________________
૩૧ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જિન્ટે કછુ નહિ ચાહિએ, તે શાહન કે શાહ.” “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.”
સંતોષી નરની પાછળ કામઘેનુ ફરે, તેમજ નવે નિશાન પણ તેની પાસે આવવા ઇચ્છે છે.
નવનિધિ : (૧) પાંડુ, (૨) કાલ, (૩) મહાકાલ, (૪) પા, (૫) નૈસર્પ, (૬) મનુષ્ય, (૭) શંખ, (૮) પિંગલ, (૯) રત્ન એ નવ નિથિઓ ક્રમથી ઘાન્ય, દરેક ઋતુ સંબંધી પદાર્થ, વાસણ, કપડાં, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણાં અને રત્ન આપે છે. -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૮)
સનત્કુમાર ચક્રવર્તી બધું ત્યાગી દીક્ષા લઈ નીકળી પડ્યા. તો પણ છ મહિના સુધી બધુ કુટુંબ, રાજરિદ્ધિ, નવ નિદાન વગેરે તેમના પાછળ ફર્યા છતાં તેઓ ચલાયમાન થયા નહીં. ૧૭ળા
અભય મુનિ સંતોષથી, જે સુખ પામ્યા ગૂઢ,
ઇન્દ્ર, ચક્રવર્તી સમા, પામે ક્યાંથી મૂઢ? ૧૮ અર્થ - અભયકુમાર મુનિ બની પરમ સંતોષભાવવડે જે “ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી' એવા આત્મિકસુખને પામ્યા, તે સુખ ઇન્દ્ર કે ચક્રવર્તી જેવા પણ જે સંસારસુખમાં ડૂબી રહેલા હોય તે ક્યાંથી પામી શકે? “સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી.”
“संतोषामृत तृप्तानाम्, यत्सुखं शांत चेतसाम्;
कुतस्तद् धन लुब्धानाम्, इतस्ततश्च धावताम्" અર્થ - સંતોષરૂપ અમૃત પીને તૃપ્ત થયેલા જીવોને જે શાંતિનું સુખ પ્રાપ્ત છે તે અહીં તહીં દોડતા એવા ઘનલુબ્ધ જીવોને ક્યાંથી હોય? I૧૮.
ઘાન્ય, ધાતુ, ઘન, વાસણો, ઘર, ખેતર, પશુ, યાન,
દાસ, દાસી દેશ સૌ મળી બાહ્ય પરિગ્રહ માન. ૧૯ અર્થ – ઘન, ઘાન્ય, સોનુ વગેરે ઘાતુ, વાસણો, ઘર, ખેતર, પશુ કે યાન અર્થાત્ વાહન કે નોકર તથા દાસી મળીને કુલ આ દશ બાહ્ય પરિગ્રહ છે. ૧૯ાા
ક્રોઘ, માન, માયા અને લોભ, હાસ્ય, રતિ, શોક,
જુગુપ્સા, ભય, અરતિ વળી વેદ ત્રણે વિલોક. ૨૦. હવે ચૌદ અંતરંગ પરિગ્રહ જણાવે છે :
અર્થ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ તેમજ સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસકવેદ. એમ ત્રણેય વેદ મળીને તે પ્રકાર થયા. ૨૦
મિથ્યાત્વ મળી ચૌદ એ પરિગ્રહ અંતરંગ,
બને પ્રફુલ્લિત જો મળે બાહ્ય પરિગ્રહ-સંગ. ૨૧ અર્થ :- તથા મિથ્યાત્વને અંદર ભેળવવાથી બઘા મળી કુલ ચૌદ અંતરંગ પરિગ્રહ માનવામાં