________________
(૧૫) ત્રણ આત્મા
૧૪૩
વ્યાવહારિક જીવોના ભેદ જાણી, ચોરાશી લાખ જીવયોનિના દુઃખમાંથી નિવૃત્ત થવા અર્થે બહિરાત્મા, અંતરઆત્મા અને પરમાત્મા; એમ ત્રણ આત્માનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. તે આ પાઠમાં જણાવવામાં આવે છે
(૧૫)
ત્રણ આત્મા
(અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?–એ રાગ)
*
જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દોધ, આ પામર ૫૨ અતિ કર્યાં. ઉપકાર જો; કોટિ ઉપાયે પણ બદલો દેવાય નહિ, પરમ પદ દર્શાવી ઘો સહકાર જો. જય૦૧ અર્થ :શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંતનો જગતમાં સદા જયજયકાર હો કે જે દયોદધિ કહેતાં દયાના ઉદધિ અર્થાત્ સમુદ્ર છે, જેણે મારા જેવા પામર પર અતિ ઉપકાર કર્યો છે,
કરોડો ઉપાય કરીને પણ જેનો બદલો આપી શકાય એમ નથી, એવા પરમકૃપાળુ પરમાત્મા મને હવે પરમપદ અર્થાત્ શુદ્ધ આત્મપદના દર્શન કરાવવા સહાયતા આપો.
દયાના ભંડાર એવા શ્રી રાજચંદ્ર પ્રભુ જગતમાં સદા જયવંત વર્તો. ।।૧।।
ભવ ભવ ભમતાં જે પદ જીવ ન પામિયો, ગુરુ-કૃપા વિણ કેમ કરી સમજાય જો;
તેથી શ્રીમદ્ રાજચંદ્ર-ચરણે રહ્યો, સ્તવન નમન કરી યાચું મોક્ષ-ઉપાય જો. જય૦૨ અર્થ :– અનંતકાળથી સંસારમાં ભમતા જે શુદ્ધ આત્મપદને જીવ પામ્યો નથી, તે પદ ગુરુની કૃપા વિના કેમ સમજાય? ‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.' -શ્રીમદ્ રાજચંદ્ર
તેથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વાસ કરીને રહ્યો છું. તેમનું ભાવથી સ્તવન, નમન કરીને મોક્ષપ્રાપ્તિના ઉપાયની યાચના કરું છું, પરમકૃપાળુ સદ્ગુરુદેવનો સદા જય હો. ।।૨।।
શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આતમા, સમજી અનુભવવાનો સહજ પ્રકાર જો;
અપૂર્વ કરુણા કરી આવા કળિકાળમાં દર્શાવ્યો છે, કરવા અમ ઉદ્ધાર જો. જય૦ ૩
અર્થ :— શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ પોતાનો આત્મા અખંડ છે. તે કદી ખંડિત થયો નથી. તે શુદ્ધ સ્વરૂપને સમજી, તેને અનુભવવાનો જે સહજ પ્રકાર તે જેણે અપૂર્વ કરુણા કરીને અમારા ઉદ્ધાર માટે આવા કળિકાળમાં પણ દર્શાવ્યો એવા પરમકૃપાળુ પરમાત્માનો જગતમાં સદા જય જયકાર હો. IIII
તે જ સમજવા ત્રણ ભેદો વિચારીએ : બાહ્ય દશા, અંતર, પરમાતમરૂપ જો, ટાળી બાહ્ય દશા અંતર્થી સાર્થીએ પરમાતમ-પદ નિર્મળ નિજ ચિત્તૂપ જો. જય૦ ૪ અર્થ :તે શુદ્ધસ્વરૂપને જ સમજવા માટે હવે ત્રણ ભેદોનો વિચાર કરીએ. તે આત્માની બહિરાત્મદશા, અંતરઆત્મદશા અને પરમાત્મદશા છે. બહિરાત્મદશાને ટાળી, અંતરઆત્મદશા પામીને પરમાત્મપદની સાધના કરીએ કે જે પોતાના આત્માનું સહજ નિર્મળ ચિત્તૂપ એટલે શાનસ્વરૂપ છે. એવા નિર્મળ જ્ઞાનસ્વરૂપને પામેલા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંત જગતમાં સદા જયવંત વાઁ. ।।૪।।