________________
૨૪૨
પ્રાવધ-વિવેચન ભાગ-૧
છે.” (વ.પૃ.૪૯) “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય, તે પુરુષે આત્માને ગર્વષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગર્વષવો; તેમ જ ઉપાસવો.’’ (વ.પૃ.૩૯૩) ||૯||
“તે સત્સંગતિ પ્રાપ્ત થયે ક્લ્યાણ કમાય ન જોવ તો, જરૂર આ જીવનો જ વાંક છે, અતિ-હેતું નથી તજતો. સત્સંગ-યોગ અપૂર્વ, અલભ્ય જ, અતિ દુર્લભ જગમાં જાણો, તેને બાપ કરે તે માાં કારણ ચાર કરે. આણો :
અર્થ :— તે સત્સંગ પ્રાપ્ત થયા છતાં પણ જો જીવ આત્મકલ્યાણરૂપી કમાણી કરે નહીં તો જરૂર આ જીવનો જ વાંક છે. કેમકે તેવા યોગમાં તેણે આત્માને અતિકારી એવા માઠા કારણોનો ત્યાગ કર્યો નહીં. સત્સંગનો યોગ પ્રાપ્ત થવો તે અપૂર્વ વાત છે. તે અલભ્ય એટલે તેનો લાભ પ્રાપ્ત થવો સુલભ નથી. તે સત્સંગને આવા પાપમય જગતમાં પામવો તે અતિ દુર્લભ છે. એવો સત્સંગ પ્રાપ્ત થયો હોય છતાં પણ તેને બાઘ કરે અથવા ફળવાન થવા ન દે એવા ચાર માઠા કારણ છે. તેને તમે ખાસ કરીને હૃદયમાં ધારણ કરી તેથી રહેવા સદા જાગૃત રહેજો.
*
૯. “તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાસ ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંકે છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાથ કરનાર એવા માઠાં કારણોનો ત્યાગ ન કર્યો !'' (પૃ.૪૬૯૪ ।।૧૦।।
'મિથ્યાગ્રહ, 'સ્વચ્છંદપણું, પરમાદ અને વિષયો—ચારે રોકી રહે જન-મન, તેથી સત્-સંગ ઉપેક્ષા જીંવ થારે; તેથી જ સત્સંગ થાય સફળ ના, નિષ્ઠા એક ન સત્સંગે; જરૂર સફળ સત્સંગ થાય જો અપૂર્વ ભક્તિથી ઉર રંગે.
અર્થ :— તે ચાર માઠા કારણ નીચે પ્રમાણે છે :—
(૧) મિથ્યાગ્રહ (૨) સ્વચ્છંદપણું (૩) પ્રમાદ અને (૪) પાંચ ઇન્દ્રિયના વિષયો.
એ ચારે વસ્તુઓ લોકોના મનને રોકી રાખે છે. તેથી જીવો સત્સંગની ઉપેક્ષા કરે છે, અર્થાત્ સત્સંગ કરવાની ખરી અભિલાષા થતી નથી. અને ઉપરોક્ત કારણોમાં મનને રોકી રાખવાથી મળેલ સત્સંગ પણ તેમને ફળવાન થતો નથી. અથવા સત્સંગમાં એકનિષ્ઠા એટલે દૃઢશ્રદ્ધા ન આવી હોય કે આથી જ મારું કલ્યાણ થશે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. પણ જો હૃદયના સાચા અપૂર્વ ભક્તિભાવથી સત્સંગની ઉપાસના કરી હોય તો જરૂર સત્સંગની સફળતા થાય.
૧૦. “મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આજ્ઞી ન હોય તો ફળવાન થાય નહીં.” (૧.પૃ.૪૬૯) ‘‘અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર ૨હે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.'' (પૃ.૫૨) “સત્સંગ ને સત્યસાધના વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કયાણ થાય નહીં.' (વ.પુ.૪૦૩૬ ||૧૧||