SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨૭ પણ સંસારનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કર્યો. પછી ત્યાંથી મરણ થતાં બઘા સૌઘર્મ નામના પહેલા સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયાં. ૧૩ તે દેવભવ પૂરો કરી ઘન-જીવ વિદ્યાઘર બને, બની ચક્રવર્તી-પુત્ર ઘરતો ચિત્રગતિ શુભ નામને; વળી નામ રત્નાવતી ઘરી ઘનવતી અને વિદ્યાઘરી નૃપ પુત્ર-વર વિષે પૂંછે નિમિત્તિયાને નોતરી. ૧૪ અર્થ – તે દેવનો ભવ પૂરો કરીને ઘનકુમારનો જીવ વિદ્યાધર થયો. તે સૂર નામના ખેચરના ચક્રવર્તી રાજાને ઘેર પુત્રરૂપે અવતરવાથી તેનું શુભ નામ ચિત્રગતિ રાખવામાં આવ્યું. તથા ઘનવતીનો જીવ આ ભવમાં રત્નવતીના નામે વિદ્યારીરૂપે અવતર્યો. તેના પિતા અસંગસિંહ નામે રાજા હતા. તેણે પોતાની આ શ્રેષ્ઠ પુત્રી વિષે નિમિત્તિયાને બોલાવી તેનું ભવિષ્ય પૂછ્યું. I/૧૪ “જે ખગ્ન દેવીનું દીધેલું આપનું જે હરી જશે, જેના ઉપર જિનમંદિરે વળી પુષ્પવૃષ્ટિ પણ થશે, તે વર વરશે રત્નવતને” એમ કહી નિમિત્તિયો લઈ દક્ષિણા, આનંદથી નિજ મંદિરે ચાલ્યો ગયો. ૧૫ અર્થ - દેવી દ્વારા આપેલ આપનું ખગ્ન એટલે તરવારને જે હરી જશે તથા જેના શિર ઉપર જિનમંદિરમાં પુષ્પની વૃષ્ટિ થશે, તે વીર પુરુષ તમારી પુત્રી રત્નાવતીને વરશે એમ નિમિત્તિયાએ જણાવ્યું. તેને રાજાએ દક્ષિણા આપી, તે લઈ આનંદથી તે પોતાના ઘેર ચાલ્યો ગયો. ૧પો. અથ ચક્રપુરમાં રાય સુગ્રીવ-પુત્ર પવ, સુમિત્ર છે; નિજ પુત્ર માટે પા-મા સુમિત્રને વિષ-અન્ન દે; સુમિત્રને મૂર્ણિત દેખી નૃપ, વિલાપ કરે અતિ, વળી ચિત્રગતિ તે અવસરે વિમાનમાં કરતો ગતિ. ૧૬ અર્થ :- અથ એટલે હવે ચક્રપુરમાં રાજા સુગ્રીવના પદ અને સુમિત્ર નામના બે પુત્ર છે. પદ્મની માં પોતાના પુત્રને રાજ્ય મળે તે માટે પોતાની શૉકના પુત્ર સુમિત્રને અન્નમાં વિષ આપ્યું. તેથી મૂર્શિત થયેલા પોતાના પુત્ર સુમિત્રને જોઈ રાજા અતિ વિલાપ કરવા લાગ્યો. તે અવસરે ચિત્રગતિ વિમાનમાં બેસીને તેમના ઘર ઉપરથી જ જતો હતો. [૧૬ાા. આજંદ સુણીને કુતૂહલે વિમાનથી તે ઊતરે, ને ચિત્રગતિનો મંત્રી મંત્રિત પાણી છાંટી વિષ હરે; સુંમિત્ર બેઠો થઈ પૂંછે : “શા કારણે ટોળે મળ્યા?” ભૂપતિ કહે, “તુજ અપરમાએ વિષ દઈ દુખિયા કર્યા; ૧૭ અર્થ – આવો આજંદપૂર્વકનો વિલાપ સાંભળીને કુતૂહલથી ચિત્રગતિનો જીવ વિમાનમાંથી નીચે ઊતર્યો. તથા ચિત્રગતિના મંત્રીએ મંત્રિત પાણી છાંટીને તે વિષનું હરણ કરી લીધું. તેથી સુમિત્ર બેઠો થઈને પૂછવા લાગ્યો કે તમે બઘા શા કારણે ભેગા થયા છે. ત્યારે રાજાએ કહ્યું કે તારી અપરમાતાએ તને વિષ આપી બઘાને દુઃખી કર્યા છે. ||૧ળા
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy