SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૩ ૫. અર્થ - જીવ તત્ત્વ સિવાય બાકી બધા અજીવ તત્ત્વ છે. તે અજીવ તત્ત્વમાં પણ મુખ્ય પુગલ દ્રવ્ય છે, જે કર્મરૂપે પરિણમે છે. પુદ્ગલની બનેલી કાર્મણ વર્ગણાઓને કર્મરૂપે પરિણાવવામાં પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતા રાગદ્વેષના ભાવો છે. માટે કર્મ બાંઘવા એ પાંચ ઇન્દ્રિયો અને મનનો વિષય છે એમ સ્થળપણે સમજાય છે. સૂક્ષ્મપણે જોતાં તો આત્માના ભાવ જ કર્મબંઘનું કારણ છે. દિવ્ય જ્ઞાને સૂક્ષ્મ પણ મૂર્ત સ્વરૂપ જણાય; બાકી પાંચે દ્રવ્ય તો અમૂર્તરૂપ મનાય. ૮૭ અર્થ દિવ્યજ્ઞાન એટલે કેવળજ્ઞાન વડે પુદ્ગલ પરમાણુનું સૂક્ષ્મ મૂર્ત એટલે રૂપી સ્વરૂપ છે તે જણાય છે. બાકી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા જીવ, ઘર્મ, અઘર્મ, આકાશ અને કાળ દ્રવ્ય એ પાંચ દ્રવ્યો તો અમૂર્ત એટલે અરૂપી દ્રવ્યો છે. ૮ળા ગતિ સ્થિતિ પુદ્ગલ-જીવની ત્રિલોકમાં જે થાય; તેમાં ઘર્મ-અઘર્મ દે ઉદાસીન સહાય. ૮૮ અર્થ - પુદ્ગલ કે જીવ દ્રવ્યની ગતિ એટલે ચાલવાપણું કે સ્થિતિ એટલે એક ઠેકાણે સ્થિર રહેવાપણું, જે ત્રણેય લોકમાં થાય છે, તેમાં લોકમાં સર્વત્ર રહેલ ઘર્માસ્તિકાય દ્રવ્ય તે તે પદાર્થને ચાલવામાં તેમજ અઘર્માસ્તિકાય દ્રવ્ય તે તે પદાર્થને સ્થિર રહેવામાં ઉદાસીનરૂપે સહાયક હોય છે. ઉદાસીનરૂપે એટલે પોતે ચલાવે નહીં પણ જે પદાર્થ ચાલવા માંડે તેમાં તે ઉદાસીનપણે સહાયક હોય અથવા જે પદાર્થ સ્થિર રહે તે સ્થિરતામાં પણ તે ઉદાસીનપણે સહાયક હોય છે. ૮૮. તેમ જ નભ અવગાહને, પરિણમને દે કાળ; એમ અર્જીવ જડ તત્ત્વ સૌ લક્ષણથી જ નિહાળ. ૮૯ અર્થ - તેવી જ રીતે નભ એટલે આકાશ દ્રવ્ય છે. તે પદાર્થોને અવગાહના એટલે અવકાશ આપે છે. અર્થાત્ જગ્યા આપે છે તથા કાળ દ્રવ્ય છે તે પદાર્થના પરિણમનમાં સહાય કરે છે. જગતમાં રહેલ સર્વ દ્રવ્યોનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. તેમાં આ કાળદ્રવ્ય સહાયભૂત છે. એમ પાંચેય અજીવ એવા જડ તત્ત્વોને તેના લક્ષણોથી જાણી શકાય છે. દા. જીંવ-લક્ષણ ઉપયોગ છે, તે ત્રણ ભેદે હોય; શુભ, અશુભ કે શુદ્ધઝુંપ; મોક્ષ શુદ્ધથી જાય. ૯૦ અર્થ - જીવ દ્રવ્યનું લક્ષણ જ્ઞાન ઉપયોગ છે. તેના ત્રણ ભેદ છે. તે શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગરૂપે છે. શુદ્ધ ઉપયોગથી જ જીવને મોક્ષ પ્રાપ્તિ થાય છે. II૯૦ના શુભ-અશુંભ ભવહેતુફેંપ પુણ્ય-પાપનું મૂળ; ભાવાસ્ત્રવરૃપ ભાવ તે, દ્રવ્યાસ્ત્રવ અનુકૂળ. ૯૧ અર્થ – શુભ અને અશુભ ઉપયોગ તે સંસારના કારણરૂપ છે અથવા પુણ્ય, પાપના મૂળ છે. શુભભાવ કરવાથી શુભ કર્મોનો આસ્રવ અને અશુભભાવ કરવાથી અશુભ કર્મોનો આસ્રવ થાય છે. તે શુભ કે અશુભ ભાવ દ્રવ્ય કર્મોના આમ્રવનું એટલે આવવાપણાનું કારણ બને છે. તેને આસ્રવ તત્ત્વ કહેવામાં આવે છે. II૯૧ાા
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy