________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૩
કાળરૂપી અજગરના મોઢામાં બેઠો છે તે મોટું ક્યારે બંઘ કરશે તેની ખબર નથી માટે એક સમય પણ પ્રમાદ ન કરવો. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.” ૐ (વ.પૃ.૬૧૩) I/૮ાા
ઉત્પત્તિ, મૃત્યુ વળી શોક, દુઃખ ટાળી પમાડે પરમાત્મ-સ્ખ,
એવા સુઘર્મે મન જોડી દેવું, શાને પ્રમાદે નર-આયુ ખોવું? ૯ ઉત્પત્તિ એટલે જન્મ, મૃત્યુ અને વળી શોક ચિન્તા કે દુઃખ એ બઘા સંસારમાં રહેલા છે.
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ.” શ્રીમદ્ રાજચંદ્ર આ બધા દુઃખોને ટાળી પરમાત્મસુખને સર્વ કાળને માટે પમાડે એવા સુધર્મમાં મનને જરૂર જોડી દેવું, પણ પ્રમાદમાં પડ્યા રહી આ દુર્લભ મનુષ્યઆયુને શું કામ હોવું જોઈએ.
કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૩) “પ્રમાદ વિષે પ્રથમ આપને લખેલું “એક પળ ખોવી તે એક ભવ ગુમાવવા તુલ્ય છે.” તે વિષે પાછળના પત્રોમાંથી જોવા વિનંતી છેજી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા દ્રઢ નિશ્ચયની જરૂર છે. તે ઓછો કરવાનો જેણે નિશ્ચય કર્યો છે તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝૂંટવી લઈ જેટલો અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે. પ્રમાદ ઓછો કરવો જ છે એ લક્ષ ચુકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય; અને “કર વિચાર તો પામ” કહ્યું છે તેમ આત્મસ્વરૂપનો નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુથી અપ્રમત્ત રહેવાય તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે.” - ઓથામૃત ભાગ-૩, પત્રાંક-૨૨૨ ll
નિર્મૂળ સૌ દુઃખ થવા બતાવે, સન્માર્ગ જે વીર મહા પ્રભાવે;
સંક્ષેપમાં તે સમજાય તેવું, આ કાવ્યમાંથી હિત ઘારી લેવું. ૧૦ અર્થ - સંસારમાં જન્મ, જરા, મૃત્યુ કે આધિ, વ્યાધિ, ઉપાધિ કે રોગ, શોક, ચિંતા કે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે દુઃખો રહેલા છે, તે સર્વ દુઃખોને નિર્મળ કરવા માટે શ્રી વીર પરમાત્માએ મહાન અતિશયોના પ્રભાવ સહિત જે ઉપદેશ આપ્યો છે તે સંક્ષેપમાં સમજાય તેમ આ કાવ્યમાં વર્ણવ્યું છું. તેને જાણીને તે પ્રમાણે વર્તી આત્માનું હિત સાથી લેવું. ૧૦ના
સંપૂર્ણ જે જ્ઞાનવિકાસ સાથે, અજ્ઞાન ને મોહ અશેષ ઘાતે;
જે રાગ ને ષ સમૂળ છેદે, તે મોક્ષ-એકાંતિક-સુખ વેદે. ૧૧ અર્થ - જે ભવ્યાત્મા પોતાના સંપૂર્ણ જ્ઞાનવિકાસને સાથે છે અર્થાત્ કેવળજ્ઞાનને પ્રગટાવે છે, તે અજ્ઞાન એટલે દર્શનમોહ અને ચારિત્રમોહનો પણ અશેષ એટલે સંપૂર્ણપણે નાશ કરે છે. એમ જે રાગ અને દ્વેષને સમૂળગા છેદે તે જ મોક્ષના એકાન્તિક એટલે જ્યાં માત્ર અવ્યાબાધ સુખ રહ્યું છે એવા મોક્ષસુખનો ભોક્તા થાય છે. ૧૧૫
તેનો કહું માર્ગ સુણો સુચિત્તે સદ્ગરુ, મોટા નર સેવવા તે,
અજ્ઞાનના સંગથી દૂર નાસો, સ્વાધ્યાય સલ્ગાસ્નતણો ઉપાસો- ૧૨ અર્થ:- તે શાશ્વત સુખરૂપ મોક્ષનો માર્ગ કહું છું, તેને ચિત્તની એકાગ્રતાપૂર્વક સાંભળો. તેના માટે