________________
४४८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- શેરડીના રાડા એટલે સડેલા સાંઠા સમાન આ આપણું જીવન છે. જેમકે શેરડીનું થડીયું એટલે મૂળિયું સખત હોવાથી તેમાંથી રસ નીકળે નહીં; તેમ બાળવય ભોગને અયોગ્ય છે. વળી સાંઠામાં ગાંઠો ઘણી હોય છે, તેમ જીવનમાં અનેક પ્રકારની ઉપરાઉપર આપત્તિઓ આવે છે, તથા સાંઠાનો ટોચ ઉપરનો ભાગ મોળો છાણ એટલે ફિક્કો સાર વગરનો હોય છે, તેમ જીવનનો અંતિમ વૃદ્ધાવસ્થાનો ભાગ તે પણ અનેક પ્રકારની વ્યાથિઓને લઈને સાવ નીરસ ફીક્કો હોય છે. તથા સાંઠાના વચલા ભાગના છિદ્રોમાં જે રતાશ એટલે લાલાશ દેખાય છે તે તેનો સડેલો ભાગ છે. તેથી તે વચલો ભાગ પણ ખાવા યોગ્ય નથી. તેમ જીવનની વચલી યૌવન અવસ્થા પણ અનેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિઓની ચિંતાથી ગ્રસિત છે. તેમજ ‘ભોગે રોગ ભયં...” તે અનુસાર યૌવન અવસ્થાના ભોગ પણ રોગાદિથી વણેલા છે. માટે તે પણ ભોગવવા યોગ્ય નથી. ૧૪
તે પણ બાળ ચીરીને ચૂસી ખાય જો, મીઠાશની આશાથી દાંત દુખાડતો રે લો; મોળા રસથી મુખ પણ બગડી જાય જો, તેમ વિષય-શ્રમ જીંવને દુખમાં પાડતો રેલો. ૧૫
અર્થ - તેવી સડેલી શેરડીને પણ બાળક ચીરીને ચૂસી ખાય છે કે તેની મિઠાસથી સુખ મળશે. પણ એવી આશાથી તે માત્ર દાંત જ દુઃખાડે છે. વળી તે શેરડીના મોળા ફિક્કા રસથી તેનું મુખ પણ બગડી જાય છે. તેમ સંસારી જીવ સુખ મેળવવાની આશામાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનેક પ્રકારે શ્રમ કરીને માત્ર જીવને દુઃખમાં જ પાડે છે. જેમ કૂતરું હાડકાં ચાવી પોતાનું જ તાળવું વિંધીને રૂધિરનો સ્વાદ ચાખી આનંદ માને છે તેમ અજ્ઞાની જીવ પણ કરે છે.
“સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો.” -શ્રીમદ્ રાજચંદ્ર // ૧પણી અસાર એવી શેરડી સમ આ દેહ જો, બાળ વયે આપદ ઉપરાઉપરી ઘણી રે લો; જરા અવસ્થા નીરસ નિઃસંદેહ જો, યૌવન વય ચિંતા રોગાદિથી વણી રે લો. ૧૬
અર્થ :- સડેલી શેરડી સમાન આ દેહ પણ અસાર છે. બાલ્યવસ્થા રઝળી રડીને પૂર્ણ થાય છે. તેમજ કિશોર અવસ્થામાં પણ વડીલ, શિક્ષક વગેરેના દાબમાં તેમજ ભણવામાં અનેક પ્રકારના કષ્ટ સહન કરી પૂરી કરે છે. તથા વૃદ્ધાવસ્થા તો નિઃસંદેહ નીરસ જ છે. હવે એક યુવાવય રહી. તે પણ અનેક પ્રકારના વ્યાપાર કે વ્યવહારની ઉપાધિના કારણે જીવને દુઃખ જ આપે છે. તે અવસ્થામાં ચિંતાઓના કારણે કે ભોગાદિના કારણે શરીર રોગાદિનું ઘર પણ થઈ જાય છે. [૧૬ાા.
એ સાંઠાની ગાંઠો જો રોપાય તો, નવી શેરડી સળા વગરની ઊપજે રે લો, તેમ ર્જીવન જો પરમાર્થે વપરાય તો, સ્વર્ગ-મોક્ષ-સુખ સુંદર ફળ પણ સંપજે રે લો. ૧૭
અર્થ :- હવે એ સડેલા સાંઠાની ગાંઠોની પણ જો રોપણી થઈ જાય તો બીજા વર્ષે નવી શેરડી સળા વગરની ઉત્પન્ન થાય. તેમ આ જીવન જો આત્માના અર્થે ગળાય તો પરભવમાં સ્વર્ગના સુખ પામી અંતે મોક્ષના શાશ્વત સુખરૂપ સુંદર ફળની પ્રાપ્તિ થાય. /૧૭ના
ઊંડા ઊતરી સૂક્ષ્મ કરો સુવિચાર જો, સ્વ-પર-દેહ વિષે વસ્તુ કેવી ભરી રે લો; નવે દ્વારમાં મલિનતા-સંચાર જો, કફ, મળ, મૂત્ર, રુધિર ને લીંટ રહીં સંઘરી રે લો. ૧૮ અર્થ :- તમે ઊંડા ઊતરીને સૂક્ષ્મપણે સુવિચાર કરો કે પોતાના અને પરના શરીરમાં કેવી કેવી