SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૩ એવી એક અપૂર્વ ભક્તિ સહ ઉપાસના સત્સંગતણી અલ્પકાળમાં નષ્ટ કરે મિથ્યાગ્રહ આદિ કુટેવ ઘણી; એમ અનુક્રમથી સૌ દોષ છૂંટી જીંવ થાય અસંગ સદા, એક અસંગ થવાને સેવો સત્સંગતિ સહુ નર-અમદા. અર્થ:- જો એવી એક અપૂર્વ ભાવભક્તિ સાથે સત્સંગની ખરા હૃદયથી ઉપાસના કરી હોય તો જીવના મિથ્યાગ્રહ એટલે ખોટી માન્યતાઓ કે ખોટા આગ્રહો કરવા આદિની ઘણી કુટેવો અલ્પકાળમાં નાશ પામી જાય. તથા ક્રમે કરીને તે જીવના સર્વ દોષો છૂટી જઈ સદાને માટે તે અસંગદશાને પામે. માટે એવી અનંતસુખરૂપ અસંગદશાને પામવા માટે હે નર કે પ્રમદાઓ એટલે નારીઓ! તમે સર્વ એક સત્સંગની જ ઉપાસના કર્યા કરો. “જો એવી એક અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.” (વ.પૃ.૪૬૯) I/૧૨ાા. પરહિત-હેતું સત્સંગની ઓળખ અતિ દુર્લભ ભવમાં, થાય મહત્ કો પુણ્યયોગથી ઓળખાણ ઊંડી ઑવમાંકે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ ઉર સાખ પૂરે; તો સંકોચવી જફૅર પ્રવૃત્તિ જીવે તક સમજી ઉરે. અર્થ - આત્માને પરમહિતકારી એવા સત્સંગની ઓળખાણ થવી જીવને જગતમાં અતિ દુર્લભ છે. કોઈ મહતું એટલે મહાન પુણ્યનો ઉદય થવાથી જ તે સત્સંગની ખરેખરી ઊંડી ઓળખાણ જીવમાં થઈ શકે છે. તેવી ઓળખાણ થયે જો નિશ્ચય થાય કે આ જ સત્સંગ છે, આ જ સપુરુષ છે એમ પોતાનું હૃદય સાક્ષી પૂરતું હોય, તો તેણે હદયમાં આ તરવાની સાચી તક મળી આવી છે એમ માનીને સંસારની મિથ્યાપ્રવૃત્તિને જરૂર સંકોચવી. કેમકે આરંભ અને પરિગ્રહ એ જ વૈરાગ્ય ઉપશમના કાળ છે. ૧૧. “સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતું પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી.” (વ.પૃ.૪૭૦) /૧૩ણી. વળી દોષ પોતાના જોવા ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો, પ્રતિ પ્રસંગે, બાર્ક નજરે, જોઈ ક્ષણ કરવા આર્યો; મરણ સ્વીકારો, પણ ના ભક્તિ-સ્નેહ બીજે વઘવા દેજો, તે સત્સંગ જ જીવન જાણી ભવહેતું ભણી ઘૂંઠ દેજો. અર્થ :- તથા પોતાના દોષો ક્ષણે ક્ષણે કોઈપણ કાર્ય કરતાં અથવા પ્રત્યેક પ્રસંગે બારીક નજરે એટલે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, અને આર્યપુરુષોએ તે દોષને જોયા પછી પરિક્ષણ કરવા. પરિ એટલે ચારે બાજાથી જોઈ તે દોષોને ક્ષીણ કરવા, રહેવા દેવા નહીં. તે સત્સંગને માટે દેહત્યાગ કરવાનો અવસર આવે તો મરણ સ્વીકારવું પણ તે સત્સંગથી વિશેષ ભક્તિસ્નેહ બીજા કોઈ પદાર્થને વિષે થવા દેવો નહીં; એવો દ્રઢ નિશ્ચય રાખવો. તે સત્સંગને જ પોતાનું જીવન જાણી સંસારના કારણો ભણી પૂઠ દેજો, અર્થાત્ પ્રમાદે કરીને સ્વાદલપટતા આદિ દોષોના કારણે સત્સંગમાં પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી, એમ જાણીને પુરુષાર્થ વીર્ય આત્મ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy