SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧ ૩ અવશ્ય કરવું પડશે. એવું આ સંસારનું અનિત્ય સ્વરૂપ છે. //૩૧ાા “દળ -બળ, દેવી-દેવતા, માતપિતા પરિવાર, કોઈ બચાવી ના શકે મરણ -સમય, વિચાર. ૩૨ અર્થ - ૨. અશરણ ભાવના - સેનાનું બળ હોય કે દેવી દેવતાનું શરણ હોય, માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનો પરિવાર કે વૈદ્ય, હકીમ, ડૉક્ટર વગેરે હાજર હોય છતાં પણ મરણ સમયે જીવને કોઈ બચાવી શકનાર નથી. જેમ જંગલમાં સિંહ હરણને પકડે છે ત્યાં તેને કોઈ બચાવનાર નથી તેમ આ સંસારનું સ્વરૂપ સદા અશરણમય છે. ૩રા નિર્ઘન ઘન વિના દુખી, તૃષ્ણાવશ ઘનવાન; ક્યાંય ન સુખ સંસારમાં, વિચારી જો, વિદ્વાન. ૩૩ અર્થ :- ૩. સંસાર ભાવના - આ સંસારમાં નિર્જન પુરુષ ઘનના અભાવે પોતાને દુઃખી માને છે. તેમજ ઘનવાન પણ તૃષ્ણાને વશ થઈ વિશેષ મેળવવાની કામનાએ દુ:ખી છે. માટે આ સંસારમાં ક્યાંય સુખ નથી. એમ હે વિદ્વાન એટલે હે સમજાજન! આ વાતને તું સ્થિર ચિત્તથી વિચારી જો. //૩૩ી અજીવ એકલો અવતરે, મરે એકલો એ જ; સ્વપ્ન સમાં સાથી-સગાં, જર દુખ કોઈ ન લે જ. ૩૪ અર્થ - ૪. એકત્વ ભાવના - આ સંસારમાં જીવ એકલો જ જન્મે છે અને મરે ત્યારે પણ એકલો જ મરે છે. બઘાં સગાંસંબંધીઓ દુઃખ પ્રસંગે સ્વપ્ન સમાન બની રહે છે, અર્થાત્ તે દુઃખને જરીક પણ લેવા સમર્થ થતા નથી. પોતે એકલો જ કર્મના ફળરૂપે આવેલા દુઃખને ભોગવે છે. એમ એકત્વભાવનાની વાસ્તવિકતા ચિંતવવા યોગ્ય છે. ૩૪ "કાયા પણ પર વસ્તુ તો, જગમાં નિજ શું હોય? સ્વજન' શબ્દ યથાર્થ નહિ, અન્ય ઘનાદિક જોય. ૩૫ અર્થ :- ૫.અન્યત્વ ભાવના :- આ સંસારમાં દુઘ અને પાણીની જેમ એકમેકપણે રહેલ પોતાની કાયા એટલે શરીર પણ પર પુગલ વસ્તુ છે, અર્થાતુ પર એવા પુગલ પરમાણુનું બનેલ છે. તો આ જગતમાં બીજાં પોતાનું શું હોઈ શકે? માટે બીજા સગાં વહાલાઓને સ્વજન કહેવા એ શબ્દ યથાર્થ નથી, અર્થાત મિથ્યા છે. તેમ ઘન આદિ તો પોતાના આત્માથી પ્રત્યક્ષ જાદા જણાય છે. તેથી તે પોતાના કોઈ કાળે હોઈ શકે નહીં એમ અન્યત્વ ભાવનાનું ચિંતવન નિરંતર કર્તવ્ય છે. રૂપા ત્વચા ચાદરે દીપતા, અસ્થિ-પિંજર દેહ, અંદર નજર કરી જુઓ, દુગથી-ઘર એહ. ૩૬ અર્થ – ૬. અશુચિ ભાવના - ત્વચા એટલે ચામડીરૂપી ચાદર વડે આ હાડકાના પિંજર જેવા આ દેહની શોભા જણાય છે. એ શરીરની અંદર શું શું ભરેલ છે તે તરફ જરા નજર કરી જોશો તો તે દુર્ગઘમય એવા હાડ, માંસ, લોહી, મળ, મૂત્રાદિનું જ ઘર જણાશે. તેનું પ્રમાણ શરીરના નવે દ્વાર મળથી કરે છે. એમ શરીરનું સ્વરૂપ અશુચિ એટલે અપવિત્ર જાણીને તેનો મોહ ત્યાગવા યોગ્ય છે. ૩૬ાા
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy