________________
૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
રત્નોની ખાણ સમાન પ્રભુની મહા માતા જગતમાં શોભવા લાગ્યા. પછી નવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. જે મતિ, શ્રત, અવધિ એવા ત્રણ જ્ઞાનગુણથી શોભતા હતા. શું પૂર્વપુણ્યરૂપી સૂર્યનો ઉદય થયો? કે જેનું ત્રણેય લોકમાં જાણપણું થઈ ગયું.
વળ કલ્પતરુનાં પુષ્પની વૃષ્ટિ, સુગંથી વાયુ, જો બહુ દેવ દોડી આવિયા, ભરી નગરની સૌ બાજુઓ; ત્યાં આંગણામાં ઈન્દ્રઇન્દ્રાણી ઘણાં શોભી રહ્યાં,
ઇન્દ્રાણી તો પ્રસૂંતિગૃહે દર્શન પ્રભુનાં પામિયાં. ૨૪ અર્થ - વળી કલ્પવૃક્ષના ફૂલોની વૃષ્ટિ થઈ, સુગંધી વાયુ વાયો અને ઘણા દેવ દેવીઓ પણ દોડીને આવી પહોંચ્યા. આખું નગર ચોફેરથી ભરાઈ ગયું. ત્યાં પ્રભુના ઘર આંગણામાં ઊભેલા ઇંદ્ર ઇંદ્રાણી ઘણા શોભતા હતા. ઇંદ્રાણી તો પ્રસુતિગૃહમાં જઈને પ્રથમ પ્રભુના દર્શનને પણ પામ્યા. ૨૪
જિનમાત ને જિનને નમી સ્તુતિ શચી ત્યાં ઉચ્ચરે : “જિનદેવ-સુતને પ્રસવનારી મહાદેવી ઘન્ય હે! ત્રિલોકપતિને જન્મ આપ્યો તેથી જગમાતા તમે,
તુમ સમ નહીં સ્ત્રી અન્ય કોઈ, તેથી સૌ નમીએ અમે.” ૨૫ અર્થ - હવે શચી એટલે ઇંદ્રાણી જિનમાતાને તેમજ જિનેશ્વરને નમીને સ્તુતિરૂપે ઉચ્ચાર કરવા લાગ્યા, કે હે જિનદેવ-પુત્રને જન્મ આપનારી મહાદેવી તમને ઘન્ય છે. ત્રિલોકપતિને જન્મ આપ્યો માટે તમે જગતની માતા છો. તમારા સમાન જગતમાં બીજી કોઈ સ્ત્રી નથી. માટે તમને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. /રપા
પછી દેવમાયા-નીંદ આપી માતને ઇન્દ્રાણીએ માયામયી બાળક મૈંકીને ઇન્દ્રને પ્રભુ આણી દે. પ્રભુ તેડતાં આનંદિયાં તે ઇન્દ્ર-ઇન્દ્રાણી અતિ;
સૌ દેવ જિનમુખ દેખી અનુપમ ભાવથી કરતા સ્તુતિ. ૨૬ અર્થ :- પછી ઇંદ્રાણીએ દેવાયા વડે પ્રભુની માતાને નિદ્રા આપી, ત્યાં માયામયી બાળક મૂકી પ્રભુને લઈ ઇન્દ્રને આણી આપ્યા. પ્રભુને તેડતા ઇન્દ્ર અને ઇંદ્રાણી ખૂબ આનંદ પામ્યા. તેમજ સર્વ દેવો પણ જિનમુખ નિરખતાં આનંદ પામી અનુપમ ભાવથી સ્તુતિ કરવા લાગ્યા. રા.
ઐરાવતે ચઢી ઇન્દ્ર વીરને ગોદમાં લઈ ચાલિયા, મેરું ઉપર કરીને મહોત્સવ આવ માને આલિયા; નિદ્રા કરી દૂર માતની લઈ પિતૃ–અંકે પ્રભુ ઘરે,
બહુ લોક પુરના આવિયા અભિષેકની વાતો કરે. ૨૭ અર્થ - ઐરાવત હાથી ઉપર ચઢી સૌધર્મેન્દ્ર પ્રભુ વીરને ગોદમાં લઈને ચાલ્યા. મેરુ ગિરી પર જઈ જન્મ મહોત્સવ ઊજવી પ્રભુનો અભિષેક કરી પાછા માતા પાસે લાવી આપ્યા. હવે માતાની માયામયી ઊંઘ નિવારી પ્રભુને લઈ પિતાના ખોળામાં મૂક્યા. પછી ઘણા નગરના લોકો પ્રભુના દર્શન કરવા આવ્યા અને પ્રભુનો અભિષેક કરવાની વાતો કરવા લાગ્યા. તેરા