SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઝોકાં ખાતા જગજનો, મોહ-નીંદનું જોર; લૂંટતા સર્વસ્વ જ બધે અરે! કર્મ ફૅપ ચોર. ૩૭ અર્થ - ૭. આઝાવ ભાવના મોહરૂપી નિદ્રાના બળે જગતના જીવો ઝોંકા ખાઈ રહ્યા છે. તેથી કર્મરૂપી ચોરો આવીને જીવનું સર્વ આત્મઘન લૂંટી જાય છે. કર્મનું આવવાપણું તે આસ્રવ કહેવાય છે. માટે આસ્રવભાવનાને જાણી આઠેય કર્મરૂપી ચોરોને પોતાના આત્મઘનને લૂંટતા બચાવવા. ૩થા. સગુરુના ઉપદેશથી મોહ-નીંદ ઊડી જાય; તો ઉપાયો આદર્યો, કર્મચોર રોકાય. ૩૮ અર્થ - ૮. સંવર ભાવના - સદ્ગુરુના ઉપદેશથી મોહરૂપી નિદ્રાનું બળ નાશ કરી શકાય છે. માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી ઢાળ વડે આવતા આઠેય કર્મરૂપી બાણોને રોકવા. સંવર એટલે આવતા કર્મને રોકવા. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. ૩૮ જ્ઞાન દીપ તપ-તેલ ભરી, ઘર શોધું ભ્રમ ખોઈ; પૂર્વ ચોર કાઠું બઘા, છૂપો રહે ન કોઈ. ૩૯ અર્થ - ૯. નિર્જર ભાવના:- સમ્યકજ્ઞાનરૂપ દીપકમાં તારૂપી તેલ ભરીને આત્માની ભ્રાન્તિને છોડી દઈ, સહજાત્મસ્વરૂપમય પોતાના આત્મારૂપી ઘરની હવે શોઘ કરું. પૂર્વે બાંધેલા કર્મરૂપી ચોરોને ઉદયાવલીમાં આવતાં પહેલાં જ બાર પ્રકારના તપ આદરીને આત્મધ્યાન વડે નષ્ટ કરું. તેમાં એક પણ કર્મરૂપી ચોરને છૂપી રીતે અંતરમાં રહેવા દઉં નહીં. એમ સત્તામાં પડેલા કર્મોની નિર્જરા કરવી એ જ મોક્ષપ્રાપ્તિનો સાચો ઉપાય છે. “નિજ કાળ પાય વિઘિ ઝરના, તા સૌ નિજકાજ ન સરના; તપ કરી જો કર્મ ખિપાર્વે, સોઈ શિવરુખ દરસાવૈ.” -છહ ઢાળા અર્થ - પોતાના સમયે પાયે કર્મ ઝરે તેથી પોતાના આત્માની સિદ્ધિ થાય નહીં. પણ જે તપ કરીને કમને ખપાવે તે જ મોક્ષસુખને પામે છે. [૩૯ાા પંચ મહાવ્રત પાળતાં, સમિતિ પંચ પ્રકાર, પ્રબળ પંચ ઇન્દ્રિય જીંત્યે, થાય નિર્જરા સાર. ૪૦ અર્થ - પંચ મહાવ્રત તેમજ પાંચ સમિતિને સમ્યકપ્રકારે પાળતા તથા પ્રબળ એવી પાંચ ઇન્દ્રિયોને અંતરથી જીતતા, સારરૂપ એવી સકામ નિર્જરા સાથી શકાય છે. માટે નિર્જરા ભાવનાને ભાવી કર્મોની નિર્જરા કર્તવ્ય છે. ૪૦ના ચૌદરજ્જુ ભર લોકનું પુરુંષ સમ સંસ્થાન; તેમાં જીવ અનાદિથી ભમે ભૂલી નિજભાન. ૪૧ અર્થ - ૧૦. લોકસ્વરૂપ ભાવના:-માપમાં ચૌદરજ્જા પ્રમાણ અને છ દ્રવ્યથી ભરેલો પુરુષાકારે આ લોક છે. તેને કોઈએ બનાવ્યો નથી. તેમાં આપણો જીવ અનાદિકાળથી કર્માનુસાર પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. In૪૧ાા "માગ્યું સુરતરુ સુંખ દે, ચિંતામણિ પણ તેમ; વિણ માગ્યે, વિણ ચિંતવ્ય, સુખ કે સુધર્મ-પ્રેમ. ૪૨
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy