________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
૪ ૩
(૨)
પ્રમોદ ભાવના પ્રમોદ પ્રેમી-ઉરમાં ગુણાનુરાગરૂપમાં,
સદૈવ દીપ દીપતો, જ્યાં દ્વેષનું ન નામ છે. મૈત્રી ૭ પ્રમોદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮)
અર્થ - પ્રમોદ ભાવના પ્રત્યે જેને સદા પ્રેમ છે તેના હૃદયમાં બીજાના ગુણાનુરાગરૂપમાં સદૈવ પ્રમોદ ભાવનો દીપક દેદીપ્યમાન રહે છે, અને ત્યાં શ્રેષનું નામ નિશાન રહેતું નથી. બીજાના અંશમાત્ર ગુણ જોઈને તેના રોમાંચ ઉલ્લસિત થાય છે. શા.
પુણ્ય-અમી ઊભરાય મન-વચન-કાયમાંય,
ત્રિભુવન સૌખ્યકારી સંત શશી સમાન છે. મૈત્રી૦૮ અર્થ - પ્રમોદ ભાવનાને કારણે જેના મન વચન કાયામાં પુણ્યરૂપી અમૃત ઉભરાય છે; અર્થાત્ મનથી બીજાના ગુણો ચિંતવી આનંદ પામે છે, વચનથી તેમના ગુણગાન કરે છે તથા કાયા વડે તેમની સેવા પણ કરે એવા ત્રિભુવનમાં સુખને આપનાર સંત પુરુષો જગતમાં શશી એટલે ચંદ્રમા સમાન આત્મશીતળતાને આપનાર છે. દા.
અન્યના ગુણાંશ આ ગિરિ સમા પ્રશંસતા,
પ્રફુલ્લ તરુ કદંબ શા સુસંત વિરલ જાણ એ. મૈત્રી ૯ અર્થ - અન્ય પુરુષોના ગુણોના અંશને પણ જે ગિરિ એટલે પહાડ સમાન ગણીને પ્રશંસા કરે, તેમજ કદંબ એટલે કેસુડાના વૃક્ષ સમાન બીજાના ગુણો જોઈ જે પ્રફુલ્લિત થાય, તેવા સાચા સંત પુરુષો જગતમાં વિરલા છે એમ જાણો. માટે જ કહ્યું કે મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે.
કેસુડાનું વૃક્ષ વસંતઋતુને જોઈ ખીલી ઊઠે છે. આખું ઝાડ કેસરી રંગના ફુલોથી છવાઈ જાય છે. પાન કરતા પણ ફુલો વિશેષ હોય છે. એવું આ વિરલ ઝાડ છે. તેમ બીજાના ગુણો જોઈ પ્રફુલ્લિત થનાર સંતપુરુષો કોઈ વિરલા છે.
ગાય ખાય ઘાસ તોય દૂઘ તો અમૃત જોય,
જલધિમૂલ જલદનું ફલ ઈક્ષરસ સમાન છે. મૈત્રી ૧૦ અર્થ :- ગાય ઘાસ ખાઈને પણ તે ઘાસમાંથી અમૃત જેવું દૂઘ બનાવી આપે છે, તેમ બીજાના દોષોમાંથી પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ. અથવા જલધિમૂલ એટલે સમુદ્ર છે મૂળ જેનું એવા જલદ એટલે વાદળાનું ફળ પણ ઈક્ષરસ એટલે શેરડી સમાન મીઠા જળને આપનાર થાય છે. અર્થાત્ સમુદ્રનું ખારું પાણી જે પીવાને લાયક નથી તેવા ખારા પાણીને પણ વાદળાઓ વરાળરૂપ બનાવી મીઠું કરીને જગતને આપે છે. જે પાણી શેરડીના રસ સમાન પીવાને લાયક બને છે. અથવા તે જ જળ શેરડીમાં જઈ સાકર બની મીઠા સ્વાદને આપે છે. તેમ ગમે તેવા દોષી જીવમાંથી પણ પ્રમોદભાવવડે ગુણ ગ્રહણ કરીને જીવનને અમૃતમય બનાવી શકાય છે. ૧૦
ગુણગ્રાહી દત્તાત્રય અનેક-ગુરુ-ગુણાલય, ગુણઘામ લોકત્રય ગુણાનુરાગવાનને. મૈત્રી ૧૧