SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રાવધ-વિવેચન ભાગ-૧ વિશ્વભૂતિ મંત્રી ફેંડો તેને બે સંતાન; મોટો મઠ કુપુત્ર ને સ૨ળ "મરુભૂતિ માન. ૫ છે. અર્થ :— તેનો રૂડો એવો વિશ્વભુતિ મંત્રી છે. તેના બે સંતાન છે. મોટો કમઠ નામનો કુપુત્ર અને બીજો મરુભૂતિ નામનો સ૨ળ સ્વભાવી પુત્ર 9.11411 છે. ॥૫॥ : માથે પળિયું પેખીને મંત્રી કરે વિચારઃ મરણ-દૂત ચેતાવતો શસ્ત્ર શોધવું સાર, ૬ અર્થ :— માથામાં પળિયું એટલે સફેદ વાળ જોઈને મંત્રી વિચાર કરવા લાગ્યો કે આ મરણ-સ્ક્રૂત આવીને ચેતાવે છે કે હવે મરણ નજીક છે માટે કોઈ સત્પુરુષનું શરણ શોધવું હિતાવહ છે. કા સદ્ગુરુ-શરણ ગ્રહી, તજે અસારરૂપ સંસાર, નૃપકરમાં સોંપી ગયો બન્ને નિજ કુમાર. ૭ અર્થ :– મંત્રીશ્વરે સદ્ગુરુની શરણ ગ્રહણ કરી અસારભૂત સંસારનો ત્યાગ કરી, પોતાના બેય પુત્રોને રાજાના હસ્તે સુપરત કરી ગયો. ।।૭।ા મરુભૂતિની નીતિથી, રાજા રાજી થાય, મઠ મંત્રી-કુમારરૂપ, રાજ્ય વિષે પોષાય. ૮ અર્થ :– મંત્રીના નાના પુત્ર મરુભૂતિના નીતિમય વર્તન વડે રાજા રાજી થાય છે. તેમજ કમઠ પણ મંત્રીનો પુત્ર હોવાથી રાજ્યમાં પોષણ પામે છે, કા એક સમય અરવિંદ નૃપ રિપુને જેંતવા જાય; મરુભૂતિ સાથે ગયો, કમઠ નગરપતિ થાય. ૯ અર્થ :— એકવાર અરવિંદ રાજા પોતાના શત્રુને જીતવા માટે ગયા ત્યારે મરુભૂતિ પણ સાથે ગયો. ત્યારે કમઠ નગરપતિ થયો. તેના હાથમાં રાજ્યનો અધિકાર આવી ગયો. ।।હ્યા દેખી સ્ત્રી મરુભૂતિની કમઠ કામવશ થાય; નારી નાના ભાઈની પુત્રી તુલ્ય ગણાય ૧૦ અર્થ – તે વખતે પોતાના નાનાભાઈ મરુભૂતિની સ્ત્રીને જોઈને કમઠ કામવશ થયો. જ્યારે નાનાભાઈની સ્ત્રી તો પોતાની પુત્રી તુલ્ય ગણાય છે. ।।૧૦।। છતાં કમઠ કામાંધ થઈ, કરે નારી-શીલ-ભંગ; હાહાકાર બર્થ થયો, વિક્ક!વિકાર અનંગ. ૧૧ અર્થ – છતાં પણ કમઠે કામાંઘ થઈ તે સ્ત્રીનું શીલભંગ કર્યું. તેથી બધે હાહાકાર થઈ ગયો. આ અનંગ એટલે કામ વિકારને સદા ધિક્કાર છે. ।।૧૧। નૃપ નગરમાં આવતાં જાણે આ ઉત્પાત; એકાન્તે મરુભૂતિને વાત કહી સાક્ષાત. ૧૨ અર્થ –રાજા અરવિંદ નગરમાં પાછા ફર્યા ત્યારે થયેલ આ ઉત્પાતને જાણી એકાન્તમાં મરુભૂતિને બોલાવી આ સાક્ષાત્ બનેલ બનાવની વાત જણાવી. ।।૧૨।।
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy