિષેનું કંઈ જ્ઞાન ઘરાવે છે? I૧૬ાા તપસી માતામહ છતાં, કરે ન વિનય-વિઘાન? મદવશ જ્ઞાની માનીને કેમ કરે અપમાન?” ૧૭. અર્થ - હું તપસી છું, તારી માતાનો પિતા છું, તારો નાનો છું. છતાં પણ તું મારા પ્રત્યે વિનયની રીત આચરતો નથી અને વળી અહંકારવશ પોતાને જ્ઞાની માની મારું અપમાન કરે છે ? ૧ણા. એમ વદી કુહાડીથી કાપે કાષ્ઠ મહાન, નાગ-નાગણી પણ હણે, તે ક્રોથી અજ્ઞાન. ૧૮ અર્થ - એમ કહીને તાપસે કુહાડીથી તે મોટું લાકડું કાપી નાખ્યું. તે ક્રોઘી એવા અજ્ઞાનીના કારણે નાગ-નાગણી પણ હણાઈ ગયા. ૧૮ાા કટકા સર્પ-શરીરના દેખી વદે કુમાર: “દયા ઘર્મનું મૂળ છે, જ્ઞાન જ પ્રથમ વિચાર. ૧૯ અર્થ - સાપના શરીરના કટકા થયેલા જોઈને પાર્શ્વકુમાર બોલી ઊઠ્યા કે “ઘર્મનું મૂળ દયા છે.” ઘર્મ આરાઘતા પહેલા જ્ઞાન મેળવવા પ્રયાસ કરવો જોઈએ. ૧૯ાા તપસી પાપ-તપ તું કરે, પોષે નિજ અજ્ઞાન, દયા ઘરે ન ઉર વિષે; વસે ન તપમાં જ્ઞાન.” ૨૦
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy