SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સમયોચિત ઉત્તર દઈ સીતા વ્રત ઘારણ એવું કરતી, “રામચંદ્રના ક્ષેમકુશળની વાત સુણું નહિ સત્યવતી ત્યાં સુધી મૌન નિરંતર ઘારું, ભોજનનો પણ ત્યાગ કરું.” તપસ્વિની સમ ભૈષણ-અશન તર્જી પાળે વ્રત એવું કપરું. ૩૫ અર્થ - સમયને ઉચિત રાવણને ઉત્તર દઈ સતી સીતાએ એવું વ્રત ઘારણ કર્યું કે શ્રીરામચંદ્રના કુશળક્ષેમની વાત સત્યસ્વરૂપે મારા સાંભળવામાં આવે નહીં ત્યાં સુધી નિરંતર મૌન ઘારણ કરીને રહીશ અને ભોજનનો પણ ત્યાગ કરું છું. આમ તપસ્વિની સમાન બની આભૂષણ અને ભોજનનો પણ ત્યાગ કરી તે કપરું વ્રત પાળવા લાગી. રૂપા રાવણને પણ લાગ્યું કે નહિ કોઈ રીતે હમણાં પલળે, કાલક્રમે એ રામ વીસરશે, ટૂંકું ઉદ્યાન અશોક તળે; તર્જી ઉદ્યાન ગયો લંકા ત્યાં ચક્ર પ્રગટિયું શસ્ત્ર-ગૃહે, લંકામાં ઉત્પાત થયા તે મરણ-સૅચક ગણી, મંત્રી કહે : ૩૬ અર્થ :- રાવણને પણ લાગ્યું કે હમણાં આ કોઈ રીતે પલળે એમ નથી. સમય વીતતાં એ રામને વીસરી જશે. માટે હાલમાં એને બગીચામાં અશોક વૃક્ષ નીચે મૂકી દઉં. સીતા સતીને બાગમાં મૂકી રાવણ લંકાપુરીમાં ગયો. ત્યાં શસ્ત્રાગારમાં કાલચક્ર સમાન ચક્રરત્ન પ્રગટ થયું અને લંકામાં અનેક મરણ સૂચક ઉત્પાત થવા લાગ્યા તેને જોઈને મંત્રી કહેવા લાગ્યા. /૩૬ રામચંદ્ર બળભદ્ર થવાના. લક્ષ્મણ નારાયણ સમજો અભ્યદય બન્નેનો દીસે, સતી સીતાની આશ તજો; અશુભ-ગૂંચક ઉત્પાદો પુરના સમજી દૂર કલંક કરો, યુગ યુગ નામ વગોવે તેવું કામ નહીં મનથી ય સ્મરો.”૩૭ અર્થ - મંત્રીઓએ રાવણને જણાવ્યું કે રામચંદ્ર, બળભદ્ર થવાના છે અને તેમના નાનાભાઈ લક્ષ્મણને નારાયણ સમજો. આ બન્નેનો વર્તમાનમાં અભ્યદય એટલે ચઢતો પુણ્યનો ઉદય છે. માટે તમે સતી સીતાની આશા મૂકી દો. નગરમાં થતા અનેક અશુભ-સૂચક ઉત્પાદોને સમજી આ સીતા સતી પ્રત્યેનો મોહ મૂકી, કલંકને દૂર કરો. યુગ યુગ સુધી તમારું નામ વગોવે એવા કામની તમે મનથી પણ સ્મૃતિ ન કરો. ૩શા મંત્રીને ઉત્તર દે રાવણ : “વગર વિચાર્યું કેમ કહો? યુક્તિ-વિરુદ્ધ વચન બોલો છો, સીતા હરણ શુભ શુકન કહોઃ સીતારૂપી સ્ત્રી-રત્ન મળ્યું કે ચક્રરત્ન ઉત્પન્ન થયું, હવે અઘિપતિ છયે ખંડનો બનવાનો, દુઃખ સર્વ ગયું.” ૩૮ અર્થ - મંત્રીઓને ઉત્તરમાં રાવણ જણાવે છે કે તમે વિચાર્યા વગર કેમ બોલો છો? યુક્તિ વિરુદ્ધ વચન બોલો છો. સીતાનું હરણ કરવું એ તો શુભ શુકનનું ચિહ્ન છે. સીતારૂપી સ્ત્રીરત્ન મળ્યું કે શસ્ત્રાગારમાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. હવે તો હું છએ ખંડનો અઘિપતિ બનીશ. સર્વ દુઃખ હવે નાશ પામી ગયા. ૩૮
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy