________________
૩ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તુજ પુણ્યથી આવી મળ્યા આ અતિથિઓ ઉપકાર બે. મૃત તુલ્ય તુજને ર્જીવિત કરી, અમને બન્યા સુખકારી એ.” સુમિત્ર સન્મતિથી ગણે, “ઉપકાર આ તે માતનો,
જે પ્રાણદાતા મિત્ર દે, અવસર ગયો એ ઘાતનો.” ૧૮ અર્થ :- તારા પુણ્ય પ્રભાવે બે ઉપકારી અતિથિઓ આવી મળ્યા અને મરેલા જેવા તને જીવીત કરીને અમને બધાને સુખના આપનાર થયા છે. આ સાંભળી સુમિત્રે સબુદ્ધિથી વિચાર કરીને કહ્યું કે આ તો અપરમાતાનો ઉપકાર ગણવો જોઈએ કે જેણે આવું નિમિત્ત ઊભું કરવાથી મને પ્રાણના દાતા એવા મિત્રની ભેટ થઈ તથા મારા મરણની ઘાતનો અવસર પણ ટળી ગયો. ૧૮
સુમિત્ર-આગ્રહ માની, ચિત્રગતિ રહે દિન થોડલા, માગે રજા ત્યાં કેવળી વળી નિકટ વિચરે, સાંભળ્યા; સૌ વંદના કરવા ગયા, ત્યાં દેશના શુભ સાંભળે;
નરપતિ પૂંછે, “વિષદાન-કારણ, કટુક ફળ કેવું મળે?” ૧૯ અર્થ :- સુમિત્રનો આગ્રહ માનીને ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે થોડા દિવસ ત્યાં રહ્યા. ઘરે જવાની રજા માંગી, ત્યાં તો વળી નિકટમાં જ કેવળી ભગવાન વિચરી રહ્યા છે એમ સાંભળ્યું. તેથી સૌ તેમની વંદના કરવા માટે ગયા. ત્યાં પ્રભુની શુભ દેશના સાંભળતા રાજાએ પૂછ્યું કે ભગવન્! આ પુત્રને મારવા માટે કારણરૂપે વિષ આપ્યું તો તેનું કડવું ફળ તેને કેવું મળશે? I૧૯ll
કેવળી કહે : “સુમિત્રને દેનાર વિષ રાણી સુણી, નહિ દોષ તેનો માનવો; શીખ મંત્રીની તેણે ગણી, સામંતની પણ પ્રેરણા;” સુણી રાય નીરખે તેમને,
ભય તેમને પેઠો, પરંતુ કેવળી કહે ભૂપને ૨૦ અર્થ - કેવળી ભગવંત તે વાતને સ્પષ્ટ કરતાં બોઘરૂપે જણાવા લાગ્યા કે સુમિત્રને વિષ દેનાર રાણી છે એમ સાંભળીને તેનો દોષ માનવો નહીં. તેણે તો મંત્રીની શીખ પ્રમાણે કર્યું છે. તેમાં બીજા સામંતની પણ પ્રેરણા છે. આ સાંભળીને રાજા, મંત્રી વગેરે તરફ જોવા લાગ્યા. તેથી મંત્રી વગેરેને મનમાં ભય ઉત્પન્ન થયો. તેથી ફરી કેવળી ભગવાન રાજાને કહેવા લાગ્યા. /૨૦ાા.
“નિર્દોષ તુજ સામંત, મંત્રી; અન્ય ગૃપના તે ગણો.”
ત્યાં રાય વિસ્મય પામિયો, ગણ કોઈ નૃપ અરિ આપણો. મુનિવર કહે : “સુણ ભૂપતિ, બે જાતનાં છે રાજ્ય તો
આંતર અને જે બાહ્ય, તેમાં બાહ્ય ભણી ના રાજ, જો. ૨૧ અર્થ :- તારા સામંત અને મંત્રી નિર્દોષ છે. તે અન્ય ગૃપના કામ છે એમ જાણો. આ સાંભળી રાજા વિસ્મય પામી વિચારવા લાગ્યો કે કોઈ અન્ય રાજા આપણો શત્રુ છે અને તેના આ બધાં કામ છે.
ત્યારે કેવળી ભગવંત ફરી કહેવા લાગ્યા કે હે રાજન! બે જાતના રાજ્ય છે. એક અંતરનું રાજ્ય અને બીજાં બાહ્ય રાજ્ય. પણ અહીં બાહ્ય રાજ્ય વિષે કંઈ કહેવું નથી. ૨૧ાા.