________________
४६०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - તે પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું જ જોર હોવું જોઈએ. તે કયા કર્મનું? તો કે મોહનીય કર્મનું, અને તે પણ પુરુષવેદ પ્રકૃતિનું. ભૂતકાળમાં પૂર્વ જન્મમાં એવા કર્મો એટલે કાર્યો કરેલા, તેથી પુરુષવેદ પ્રકૃતિનો બંધ પડ્યો હતો. તે પ્રકૃતિનું આ ભવમાં વિપાક એટલે ફળ આવ્યું. તેથી આવા ભાવો રોકવા છતાં પણ રોકી શકાયા નહીં.
“મને જે શાસ્ત્ર સંબંથી અલ્પ બોઘ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.” (૧,પૃ.૧૯૧) ||૩૧.
કર્મને અનુપૂર્વીએ વિચાર્યું ભૂલ નાસશે;
પુનર્જન્મ અનુંમાને સત્ય સિદ્ધાન્ત ભાસશે. ૩૨ અર્થ :- આ કર્મના સ્વરૂપને અનુપૂર્વીએ વિચારતા આ અનાદિની ભૂલ નાશ પામશે. અનુપૂર્વીએ એટલે અનુક્રમપૂર્વક કર્મોના બંઘન થયા જ કરે છે. જેમકે રાગદ્વેષ એ ભાવકર્મ છે. તે કરવાથી જીવને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો બંઘ થાય છે. તે કર્મો અબાઘાકાળ પૂરો થયે ઉદયમાં આવે છે, ત્યારે શરીર, ઘનાદિ, નોકર્મરૂપ ફળ આપે છે. આમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ ઘટમાળ અનાદિથી ચાલ્યા જ કરે છે. આ ભાવોને સ્થિર ચિત્તથી વિચારતાં અનુમાનજ્ઞાનથી પુનર્જન્મનો સિદ્ધાંત જીવને સત્ય દ્રષ્ટિગોચર થશે. કેમકે એક ભવમાં કરેલા કર્મોને ભોગવવા જીવે બીજો જન્મ ઘારણ કર્યો. વળી બીજા જન્મમાં ફરી નવા કર્મો બાંધી ફરી પુનર્જન્મ ઘારણ કર્યો. એમ અનાદિકાળથી ચાલ્યા કરે છે. [૩૨ાા
ભૂખે, દુઃખે રડે બાળ, ઘાવતાં પણ આવડે,
પૂર્વના સર્વ સંસ્કારો, શીખવું તેથી ના પડે. ૩૩ અર્થ - બાળક જન્મતાં જ ભૂખના દુઃખથી રડવા લાગે છે. તેમજ જન્મતાં જ તેને ઘાવતાં આવડે છે. એ બઘી પૂર્વ જન્મની સંજ્ઞા એટલે સંસ્કાર છે. પૂર્વજન્મનો તે અભ્યાસ છે. તેથી તેને કંઈ તે શીખવવું પડતું નથી. “બાલકને ઘાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે? તે પૂર્વાભ્યાસ છે.” (વ.પૃ.૭૬૮)
“ક્રોઘાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે.
સર્પમાં જન્મથી ક્રોથનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે. માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે, કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક ઉથ્થપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોથાદિ સંજ્ઞાના ન્યૂનાવિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.” (વ.પૃ.૫૪૨) //૩૩ણી