________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
૨૨૫
અર્થ :- હે તપસી! જેથી પાપ ઉપજે એવું તપ તું કરે છે અને પોતાના અજ્ઞાનને જ પોષે છે. કેમકે દયાઘર્મને તું હૃદયમાં ઘરતો નથી અને કેવળ તપ કરવાથી જ્ઞાન ઉપજતું નથી. ૨૦ના
“તું કુંવર નિંદા કરે,” તાપસી બોલે એમ,
પંચ પૅણી નિશદિન તપું, બાળક સમજે કેમ? ૨૧ અર્થ :- તપસી કહે તું કુંવર મારી નિંદા કરે છે. હું તો રાતદિવસ ચારેબાજુ ધૂણી લગાડીને અને ઉપર સૂર્યનો તાપ એમ પંચ પ્રકારે તાપાગ્નિને સહન કરું છું. તું બાળક આ વાતને શું સમજે? પારના
વળી ઉપવાસ ઘણા કરું, ખાઉં સૂકાં પાન;
એક પગે ઊભો રહું, કહું ખરું, તું માન.” ૨૨ અર્થ - વળી ઉપવાસ ઘણા કરું છું. ભોજનમાં પણ સૂકાં પાન ખાઉં છું અને એક પગે ઊભો રહું છું. આ હું તને ખરું કહું છું તે માન. //રરા.
પ્રભુ કહે, “હિત ના થતું જો તપ હિંસાયુક્ત;
વિવેક વણ વર્ચા થકી નહિ જીંવ-વઘથી મુક્ત. ૨૩ અર્થ – પ્રભુ પાર્શ્વકુમાર જવાબમાં કહેવા લાગ્યા કે જો તપ હિંસાયુક્ત છે તો તેથી આત્માનું કંઈ હિત થતું નથી. વિવેક વગર વર્તન કરવાથી કે જીવોના વઘથી કમોંથી મુક્ત થઈ શકાતું નથી. //ર૩રા.
દયા વિના તપ પાપડ઼ેપ, જ્ઞાન વિના તનફ્લેશ;
ખાંચે છોડાં કણરહિત શ્રમફળ મળે ન લેશ. ૨૪ અર્થ - જીવદયા વિનાનું તપ પાપરૂપ છે અને જ્ઞાન વિનાનું તપ તે માત્ર કાયક્લેશ છે. દાણા વિનાના છોડા ખાંડવાથી કરેલ શ્રમનું ફળ મળતું નથી, તેમ જ્ઞાન વિનાનું તપ પણ નિષ્ફળ છે. જીરા
દાવાનલમાં અંઘ ન દોડે, પણ બળી જાય;
તેમ કરો અજ્ઞાન તપ, પણ નહિ મુક્તિ થાય. ૨૫ અર્થ - દાવાનલમાં આંધળો માણસ ભલે દોડે પણ દ્રષ્ટિ નહીં હોવાથી ક્યાં જવું તે જાણી શકતો નથી, તેથી દાવાનલમાં તે બળી મરે છે. તેમ અજ્ઞાનસહિત તપ ગમે તેટલું કરો પણ તે મુક્તિને આપનાર થતું નથી. રપા
પંગુ દેખે વન બળે, પણ દોડી ન શકાય;
તેમ ક્રિયાવણ જ્ઞાન પણ નહિ મોક્ષે લઈ જાય. ૨૬ અર્થ - પાંગળો થયેલ માણસ વનને બળતું દેખે છતાં પણ તે દોડી શકતો નથી. તેમ ક્રિયા કર્યા વિના એકલું જ્ઞાન પણ જીવને મોક્ષે લઈ જાય એમ નથી. ર૬
જ્ઞાનસહિત આચાર જો, તો શિવનગર જવાય;
આ હિત-વચન વિચારજો, શાંતિથી સુખ થાય.” ૨૭ અર્થ:- પણ સમ્યક્ જ્ઞાનની સાથે સમ્યક્ આચરણ હોય તો જ મોક્ષનગરમાં જવાય એવું છે. કહ્યું છે કે – “જ્ઞાન ક્રિષ્ણામ્ મોક્ષ:' - મોક્ષશાસ્ત્ર “જ્ઞાન સાથે ક્રિયા હોય તો જ મોક્ષની પ્રાપ્તિ છે.”