SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ આત્માને પરમ હિતકારી વચન છે, તેનો વિચાર કરજો. વિચાર કરી આચરણમાં મૂકવાથી જીવના વિકલ્પો શમી જઈ શાંતિ થાય, અને હૃદયમાં શાંતિ થયે આત્માનું નિરાકુલ એવું સાચું સુખ અનુભવાય. ||રા નાગચુગલ સુણ જિનવચન, ક્રૂર ભાવ ભેલ જાય; પદ્માવતી-ઘરણેન્દ્ર થઈ ગાય ઘર્મ-મહિમા ય. ૨૮ અર્થ :- નાગ-નાગણી બન્ને ભગવાન પાર્શ્વનાથના આવા વચન સાંભળીને અંતરમાં ક્રૂર ભાવ ભૂલી ગયા અને ભગવાનના શરણમાં દેહત્યાગ કરીને ભવનવાસી ઘરણેન્દ્રદેવ અને પદ્માવતીદેવી નામે અવતર્યા. અને ત્યાં પણ વીતરાગ થર્મનો સદૈવ મહિમા ગાવા લાગ્યા. If૨૮ાા નાગ-યુગલના ભાગ્યનો મહિમા કહ્યો ન જાય, પ્રભુદર્શન-પ્રાપ્તિ થઈ મરણ-સમય સુખદાય! ૨૯ અર્થ :- નાગ-નાગણી યુગલના ભાગ્યનો મહિમા કહ્યો જાય તેમ નથી, કે જેને મરણ વખતે સુખદાયક એવા પ્રભુના દર્શનની પ્રાપ્તિ થઈ અને ઉત્તમ વચનો કર્ણગોચર થયા. રા. મરણાંતે તપસી થયો જ્યોતિષ સંવરદેવ, પ્રભુ પાર્શ્વ સહજે ઘરે પરોપકારની ટેવ. ૩૦ અર્થ:- તે તાપસ કરીને સંવર નામનો જ્યોતિષી દેવ થયો. અને પ્રભુ પાર્શ્વકુમાર સદા પરોપકાર કરવાની ટેવને ઘારણ કરીને જગતના જીવોને સુખ આપતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. IT૩૦ના ત્રીસ વર્ષની વય થતાં બનતો એક બનાવ; દૂત અયોધ્યા નૃપતણો દર્શાવે શુભ ભાવ. ૩૧ અર્થ :- ભગવાન પાર્શ્વકુમારની ત્રીસ વર્ષની ઉંમર થતાં એક બનાવ બન્યો. અયોધ્યાનગરીના રાજાનો દૂત આવી પ્રભુના દર્શન કરી કહેવા લાગ્યો કે અમારી અયોધ્યા નગરીના મહારાજા જયસેનને આપના પ્રત્યે ઘણો જ પ્રેમ છે, તેથી આ ઉત્તમ રત્નો વગેરે વસ્તુઓની ભેટ આપને મોકલાવી છે. ૩૧ાા પાર્શ્વ પ્રભુ દૂતને પૂંછે : “કેમ અયોધ્યા સાર?” હાથ જોડી દૂતે કહ્યા તીર્થંકર-અવતાર. ૩૨ અર્થ - પાર્થપ્રભુ દૂતને પૂછવા લાગ્યા કે અયોધ્યાનગરમાં સારભૂત શું છે? ત્યારે હાથ જોડી દૂત બોલી ઊઠ્યો કે પ્રભુ! અયોધ્યા નગરીમાં તો અનેક તીર્થકરોએ અવતાર લીધા છે. ભગવાન ઋષભદેવ, અજીતનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ અને અનંતનાથ પ્રભુની તે જન્મભૂમિકા છે. ૩રા દીક્ષા, મોક્ષતણી કથા સુણી જાગ્યો વૈરાગ્ય “સ્વર્ગ-સુખો બહુ ભોગવ્યાં દેવભવે, અવ જાગ્ય. ૩૩ અર્થ :- પૂર્વ તીર્થકરોની તથા મોક્ષપ્રાપ્તિની કથા સાંભળીને પ્રભુને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. અરે! પૂર્વે દેવના ભવમાં સ્વર્ગલોકના સુખો પણ આ જીવે ઘણીવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં, માટે હે જીવ, હવે તું જાગ. ૩૩
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy