________________
૬ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કરવાનું રહી ન જાય એમ વિચારી ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ કરીને ખૂબ લાભ લૂંટે છે. એ વિષે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવેલ છે કે –
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોઘના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. “સમર્થ ગોયમ મા પમU' - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ઘનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીઘો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ઘર્મકર્તવ્ય કરવું રહી જશે.”(વ.પૃ.૯૪) //ફા.
ક્યાંથી મળે માનવજન્મ આવો? માટે મળેલી પળ ના ગુમાવો.
જુવાની ચાલી જતી આ જણાય, ઉતાવળે આવી રહી જરાય; ૭ અર્થ :- આવો શ્રી સદ્ગુરુ ભગવંતના યોગસહિતનો માનવ જન્મ ફરી ક્યાંથી મળે? માટે મળેલી આવી ઉત્તમ પળોને વ્યર્થ ગુમાવવી નહીં. પણ ‘ઝબકે મોતી પરોવી લે તેમ તે પળ પળનો પૂરો સદુપયોગ કરી આત્માનું હિત કરી લેવું. “જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય!” (વ.પૃ.૫૮)
યુવાન અવસ્થા સમયે સમયે વ્યતીત થઈ રહી છે અને જરા અવસ્થા ઉતાવળે આવી રહી છે; તેનો ખ્યાલ કરી ચેતી જાઓ; નહીં તો આખરે પસ્તાવું પડશે. આ વિષે શ્રી લઘુરાજ સ્વામી, ઉપદેશામૃતમાં જણાવે છે કે – “જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુઘી ઘર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહા દુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ઘર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુઘી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે.” -ઉપદેશામૃત (પૃ.૩૬૯)
જરા ન પડે જ્યાં સુઘી, વ્યાધિ વઘી ન જાય;
મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુઘી ઘર્મ સઘાય.” પૂ.શ્રી બ્રહ્મચારીજી //શા વ્યાધિ, પીડા, ફિકર ને ઉપાધિ, ઘેરી રહી, ક્યાંથી મળે સમાધિ?
તાકી રહેલો વળી કાળ ભાળો, તેથી પ્રમાદે નહિ કાળ ગાળો. ૮ અર્થ :- આ સંસારમાં ત્રિવિધ તાપરૂપ વ્યાધિ, પીડા, ફિકર-ચિંતા અને ઉપાથિએ સર્વ સંસારી જીવોને ઘેરી લીઘા છે, તો ત્યાં આત્માને શાંતિરૂપ સમાધિ ક્યાંથી પ્રાપ્ત થાય. વળી,
તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે,
પાણી પહેલાં બાંઘી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે?” એમ માથા ઉપર કાળ તાકીને ઊભો છે તેને ભાળો અને પ્રમાદમાં હવે એક પળ પણ ન ગાળો.