________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨૧૫
અર્થ - ૧૧. ઘર્મદુર્લભ ભાવના - કલ્પવૃક્ષ પાસે જે માગે તે ભૌતિક સુખ આપે છે, તેમ રત્નચિંતામણિ પણ આપે છે. પણ વીતરાગ ભગવંતે બોઘેલા સતુથર્મ પ્રત્યેનો પ્રેમ તો વગર માગ્યે તેમજ વગર ચિંતવ્ય પણ સુખનો આપનાર થાય છે.
“સહજાનંદ પદ રે નીકો, ઘર્મઘુરંથર શ્રી જિનજીકો; ભવજલ તારણ નાવા, ભાખ્યો દશવિથ સહજ સ્વભાવા. સ. વાંચ્છિત સુખની રે દાતા, સુરતરુ સમ જસ છે અવદાતા; દુર્ગતિ પડતાં રે ઘારે, ઘર્મ તે કહીએ ચાર પ્રકારે. સ”ારા કનક, કીર્તિ, સુર-રાજ સુખ, સર્વસુલભ છંવ, જાણ;
દુર્લભ છે સંસારમાં સમ્યક દર્શન-જ્ઞાન.”૪૩ અર્થ – ૧૨. બોધિદુર્લભ ભાવના - સુવર્ણ, યશ કે દેવતાના સુખ અથવા રાજ્યવૈભવ વગેરે આ જગતમાં પામવા તે સર્વસુલભ છે, એમ હે જીવ તું જાણ. પણ આ સંસારમાં સમ્યક્ એટલે સાચું, યથાર્થ દર્શન અને જ્ઞાન પામવું તે અતિ દુર્લભ છે. જીવ નવ ગ્રેવૈયક સુઘી અનંતવાર જઈ આવ્યો છતાં હજા સમ્યક્દર્શન જ્ઞાનને પામ્યો નથી. માટે જગતમાં સર્વથી દુર્લભમાં દુર્લભ વસ્તુ તે જ છે. IT૪૩ના
હિત-ઉદ્યમ મનમાં ઘરી, સાગરદત્ત મુનિ પાસ;
સર્વ તજી સંયમ લીથો; એક મોક્ષની આશ. ૪૪ અર્થ -હવે મારા આત્માનું હિત થાય-કલ્યાણ થાય એવો ઉદ્યમ જ મારે કરવો છે. એમ આનંદરાજાએ મનમાં વિચાર કરીને સાગરદત્ત નામના મુનિ ભગવંત પાસે સર્વ રાજ્યવૈભવ તજીને સંયમ ગ્રહણ કર્યો. જેને હવે માત્ર મોક્ષની જ અભિલાષા છે. II૪૪
તીર્થંકરપદ સ્થાનકો સમ્યક દર્શન સાથ,
ભાવ્યાથી આનંદમુનિ થનાર પારસનાથ. ૪૫ અર્થ – હવે આનંદમુનિ આ ભવમાં સમ્યકદર્શન સાથે તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકોને ભાવવાથી ભવિષ્યમાં પારસનાથ ભગવાન થનાર છે. ૪પાા
કુશ કરી કાય કષાય મુનિ તપ તપતા અતિ ઘોર,
પ્રગટી બહુવિધ લબ્ધિઓ જણાય આતમ-જોર. ૪૬ અર્થ - કાયા અને કષાયભાવોને કુશ કરી હવે મુનિ અત્યંત ઘોર તપ તપવા લાગ્યા. જેથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ તથા આત્માની શક્તિઓનું જોર વધવા લાગ્યું. [૪૬ાા
મુનિ જે વનમાં વિચરે ત્યાં જળ, ફળ ભરપૂર;
સિંહ-મૃગ, અહિ-મોર પણ કરે વેર-ભય દૂર. ૪૭ અર્થ - આનંદમુનિ જે વનમાં વિચરે ત્યાં જળ અને ફળ ભરપૂર છે. તથા તેમના પ્રભાવે ત્યાં સિંહ અને મૃગ, અહિ એટલે સાપ અને મોર પણ પોતાના વેરભાવોને ભૂલીને નિર્ભયપણે ફર્યા કરે છે. I૪ળા