SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તરીકે સ્વીકારી એક માત્ર મુક્તિની જ ટેક અર્થાતુ માત્ર મોક્ષ અભિલાષ જ હૃદયમાં રાખ્યો હતો. એવા પ્રભુશ્રીજીને બહુ પુણ્યના પુંજથી સગુરુ ભક્તિની યુક્તિ પણ મળી આવી. જેથી સંસાર ભાવોની વિસ્મૃતિ કરીને સ્વયં પરમકૃપાળુદેવની ભક્તિથી ગુરુપદ પામ્યા. સગુરુ ભગવંત પ્રગટ દીવો હતા. તેથી પોતાની પણ આત્મજ્યોત પ્રગટાવી પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાની ગુરુ પદવીને અતિયુક્તિવડે ગોપવી દીધી. તે કેવી રીતે? તો કે પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે પ્રભુ! અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ તે તમારા ગુરુ માનવા, એમ કહી પોતાના ગુરુ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને જ પ્રખ્યાતિમાં લાવવા પોતે આજીવન પ્રયત્ન કર્યો. ૧૬ાા. રે! નરસ આહારે નિભાવે દેહ મમતા મૂકીને, વિલાસની તર્જી લાલસા સૌ; સ્વપર મતને જાણીને, ઉપદેશની અમદાર વર્ષે સર્વનું હિત તાકીને, સુંધર્મ-તીર્થ દીપાવતા તે પરમ કરુણા આણીને. ૧૭ અર્થ:- પોતાના દેહ પ્રત્યેનો મમત્વભાવ મૂકી દઈ માત્ર દેહને ટકાવવા અર્થે જેઓ નીરસ આહાર લેતા હતા. તથા મનથી ભોગ વિલાસની લાલસાઓને જેણે તજી દીધી હતી, એવા પ.પૂ.પ્રભુશ્રીજી કે જેણે સ્વ શું? અને પર શું? એવી માન્યતાઓને સમ્યપણે જાણી સર્વના હિતાર્થે ઉપદેશની અમૃતવારા વર્ષાવી હતી. તથા જગતના જીવોના કલ્યાણ અર્થે હૃદયમાં પરમ કરુણાભાવ લાવી પરમકૃપાળુદેવે ઉદ્ભૂત સભ્ય ઘર્મરૂપ તીર્થને પરમકૃપા કરી દીપાવ્યું હતું. ૧થી. આચાર પંચ ઘરી ઉરે, દાતાર તેના અન્યને, કૃતઘર્મનો આઘાર ઘર ઉદ્ધારનાર અનન્ય છે, શિષ્યોની પણ સેવા કરે સહી કષ્ટ જાતે, ઘન્ય તે, ગુરુ મર્મસ્પર્શી મઘુર વચને શરણ દે, સૌજન્ય એ! ૧૮ અર્થ :- મુનિના પંચ આચારને હૃદયમાં ઘારણ કરી બ્રહ્મચારી ભાઈ-બહેનો તથા મુમુક્ષુઓ વગેરેને આચારના બોઘનું દાન આપતા હતાં. તેમજ શ્રતમાં ઉપદિષ્ટ ઘર્મનો આધાર લઈ ભવ્ય જીવોનો અનન્ય રીતે ઉદ્ધાર કરનાર હતા. જરૂર પડ્યે શિષ્યોની પણ સેવા જાતે કષ્ટ વેઠીને કરતા એવા પ્રભુશ્રીજીને ઘન્ય છે. વળી પોતાની મર્મસ્પર્શી મધુર વાણીથી જીવોને સમજાવી પરમકૃપાળુદેવનું શરણ અપાવતા હતા, એ એમનું સૌજન્ય એટલે સજ્જનતા અથવા ભલાઈ કરવાની ભાવનાની નિશાની હતી. ૧૮ વ્યવહારકુશળ વર્તતા ગુરુગમ સહિત ઘીરજ ઘરી, છોડી પ્રમાદ સુકાર્ય યોજી સંઘ-સેવા આદરી; દર્શાવતા શરણાગતોને મોક્ષમાર્ગ દયા કરી, ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા નામનો ગાયો સ્મરી. ૧૯ અર્થ - પોતાના ગુરુ પરમકૃપાળુદેવથી ગુરુગમ પામી ઘીરજ ધરીને વ્યવહાર-કુશળ રીતે જેઓ વર્તતા હતા. સ્વયં પ્રમાદ તજી સંઘને આત્મહિતના કાર્યમાં જોડી સંઘની સેવા આદરી હતી. દયા કરીને જે શરણાગતોને મોક્ષનો માર્ગ બતાવતા હતા. એ ગુરુનો પ્રગટ પ્રકર્તા નામનો ગુણ છે; તેને અહીં સ્મરીને ગુણગાન કર્યું છે. ૧૯ો.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy