________________
૨ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
લોકાંતિક સુર આવિયા જાણી જિન-વૈરાગ્ય;
સ્તુતિમંગલમય ઉચ્ચરેઃ ઘ !જિન, મહાભાગ્ય. ૪૧ અર્થ - ભોગથી વિમુખ અને મોક્ષની સન્મુખ એવા પ્રભુના વૈરાગ્ય જાણી લોકાંતિક દેવો ત્યાં આવી ચઢ્યા. ભગવાનની મંગલમય સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હે મહા ભાગ્યવાન! ઇન્દ્રિયોને જીતનાર જિન આપને ઘન્ય છે.” II૪૧ના
ઉદાસીન-અસિ આપની દેખી મોહ પલાય,
શિવ-રમણી રાજી થઈ, ભવિજન-મન હરખાય. ૪૨ અર્થ - પ્રભુની ઉદાસીનતારૂપી અસિ એટલે તરવારને જોઈને ચારિત્રમોહની સેના ભાગવા માંડી. તેથી મોક્ષરૂપી રમણી રાજી થઈ કે હવે મને પ્રભુ આવીને મળશે. તેમજ ભવ્યાત્માઓના મન પણ પ્રભુનો વૈરાગ્યભાવ જોઈ હર્ષિત થયા. ૪રા
ભવજળ નિજ ભુજા બળે કેમ અપાર તરાય?
પ્રભુવાણીવિમાનથી બહુજન શિવપુર જાય. ૪૩ અર્થ :- આ સંસારરૂપી અપાર સમુદ્ર પોતાના ભુજબળે કેમ કરી શકાય? એ તો પ્રભુવાણીરૂપ વિમાનમાં બેસીને ઘણા ભવો ભવસમુદ્રને ઓળંગી મોક્ષનગરીએ જાય છે. માટે આપનો આ સંસારત્યાગ ઘણા જીવોને કલ્યાણકારક થશે. ૪૩.
સ્વયંબુદ્ધને બોઘ આ, રવિ જોવાને દીપ;
અણઘટતું અમને છતાં, વિનતિ આપ સમીપઃ ૪૪ અર્થ :- સ્વયંબુદ્ધ એવા આપ પ્રભુ સમક્ષ આવા બોઘસ્વરૂપ વચનો ઉચ્ચારવા તો સૂર્યને જોવા માટે દીપક ઘરવા સમાન છે. તે અમને અઘટિત છે, છતાં આપ સમીપ અમે એક વિનંતિ કરવા આવ્યા છીએ. II૪૪
અવસર આ દીક્ષાતણો જણાવવાને કાજ,
અમે નિયોગે આવિયે; જાણો છો જિનરાજ.”૪૫ અર્થ :- આ અવસર આપનો દીક્ષા ગ્રહણ કરવાનો છે. એમ જણાવવાને માટે અમે નિયોગથી આવ્યા છીએ. તે હે જિનરાજ ! આપ તો સર્વ જાણો છે. અનાદિકાળથી આવી પ્રથા છે કે ભગવાનને વૈરાગ્ય ઉપજે ત્યારે પાંચમા દેવલોકના અંતમાં રહેનારા આ બ્રહ્મચારી એકાવતારી લોકાંતિક દેવો આવીને પ્રભુને ઘર્મોદ્ધાર કરવા દીક્ષા ગ્રહણ કરવાની વિનંતિ કરે છે. પાપા
પ્રભુ-ચરણે વંદન કરી લોકાંતિક સુર જાય,
સૌથર્માદિ સ્વર્ગના ઇન્દ્રાદિક હરખાય. ૪૬ અર્થ:- પ્રભુના ચરણકમળમાં વંદન કરીને આ લોકાંતિક દેવો પોતાના સ્થાને ગયા. પછી પ્રભુના દીક્ષા ગ્રહણ કરવાના ભાવ જાણી સૌઘર્મ આદિ સ્વર્ગલોકના ઇન્દ્રો પણ હર્ષિત થયા. ||૪૬
તપ-કલ્યાણક કારણે આવે દેવ અનેક;
ક્ષીર-સાગર જળ લાવીને કરે પ્રભુ-અભિષેક. ૪૭ અર્થ :- પ્રભુના તપ કલ્યાણક અથવા દીક્ષા કલ્યાણક નિમિત્તે લાખો દેવો આવી પહોંચ્યા. ક્ષીર