________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
૨૨ ૭
ત્યાં તૃપ્તિ જો ના થઈ, નરભવમાં શું થાય?
સાગરજળથી ના છીપી તૃષ્ણા ટીપે જાય? ૩૪ અર્થ - સ્વર્ગના સુખોથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના તુચ્છ સુખોથી તૃપ્તિ કેવી રીતે થશે? સમુદ્રના જળથી જે તૃષા છીપી નહીં તે માત્ર જળના બિંદુ વડે કેમ છીએ? ૩૪
ઘનથી અગ્નિ વધે, નથી ન જલધિ ઘરાય,
તેમ જ તૃષ્ણા પણ વધે ભોગે કદી ન શકાય. ૩૫ અર્થ :- લાકડા નાખવાથી જેમ અગ્નિ વધે છે, નદીઓના જળથી જેમ જલધિ એટલે સમુદ્ર ઘરાતો નથી. તેવી જ રીતે તૃષ્ણા પણ ભોગથી વૃદ્ધિ પામે છે પણ કદી શકાતી નથી. રૂપા
અસિ-ઘારે મઘ ચાટતાં ક્ષણ મુખ મીઠું જેમ,
જીભ કપાતાં દુખ ઘણું વિષમ વિષય-ફળ તેમ. ૩૬ અર્થ - અસિ એટલે તરવારની ઘાર ઉપર ચોંટેલ મઘને ચાટતાં ક્ષણ માત્ર મોટું મીઠું લાગે, પણ તરવારની ઘારથી જીભ કપાઈ જતાં તેનું દુઃખ ઘણું ભોગવું પડે છે. તેમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવતા તો ભલા લાગે પણ તેના ફળ ઘણા વિષમ દુઃખકર આવે છે. ૩૬
જીવ વિષયવશ ના ઘરે હૃદયે ગુરુ-ઉપદેશ;
પાપ બહુવિઘ આચરે, દયા ઘરે નહિ લેશ. ૩૭ અર્થ - વિષયને વશ પડેલો આ જીવ શ્રી ગુરુના ઉપદેશને હૃદયમાં ઘારણ કરતો નથી અને અનેક પ્રકારના પાપ આચરે છે, પણ પોતાના આત્માની દયાને લેશ માત્ર પણ હૃદયમાં વિચારતો નથી. //૩ણા
અસત્ય, ચોરી, જારીનું વિષય-પોષ છે મૂળ;
પરિગ્રહ, આરંભો સહું તે અર્થે, જીંવ-શુળ. ૩૮ અર્થ - જૂઠ બોલવું કે ચોરી કરવી કે વ્યભિચાર સેવવા એ બઘાનું મૂળ તો વિષય પોષવાની કામના છે, પરિગ્રહ ભેગો કરવો કે પાપ કાર્યના આરંભો કરવા તે સર્વ આના અર્થે છે. આવી મોહમયી પ્રવૃત્તિ જીવને કર્મ બંઘાવનાર હોવાથી તે શૂળરૂપ જ છે. [૩૮ાા
જન સામાન્ય સમાન મેં ખોયાં વર્ષ અનેક,
મમતાવશ તપ ના કર્યું, હવે ઘરું દૃઢ ટેક. ૩૯ અર્થ :- સામાન્ય લોકોની જેમ મેં અનેક વર્ષ જીવનના ખોઈ નાખ્યા. મમતાને વશ થઈ તપ પણ ના કર્યું. હવે તૃઢપણે ટેકને ઘારણ કરું, અર્થાત્ ઋષભદેવાદિ ભગવંતો જે માર્ગે ગયા તે માર્ગે જવાનો હવે દ્રઢ નિશ્ચય કરું. ૩૯.
કરવી ઢીલ ઘટે નહીં, નરભવ આ વહીં જાય.”
ભોગ-વિમુખ થઈને પ્રભુ ત્યાગે તત્પર થાય. ૪૦ અર્થ :- હવે ઢીલ કરવી ઉચિત નથી, અર્થાત્ સામાન્ય મનુષ્યની જેમ સંયમ વગર હવે કાળ નિર્ગમન કરવો મને ઉચિત નથી. મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો સમયે સમયે વ્યતીત થઈ રહી છે એમ વિચારી પ્રભુ પાર્શ્વકુમાર ભોગથી વિમુખ થઈ સંસારને ત્યાગવા તત્પર થયા. ૪૦.
l