________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
જે જીવ ત્રણ મનોરથને સાચા ભાવે ઘારણ કરે તે કાળે કરીને ચાર સુખ શય્યાને પામે છે. તે ચાર સુખશય્યા કઈ કઈ છે તેનું વર્ણન હવે આ પાઠમાં કરે છે –
:
(૧૩)
૧૨૬
ચાર સુખશય્યા (દોહરા)
*
અનંત સુખશય્યા વિષે સ્થિર થયા ગુરુ રાજ, અયાચક પદ ઉર ઘરી, સુખશય્યા કહું આજ. ૧
અર્થ :– આત્માની અનંતગુણરૂપ સુખશય્યા પામીને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વસ્વરૂપમાં સ્થિર થયા તે અયાચક પદને એટલે જે પદ પામ્યા પછી કંઈ પણ માંગવાનું રહે નહીં એવા ઉત્તમ શુદ્ધ આત્મપદને હૃદયમાં ધારણ કરી, ચાર સુખશય્યાનું વર્ણન આજે કરું છું. ॥૧॥
મોક્ષસુખ સરખાવવા કહે સુષુપ્તિરૂપ, પણ ક્યાં મોહાીત દશા ક્યાં નિદ્રા અવકૃપ! ૨
અર્થ :– મોક્ષસુખને સરખાવવા માટે જીવનની સુષુપ્તિરૂપ નિદ્રાવસ્થાનું દૃષ્ટાંત વ્યવહારથી આપવામાં આવે છે. પણ ક્યાં આત્માની મોહાતીત દશાનું અદ્ભુત સુખ અને ક્યાં અઘકૂપ એટલે પાપના ઘરરૂપ એવી નિદ્રાનો સુખાભાસ. “જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજાં કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે હક્ષણ જોયું નથી.’’ (વ.પૃ.૩૬૮) ||૨||
માત્ર વિકલ્પ-રહિતતા દર્શાવે ભાન નહીં દુઃખનું ભલે, પણ ક્યાં સુખ
=
અર્થ :– આ ઉપરનું સુષુપ્તિનું દૃષ્ટાંત તો કેવળ વિકલ્પ-રહિતપણું દર્શાવવા માટે છે કે ખરૂં સુખ તો માત્ર વિકલ્પથી રહિત થવામાં જ છે.
દૃષ્ટાંત, એકાંત!૩
ઊંઘમાં ભલે એને દુઃખનું ભાન નથી, પણ મોક્ષમાં આત્મસ્વભાવનું જે એકાંત નિરાકુળ સુખ તેનો અનુભવ ક્યાં અને આ નિદ્રાવસ્થાનો સુખાભાસ ક્યાં? એ તો માત્ર જીવને નિદ્રાના સુખાભાસનો અનુભવ હોવાથી કંઈક ખ્યાલ આવે તે માટે તુલના કરી સમજાવવા પ્રયત્ન કર્યો છે. ગા
શેષનાગ-શય્યા ૫૨ે પોઢે પ્રભુ સાક્ષાત્ પૌરાણિક કથા વિષે ગૂઢ કહી કંઈ વાત. ૪
અર્થ :– શેષનાગની શય્યા ઉપર વિષ્ણુ ભગવાન સાક્ષાત પોઢે છે એવી વૈષ્ણવ ધર્મના પુરાણોમાં
કથા કહી છે. પણ તે કંઈ ગૂઢ આશયવાળી વાત હોય એમ જણાય છે. ।।૪।
ક્ષીરસાગર સમ્યક્ત્વ જો, શેષનાગ પ્રારબ્ધ,
સેવે જાગૃતિ-લક્ષ્મી પદ, આત્મા-હરિ અબદ્ધ. ૫