________________
(૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧
મત મંત્રીનો રૃપ પૂછે : ‘“કહો શી શિક્ષા થાય ?' “પ્રથમ ગુન્હે માફી પટે, વળી મુજ ભાઈ ગણાય.’ ૧૩
=
અર્થ :– મરુભૂતિ મંત્રી છે માટે રાજાએ આવા અપરાધની શી શિક્ષા થવી જોઈએ તેનો મત આપવા જણાવ્યું. ત્યારે મરુભૂતિએ જવાબમાં કહ્યું કે આ એનો પ્રથમ ગુન્હો છે અને વળી મારો ભાઈ પણ ગન્નાય છે માટે એને માફી આપવી ઘટે. ૫૧૪/
સુર્ગી એ ઉત્ત૨ મંત્રીને નૃપ કહે : ‘‘કરવો ન્યાય; રાનીતિથી વર્તીશું, શોક ન કરીશ જરાય'' ૧૪
અર્થ :– મંત્રી મરુભૂતિનો આવો ઉત્તર સાંભળી રાજાએ કહ્યું કે એનો યથાયોગ્ય ન્યાય કરવો પડશે. અમે રાજનીતિ પ્રમાણે વર્તીશું. તું જરાય પણ તે વિષે શોક કરીશ નહીં. ।।૧૪।। વિદાય કરીને મંત્રીને, તેડ્યો કમકુમાર, ધમકાવ્યો જન દેખતાં; ધ્રુજે કમઠ અપાર. ૧૫
અર્થ – મંત્રીને વિદાય કરી રાજાએ કમઠને બોલાવ્યો. લોકોના દેખતાં તેને બહુ ધમકાવ્યો. તેથી તે થરથર ધ્રુજવા લાગ્યો કે જાણે હવે મને રાજા શું કરશે? ।।૧૫।।
શ્યામ મુખ શરમે બન્યું, ઉપર લગાવી મેશ,
મસ્તક મૂંડાવી, હૂઁને ધોળાવે જ નરેશ. ૧૬
૧૯૫
અર્થ – એક તો શરમને લીઘે મુખ શ્યામ બની ગયું અને વળી તે મુખ ઉપર રાજાની આજ્ઞાથી કાળી મેશ લગાડી તેનું મસ્તક મુંડાવીને આખા શરીરે ચુનાનું પોતું મારવામાં આવ્યું. ।।૧૬।। વાનર-મુખા પશુĪપ કર્યો ગધેડે સ્વાર,
શેરી શેરીએ ફેરવી કાઢ્યો રાજ્ય બહાર. ૧૭
-
અર્થ :— તેનું વાનર જેવું મુખ બનાવી પશુરૂપે તેને ગધેડા ઉપર સ્વાર કર્યો. પછી શેરીએ-શેરીએ ફેરવીને તેને રાજ્યની હદ બહાર કાઢી મૂક્યો. ।।૧૭।।
ભૂતાચલ ગિરિ પર વસે તાપસ લોક અનેક,
તેમાં ભળી તપ તે કરે સર્પ સમો ઘી ટેક. ૧૮
અર્થ : – ભૂતાચલ નામના પર્વત ઉપર અનેક તાપસ લોક વસે છે. તેમાં તે ભળી જઈ તપ કરવા લાગ્યો. પણ હૃદયમાં તો જેને સર્પ સમાન ક્રોધનો આવેશ ભરેલો છે. ।।૧૮।।
બે કર ઊંચા કરી ઘરે શિલા શિર પર તેહ,
જાણે ફીઘર ફેણ એ વેર-વિષે ભરી દેહ, ૧૯
અર્થ :– કમઠ પોતાના બે હાથ ઊંચા કરી શિર ઉપર મોટી શિલાને પકડીને રહેલ છે. તે એવો દેખાવ આપે છે કે જાણે ફણીઘર એટલે ફલને ઘારણ કરનાર નાગે પોતાની ફેણ ચઢાવી હોય કેમકે કમઠનો દેહ તો વેરરૂપી વિષથી ભરપૂર ભરેલો છે.
૧૯૬
સમાચાર સુર્ણા ભાઈના, ગયો મંત્રી નૃપ પાસ, વીનવે : “આશા હોય તો, તાપસ-દર્શન-આશ.' ૨૦