SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૯ (૩૯) શરીર વસ્તુઓ ભરેલી છે. આંખના બે હાર, કાનના બે દ્વાર, નાકના બે દ્વાર, મોઢું અને મળમૂત્રના બે બે હાર મળી શરીરના નવે દ્વારમાંથી માત્ર મેલ જ નીકળ્યા કરે છે. તેમાં કફ, મળ, મૂત્ર, રૂધિર, લીંટ વગેરે દુર્ગંઘમય વસ્તુઓ ભરેલી છે. ।।૧૮।। ચમાર કુંડનાં કોણ કરે ય વખાણ જો? ગંદકી કેવી અણગમતી નજરે ચડે રે લો; માંસ, રુધિર ને હાડ, ચામડાં, છાણ જો, આંતરડાં ને વાળ વગેરે ત્યાં સડે રે લો. ૧૯ અર્થ :– શરીરની અંદર શું શું ભરેલું છે તેનું પ્રત્યક્ષ દર્શન ચમારને ત્યાં થાય છે તે જણાવે છે :— = ચમારને ત્યાં શરીરના જુદા જુદા ભાગો કાઢીને રાખેલ કુંડને જોઈ તેના વખાણ કોણ કરે? ત્યાં ચીતરી ચઢે એવી અણગમતી ગંદકી નજરે પડે છે. તે કુંડીમાં માંસ, લોહી, હાડકાં, ચામડાં, છાણ, આંતરડા અને વાળ વગેરે પડયા પડયા ત્યાં સડ્યા કરે છે. ‘‘એક ભાજનમાં લોઠી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપનું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો.” (વ.પૂ.૭૦૦૯ ||૧૯|| તેવી જ વસ્તુ સુંદર ચામડી હેઠ જો, દરેક દેહ વિષે છે; જો વિચારીએ રે લો, તો કાયા સમજાય જગતની એંઠ જો; દેહ-મોહ એવા વિચારે વારીએ રે લો. ૨૦ અર્થ = તેવી જ વસ્તુઓ માંસ, હાડકાં આદિ દરેક શરીરની સુંદર દેખાતી ચામડીની નીચે રહેલ છે. આ વાતને સ્થિર ચિત્તથી જો વિચારીએ તો આ કાયા જગતના એંઠવાડા સમાન ભાસશે. કારણ કે જે અન્ન લઈએ છીએ તેની વિષ્ટા થાય છે, વિષ્ટા ખાતરરૂપે પરિણમી ફરી અન્નરૂપે બની જાય છે. તેથી એંઠવાડા સમાન છે. એ અન્ન વડે શરીર પોષણ પામે છે. તે જોતાં આ કાયા જગતનો એંઠવાડો છે. એવા વાસ્તવિક દેહના સ્વરૂપને વિચારી દેહ પર રહેલા મોહ, મમત્વને નિવારવો જોઈએ. : શ્રી મલ્લિનાથ ભગવાનનું દૃષ્ટાંત – શ્રી મલ્લિનાધ ભગવાન જ્યારે ઘરમાં હતા ત્યારે પૂર્વભવના પોતાના છ મિત્રોને બોઘ પમાડવા માટે, પોતાના શરીરાકારે સોનાની પુતળી બનાવી, તેમાં રાંધેલ અન્નનો એક કોળિયો છ મહિના સુધી રોજ નાખતા હતા. તે અન્ન સડી જઈ ભયંકર દુર્ગંધમય બની ગયું; ત્યારે છ મિત્રોને બતાવી જણાવ્યું કે પ્રત્યેક શરીરમાં આમ જ દુર્ગંધમય સસ ઘાતુ ભરેલ છે. તેથી આ શરીર મોહ કરવા યોગ્ય નથી. એવા ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામ્યા હતા. IIરહ્યા વળી વદનમાં દાંત તણાં છે હાડ જો, વમન, વિષ્ટા, વાળ જરી જુદાં જુઓ રે લો; રોગ-ભરી વી રોમ-કંટકની વાડ જો, દેહ વેદનામૂર્તિ ત્યાં શું સુખે સૂઓ રે લો?૨૧ અર્થ :— વળી વદન એટલે મુખમાં દાંતના હાડકાં છે. આ શરીરમાં જઈ બહાર આવેલ પદાર્થો વમન એટલે ઊલટી કે વિષ્ટા કેવા દુર્ગંધમય છે. તથા વાળ પણ શરીરમાંથી છૂટા પડ્યે તેને કોઈ સંઘરતું નથી. શરીરમાં રોમરૂપી કાંટાઓની જાણે વાડ કરેલી છે. તે રોમ સાડા ત્રણ કરોડ છે. પ્રત્યેક રોમમાં પોણા બબ્બે રોગનો નિવાસ છે. એમ આ દેહ છ કરોડ સાડા બાર લાખ રોગોને રહેવાનું ઘર છે. એવી વેદનાની મૂર્તિ સમા આ દેહમાં રહીને તમે શું સુખે સૂઈ રહો છો?
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy