SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હવે ચાર ગતિમાં જવાના કારણ શું છે તે જણાવે છે : અર્થ - જગતમાં નરક, તિર્યંચાદિ ગતિઓમાં દુઃખ ભોગવવાનું મૂળ કારણ તે પાપકર્મ છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ મૂર્છા અથવા સાત વ્યસન વગેરેથી જીવને પાપનો બંઘ થાય છે. તથા સ્વર્ગ, મનુષ્યાદિ ગતિયોમાં સુખસંપત્તિની અનુકૂળ સામગ્રી મળવી તે પુણ્ય થકી મળે છે. દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ, સ્વાધ્યાય અને જપ આદિ કરવાથી જીવને પુણ્યનો બંધ થાય છે. ૧૮૦ના સતતત્ત્વમાં પ્રથમ જીંવ, નિજ ભૂંલથી ભમનાર, વ્યવહારે સંસાર ર્જીવ કર્મયોગ ઘરનાર. ૮૧ અર્થ - હવે જાણવા યોગ્ય જે સાત તત્ત્વ છે, તેને વિસ્તારથી સમજાવે છે : સાત તત્ત્વમાં પ્રથમ જીવ તત્ત્વ છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલી જઈ પરને પોતાનું માની તે પ્રત્યે રાગદ્વેષ કરી આ સંસારમાં ભમ્યા કરે છે. વ્યવહારથી આ સંસારી જીવ કર્મયોગ સહિત છે. ૧૮૧ાા નિશ્ચય નિજ સ્વરૂપ તો શિવસુખનો ભંડાર; સર્વ કર્મ સત્સાઘને ક્ષય કીઘે ભવપાર– ૮૨ અર્થ – નિશ્ચયનયથી એટલે મૂળસ્વરૂપે જોતાં તો પોતાનો આત્મા જ મોક્ષસુખનો ભંડાર છે. સર્વ કમને સત્સાઘન વડે એટલે મોક્ષના ઉપાય એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિઆદિ વડે ક્ષય કરવાથી આ જીવ ભવપાર થઈ શકે એમ છે. ૮૨ા. લોકશિખર પર સિદ્ધ ઑવ અનંત શિવપદમાંહીં, પ્રગટ અનંત ગુણો સહિત, વસે આત્મસુખમાંહી. ૮૩ અર્થ - લોકશિખર એટલે લોકના અંતભાગમાં ભવપાર થયેલા અનંત સિદ્ધ જીવો સર્વકર્મથી મુક્ત એવા શિવપદમાં પોતાના અનંત પ્રગટ ગુણો સહિત આત્મસુખમાં બિરાજમાન થઈને રહેલા છે. દવા પુદ્ગલ, ઘર્મ, અથર્મ, નભ, કાલ, અર્જીવ અવઘાર; જીવ, અર્જીવ બે તત્ત્વકૅપ, દ્રવ્ય છયે વિચાર. ૮૪ અર્થ :- છ દ્રવ્યોનું બનેલું આ આખું વિશ્વ છે. તેમાંના જીવ દ્રવ્યની વાત ઉપરની ગાથાઓ વડે જણાવી. હવે બીજા દ્રવ્યો તે પુદ્ગલ, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, નભ એટલે આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય છે. આ પાંચે અજીવ દ્રવ્ય છે એમ હું માન. સંક્ષેપમાં જીવ અને અજીવ તત્ત્વ કહેતા તેમાં આ છએ દ્રવ્યોનો વિચાર સમાઈ જાય છે, કેમ કે એક જીવ દ્રવ્ય વિના બાકીના બઘા દ્રવ્યો અજીવ કહેતા જડ દ્રવ્યો છે. જે પોતે કોણ છે તેને પણ જાણતા નથી. ૮૪ આસ્રવ, સંવર, નિર્જરા, બંઘ, મોક્ષ પણ તેમ; જીવ-અજીવ-દશા કહી સૌ સર્વજ્ઞ એમ. ૮૫ અર્થ - તેમ આસ્રવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષતત્ત્વ એ જીવ અને સજીવ એમ બે તત્ત્વોના મિશ્રણથી ઉત્પન્ન થયેલી સર્વ અવસ્થાઓ છે એમ શ્રી સર્વશે જણાવ્યું છે. ૮પાા પુગલ મુખ્ય અજીવમાં, કર્મરૂપ એ થાય, પંચેન્દ્રિય, મનનો વિષય શૂલપણે સમજાય. ૮૬
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy