SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧ ૧ મંગુસૂરિ પણ રસનાની લંપટતાના કારણે મરીને ગામના ગટરની પાસેના મંદિરમાં યક્ષ બન્યા. અષાડાભૂતિ મુનિ પણ સુગંધી મોદકના રસમાં આસક્ત થવાથી નટડીના મોહમાં ફસાઈ ગયા અને ગામે ગામ નાટક કરવા લાગ્યા. સંભૂતિમુનિનું દ્રષ્ટાંત - ચક્રવર્તીની પટરાણી જે સ્ત્રીરત્ન કહેવાય છે. તેણે સંભૂતિ વિજય મુનિના ચરણમાં નમસ્કાર કર્યા. તે વખતે તેના કોમળ ચોટલાના વાળનો સ્પર્શ થતાં મોક્ષમાર્ગને ભૂલી જઈ મુનિએ ચક્રવર્તીપદનું નિયાણું કરી લીધું. તેથી બ્રહ્મદત્ત ચક્રવર્તી બનીને સાત સો વર્ષનું આયુષ્ય ભોગવી અંતકાળે કુરુમતિ જે તેની પટરાણી હતી, તેના નામનું રટણ કરતો કરતો મરીને સાતમી નરકે ગયો. ત્યાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો તે નારકી થયો. બ્રહ્મદત્ત ચક્રવર્તીને પોતાના મનુષ્યજન્મના સાતસો વર્ષનું વિષયસુખ શું ભાવ પડ્યું તેનો હિસાબ જણાવે છે. તે સ્થિર ચિત્તથી વિચારી ઇન્દ્રિયસુખોથી વૈરાગ્ય પામી આ સંસારથી શીધ્ર નિવર્તવા યોગ્ય છે. એક અંતર્મહર્તિના ૩૭૦૦ થી કંઈક અધિક શ્વાસોચ્છવાસ થાય છે. તેવા એક શ્વાસોચ્છવાસમાં જેટલું ઇન્દ્રિયસુખ ભોગવ્યું તેના બદલામાં ૧૧ લાખ ૫૮ હજાર પલ્યોપમનું લગભગ દુઃખ તેને ભોગવવાનું આવ્યું. તે પણ સાતમી નરકનું. હવે એક પલ્યોપમનો કાળ કેટલો? તો કે ચાર ગાઉ પહોળો, તેટલો જ લાંબો અને ઊંડો એવા ખાડામાં જાગલીઆના વાળના કટકા કરીને નાખે કે જે વાળનો બીજો કટકો થઈ શકે નહીં. એવા વાળથી ઠાંસી ઠાંસીને તે કુઆને ભરે. પછી દર સો સો વર્ષે તેમાંનો એક એક વાળ બહાર કાઢે. એમ કરતાં જ્યારે એ ખાડો ખાલી થાય તેટલા સમયને એક પલ્યોપમ કહેવામાં આવે છે. એવા દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય. એવા તેત્રીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બ્રહ્મદત્ત ચક્રવર્તીને સાતમી નરકમાં ભોગવવાનું આવ્યું. આ બધા દુઃખનું કારણ પ્રેયની જ ઠગાઈ છે એમ શ્રેયે રાજસભામાં જણાવ્યું. “સપરસ રસના ગ્રાનનકો, ચખ કાન વિષય સેવનકો; બહુ કરમ કિયે મન માને, કછુ ન્યાય અન્યાય ન જાને.” સ્પર્શન, રસના (જિલ્લા), ધ્રાણ (નાસિકા), ચક્ષુ અને કાન એ પાંચ ઇન્દ્રિયોના વિષયોને મથુરા માની મેં સેવ્યા, તેમ કરતાં મનમાન્યાં એટલે અત્યંત અનંત કર્મો મેં બાંધ્યા, ને ન્યાય કે અન્યાય, ખરું કે ખોટું કંઈ મેં જાણ્યું નહીં, કશાયની મેં પરવા કરી નહીં. નિત્યનિયમાદિ પાઠ (પૃ. ૨૮૨) ||લા હાંરે કોઈ સદાચરણથી જીવ કમાયો હોય જો, તેને પ્રેમ ઠગ ભોળવી લૂંટી લે, ખરે! રે લો. હાંરે વધુ જરૂરિયાતે થાય કમાણ વિશેષ” જો, જગને જૂઠાં સત્યો શીખવી છેતરે રે લો. હાંરે વ્હાલા અર્થ - કોઈ જીવે સદાચરણ સેવીને ઉત્તમ આત્મહિતની કમાણી કરી હોય તેને પણ આ પ્રેય ઠગ ભોળવીને તેનું જીવન બરબાદ કરી દે છે. ઘમિલ નામે શેઠ પુત્ર સદાચારી હતો, વૈરાગી હતો પણ વેશ્યાના સંગમાં આવવાથી ઘર્મ, કર્મ, ઘરબાર બધું ભૂલી ગયો. “પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી. આંખ મળી છે તે ભગવાનના દર્શન માટે છે. કાન મળ્યા છે તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયોને સવળી કરી નાખવી. ઇન્દ્રિયો છે તે જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે.” બઘામૃત ભાગ-૧ (પૃ.૨૧૪)
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy