________________
(૧૩) ચાર સુખશયા
૧૨૭
અર્થ - ક્ષીર સાગરરૂપ સમ્યકત્વ પામીને શેષનાગરૂપ પ્રારબ્ધ કર્મ પર આઘારિત થઈ, સદા લક્ષ્મીરૂપ આત્મજાગૃતિને સેવનાર હરિ એવો શુદ્ધ આત્મા તે સદા અબદ્ધ છે; અર્થાતુ નવીન કમોંથી બંઘાતો નથી. પા.
વળી સિદ્ધાંતિક વાત પણ કહે સુખશયા ચાર:
સ્વાનુભવ, સંતોષ ને સંયમ, ઘીરજ ઘાર. ૬ અર્થ - વળી સૈદ્ધાંતિક વાત જે આત્મ અનુભવથી સિદ્ધ થયેલી છે, તે હવે જણાવે છે કે સુખશય્યા ચાર છે અર્થાતુ સાચા આત્મિક સુખને પામવા માટેની ચાર સુખશય્યા છે. તે ૧. સ્વાનુભવ, ૨. સંતોષ, ૩. સંયમ અને ૪. ઘીરજ છે. કા.
દુખમાં જીંવ ઊંઘી રહ્યો, પર વસ્તુમાં મગ્ન,
દેહસુખો દુખગેહ જો, સુખ અંત-દુઃખ-લગ્ન. ૭ અર્થ - હવે પ્રથમ સ્વાનુભવ નામની સુખશય્યા વિષે જણાવે છે કે –
અનાદિકાળથી જીવ દુઃખમાં જ સુખ માની મોહનિદ્રામાં ઊંઘી રહ્યો છે. આત્માથી પર એવા દેહ, સ્ત્રી, પુત્ર, ઘનાદિ પદાર્થોમાં જ મગ્ન બનીને રહે છે. પણ દેહથી પ્રાપ્ત થતા સુખો એ જ દુઃખના ઘરરૂપ છે એમ તું જાણ. કેમકે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે અંતરની દુઃખ લગની સાથેનું છે, અર્થાત્ ઇન્દ્રિય સુખ હમેશાં અંતરમાં થતી અનેક પ્રકારની ઇચ્છાઓની બળતરા સહિતનું છે. માટે તે અંતર્દાહરૂપ શાતા છે, પણ ખરું સુખ નથી. IIળા
બંધનકારી બાંઘવો, અલંકાર જડ ભાર,
કપડાં કપટ વઘારતાં, નારી અરિ વિચાર. ૮ અર્થ - ભાઈઓ પ્રત્યેના રાગને કર્મબંઘન કરાવનાર જાણ. શરીર ઉપર પહેરાતાં અલંકાર એટલે સોના વગેરેના દાગીનાઓને જડના ભાર ઉપાડવા સમાન જાણ, કપડાં પણ શરીરની ઉબડ ખાબડ એવી કદરૂપી વસ્તુને ઉપરથી સુંદર બતાવનાર હોવાથી માત્ર કપટને જ વઘારનારા છે, તથા નારી એટલે સ્ત્રી પ્રત્યેનો પોતાનો રાગ તેને પણ શત્રુ સમાન જાણી ઘટાડ તો સ્વ આત્માનો તને અનુભવ થશે. Iટા.
વિષ-શર નરનો સ્નેહ ગણ, પુત્રપ્રેમ અહિવિષ;
જ્યાં જ્યાં મન મહિમા ઘરે, તે જ કપાવે શીશ. ૯ અર્થ - સ્ત્રીઓએ પણ પુરુષ પ્રત્યેના સ્નેહને વિષના શર એટલે ઝેરી બાણ સમાન જાણવો. તથા પુત્રપ્રેમને અહિ એટલે સર્પના ઝેર સમાન જાણવો. ઝેરનું બાણ શરીરમાં પ્રવેશી વિવિલાટ કરાવે તેમ પુરુષ પ્રત્યેનો રાગ પણ જીવને અત્યંત આકુળવ્યાકુલતા જ ઉપજાવે છે. સર્પનું વિષ મરણ કરાવે તેમ પુત્રપ્રેમ પણ મોહવશ જીવને અસમાધિમરણનું કારણ થાય છે.
જ્યાં જ્યાં ઉપરોક્ત પદાર્થોમાં મનને માહાભ્ય બુદ્ધિ રહે, ત્યાં ત્યાં જીવને શીશ એટલે મસ્તક કપાવા જેવું છે, અર્થાત્ તે જન્મમરણના જ કારણ થાય છે. લા
રાગ-રોષ મળ ટાળવા ઘરવો ઉર વિવેક; સદગુરુ-બોઘ વિચારતાં ઝટ ટળશે અવિવેક. ૧૦