SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સર્વ ભવોની તેને યાદી આપી તથા આગામી દશમે ભવે તું તીર્થપતિ એટલે તીર્થકર બનનાર છે એમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાન પાસે સાંભળીને હું તારા પુણ્યનો ઉછાળો આવવાથી તને ચેતવવા માટે અહીં આવ્યો છું. In૪૩ી. સાધુ અજિતજય હવે ઉપદેશ દે કરુણાકર : ભવ-હેતુ આ ચિરકાળનું મિથ્યાત્વ વમ તું આકરું. તું આત્મશુદ્ધિ-હેતુ આ સમ્યકત્વ ઘારણ જો કરે, તો તીર્થપતિપદ પામીને ગૈલોક્યની વિભૂંતિ વરે. ૪૪ અર્થ – હવે સાઘુ અજિતંજય કરુણા કરીને ઉપદેશ આપે છે કે “સંસારના હેતુભૂત અનાદિકાળથી ચાલ્યું આવતું આકરું આ મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધાન તેને તું વમી નાખ. અને આત્માની શુદ્ધિ માટે જો તું સમ્યત્વને ઘારણ કરે તો તું તીર્થપતિ પદ પામીને ત્રણ લોકની વિભૂતિનો સ્વામી થઈશ. //૪જા સાઘક નહીં સૌ હિતનો સમ્યકત્વ સમ સદ્ઘર્મ કો; મિથ્યાત્વ સમ નહિ પાપ બીજું, કોષ સર્વ અનર્થનો.” સમ્યકત્વ સહ વ્રત બાર ને સંન્યાસ પણ તે આદરે, માંસાદિ હિંસાહેતુ તજતાં મરણનો ડર ના ઘરે. ૪૫ અર્થ – સમ્યક્દર્શન સમાન આત્માનું હિત કરનાર એવું સદ્ઘર્મનું બીજું કોઈ સાધન નથી. તેમજ સર્વ અનર્થનો કોષ એટલે ભંડાર એવા મિથ્યાત્વ સમાન બીજું કોઈ પાપ નથી. મુનિ ઉપદેશ સાંભળી સિંહ સમ્યકત્વ સાથે બાર વ્રતને અંગીકાર કરે છે તથા ભાવથી સંન્યાસ લઈ અનશન પણ લઈ લે છે. માંસાદિને હિંસાના કારણો જાણી તેને છોડી દેતાં મરણનો ડર પણ રાખતો નથી. II૪પા મુનિમુખ થકી સર્ઘર્મપ અમૃતરસ ઝરતો પીને, વિશુદ્ધ મનથી સિંહ મુનિને પરિક્રમા ત્રણ આપીને, મસ્તક નમાવી વ્રત વિચારી સંયમી ભાવે રહ્યો; ચિત્રલ સિંહ સમાન દીસે, બોઘમાં તન્મય થયો. ૪૬ અર્થ - મુનિના મુખકમળથી ઝરતો સદ્ઘર્મરૂપ અમૃતરસ પીને વિશુદ્ધ મનથી સિંહ, મુનિને પરિક્રમા એટલે પ્રદક્ષિણા ત્રણ આપી, મસ્તક નમાવી, વ્રતની ભાવના કરીને સંયમભાવે બોઘમાં એવો તન્મય થઈ ગયો કે જાણે ચિત્રમાં ચિત્રલ સિંહ ન હોય તેવો દેખાવા લાગ્યો. ૪૬ાા સુસમાધિ સહ તે સિંહ મરીને સિંહકેતું સુર૯ થયો, ને તીર્થપતિ આદિ તણા ઉપદેશ સુણવા પણ ગયો; યાત્રા પૂંજાદિ ભક્તિ સહ સુખ સ્વર્ગનાં પૂરા કરી તે ઘાતકી ખંડે વિદેહે રાજપુત્ર થયો મરી. ૪૭ અર્થ – સમ્યક સમાધિ સાથે મરણ કરીને તે સિંહ, સિંહકેતુ નામનો સૌઘર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી તીર્થકર ભગવાન આદિના ઉપદેશને સાંભળવા પણ ગયો. તીર્થોની યાત્રા, પૂજાઓ, ભક્તિભાવસહ કરતો સ્વર્ગમાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરી, આયુષ્ય પૂરું થયે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy