________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
૨ ૨૯
સમુદ્રથી જળ લાવીને પ્રભુનો અભિષેક કર્યો. II૪ના
વસ્ત્રાલંકારે સજી વિમળા પાલખીમાં ય.
પાર્થપ્રભુ પઘરાવીને મેંકે અશ્વવનમાં ય. ૪૮ અર્થ - વસ્ત્ર અને અલંકારવડે પ્રભુને શણગારી વિમળા નામની પાલખીમાં પાર્થપ્રભુને બિરાજમાન કર્યા. તે પાલખીને ઉપાડી પ્રભુને અશ્વ નામના વનમાં લઈ ગયા. ૪૮ાા
ઇન્દ્ર ઉપાડે પાલખી, અપાર જિન મહિમા ય!
વડની નીચે ઊતરી, પ્રભુ દિગંબર થાય. ૪૯ અર્થ - પ્રભુની પાલખીને ઇન્દ્રોએ ઉપાડી. કેમકે જિન એવા પ્રભુનો મહિમા અપરંપાર છે. અશ્વવનમાં પ્રભુ વડની નીચે ઊતરી સર્વ વસ્ત્રાદિને પરિહરી દિગંબર થયા. દિગુ એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર, અર્થાત દિશા છે વસ્ત્ર જેના એવા દિગંબર થયા. IT૪૯ાા.
પ્રભુ પંચ મુષ્ટિ વડે ઉપાડે શિર-કેશ,
સર્વે પરિગ્રહ તર્જી બન્યા યથાજાત પરમેશ. ૫૦ અર્થ :- હવે પ્રભુએ પંચ મુષ્ટિ વડે માથાના સર્વ વાળ ઉખેડી નાખી, સર્વ પરિગ્રહને તજી દઈ, યથાજાત એટલે જેવા જન્મ્યા હતા તેવા દિગંબર બનીને તે પરમેશ્વરરૂપે હવે શોભવા લાગ્યા. /પા.
માગશર વદિ એકાદશી પંચ-મહાવ્રતવાન,
પાર્શ્વ-પ્રભુ સંયમ બળે લે મનપર્યવજ્ઞાન. ૫૧ અર્થ - માગશર વદી અગ્યારસને દિવસે પ્રભુ પંચમહાવ્રતધારી મુનિ બન્યા. તે જ દિવસે સંયમના બળે પાર્થપ્રભુને મનપર્યવજ્ઞાન ઉપર્યું. ૧પ૧પ.
દેવ ગયા નિજ સ્થાનકે, પ્રભુ આરાઘે યોગ,
ઘરે મૌન સમભાવ સહ, ટળે કર્મફૅપ રોગ. પર અર્થ :- સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. અને પ્રભુ હવે મન વચન કાયાના યોગને સ્થિર કરવામાં તત્પર થયા. મૌનવ્રત ઘારણ કર્યું. અને આવેલ કર્મના ઉદયને સમભાવે સહન કરવા લાગ્યા. જેથી તેમનો કર્મરૂપી રોગ નાશ પામવા લાગ્યો. પરા
દયા સ્વામીની સૌ ઉપર, સર્વતણા રખવાળ;
જગવિજયી મોહાદિના ખરેખરા ક્ષય-કાળ. ૫૩ અર્થ :- પ્રભુની દયા સર્વ જીવો ઉપર છે. તે જીવની રક્ષા કરનાર છે. પણ જગત ઉપર વિજય મેળવનાર એવા મોહાદિ શત્રુઓને ક્ષય કરવા માટે તો ખરેખરા તે કાળ જેવા છે. પિયા
વેર તજે વનચર ઑવો, ઘરે પરસ્પર પ્રીત,
સિંહ રમાડે અજશિશું તલ્લું વર્તન વિપરીત.૫૪ અર્થ :- પ્રભુ જ્યાં વિચરે છે ત્યાં વનચર જીવો વેરભાવને ભૂલી જઈ પરસ્પર પ્રેમભાવે વર્તે છે. સિંહ જેવા કુર પ્રાણીઓ પણ પોતાનું વિપરીત વર્તન તજી દઈને અજ એટલે બકરીના બચ્ચાને પ્રેમપૂર્વક રમાડે છે. આ બધો પ્રભાવ જીવદયાથી ભરપૂર એવા પાર્શ્વ પ્રભુનો છે. પિત્તા