________________
(૨૬) ક્રિયા
૩ ૦ ૫
ઉપર કે પાટ ઉપર શયન કરે છે. તથા સૂતા સૂતા પણ જે આત્મવિચારમાં નિમગ્ન રહે છે. //૪રા
નિંદા સ્તુતિ પણ ના ગણે રે સહે અવજ્ઞા, માર રે-ગુરુજીને વંદીએ રે.
અનુક્રૂળ-પ્રતિÉળતા નહીં રે સમતા ઘરે અપાર રે-ગુરુજીને વંદીએ રે. ૪૩ અર્થ :- જે પોતાની કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, અથવા અવજ્ઞા એટલે તિરસ્કાર કરે કે મારે તો પણ તેને અનુકૂળ પ્રતિકૂળ ન માનતા અપાર સમતાને ઘારણ કરીને જે જીવે છે. II૪૩ાા
તે વસ્તુ ચિત્તે ઘરે રે આરાઘના-ઉપાય રે-ગુરુજીને વંદીએ રે.
અનંત અવ્યાબાઇ સુખ રે કેવળજ્ઞાને થાય રે-ગુરુજીને વંદીએ રે. ૪૪ અર્થ - આત્મવિચારને કે સમતાભાવને જે ચિત્તમાં હમેશાં ઘારણ કરીને રાખે છે, તેને જ આરાઘનાનો સાચો ઉપાય જાણે છે. તેના ફળસ્વરૂપ કાળાંતરે તેમને કેવળજ્ઞાન પ્રગટ થતાં અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. I૪૪
નિરાવરણ પરિપૂર્ણ તે રે સર્વોત્તમ સંપૂર્ણ રે-ગુરુજીને વંદીએ રે.
છેલ્લા શ્વાસે ઊપજે રે કર્મ કરે સૌ ચૂર્ણરે-ગુરુજીને વંદીએ રે. ૪૫ અર્થ – સંપૂર્ણ નિરાવરણ, પરિપૂર્ણ તથા સર્વોત્તમ સંપૂર્ણદશા તો છેલ્લા શ્વાસે ઉત્પન્ન થાય છે, કે જ્યાં સર્વ કર્મનું ચૂર્ણ થાય છે, અર્થાત્ અંત સમયે ચુપરતક્રિયાનિવૃતિ નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ પ્રગટ થઈ, શૈલેશીકરણ અવસ્થા પ્રાપ્ત થઈને સર્વ કર્મોને ચૂરી નાખે છે. ૪પા
સિદ્ધ બુદ્ધ ને મુક્ત તે રે લહે સદા નિર્વાણ રે-ગુરુજીને વંદીએ રે.
આત્યંતિક સૌ દુઃખનો રે મોક્ષ વિષે ક્ષય જાણ રે ગુરુજીને વંદીએ રે. ૪૬ અર્થ - ત્યારબાદ તે આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ હમેશાં મોક્ષ સ્થાનમાં જ નિવાસ કરે છે મોક્ષમાં તો સર્વદા સર્વ પ્રકારના દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણપણે ક્ષય જ છે એમ તું જાણ. ૪૬ાા.
ક્રિયાસ્થાન શોભાવતા રે એવા શ્રી ભગવંત રે-ગુરુજીને વંદીએ રે.
તે જ ભવે શિવ કો લહે રે, અલ્પ ભવે કો સંત રે-ગુરુજીને વંદીએ રે. ૪૭ અર્થ :- ઉપર જણાવેલ ઘર્મરૂપ ક્રિયાસ્થાનકને શોભાવતા ભગવાન તે જ ભવે મોક્ષને પામે છે અથવા કોઈ સંતપુરુષો એક બે ભવ કરીને મુક્તિ મેળવે છે. II૪ળા
ક્રિયાસ્થાન જે મિશ્ર છે રે તે પણ આર્ય, વિશુદ્ધ રે-ગુરુઓંને વંદીએ રે.
પરંપરાએ મોક્ષનું રે કારણ, બોલે બુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. ૪૮ અર્થ :- મિશ્ર ક્રિયા સ્થાનક – હવે મિશ્ર ક્રિયાનું વર્ણન કરે છે, કે જે મુખ્યત્વે શ્રાવક અથવા મુમુક્ષુ દ્વારા કરવામાં આવે છે. મિશ્ર ક્રિયાના સ્થાનક જે આર્યપુરુષો આચરે છે, તે પણ વિશેષ શુભ છે. જે પરંપરાએ એટલે આગળ ઉપર મોક્ષના કારણ બને છે, એમ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષો કહે છે. ૪૮ાા
અલ્પ આરંભ આદરે રે અલ્પ પરિગ્રહવંત રે-ગુરુજીને વંદીએ રે.
ન્યાયયુક્ત આજીવિકા રે પ્રાપ્ત કરે વ્રતવંત રે-ગુરુજીને વંદીએ રે. ૪૯ અર્થ :- હવે ખરા શ્રાવક છે તે અલ્પ આરંભ એટલે છ કાય જીવોની હિંસા ઓછી થાય તેમ પ્રવર્તે