SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦ ૧ બહુ બળવંતા નૃપ મેં જીત્યા ભુજબળથી બહુ યુદ્ધ કરી, રૂપ-શિરોમણિ રમણીઓ પણ મુજ અંતઃપુર દેતી ભરી, જીતી મેં સ્ત્રી-સૃષ્ટિ સઘળી; શું સીતા મુજને જીતે?” એમ વિચારી ક્રોઘ ઘરે ત્યાં મંદોદરી વદતી પ્રીતે - ૬ અર્થ - રાવણ વિચારે છે કે બહુ બળવાન રાજાઓને મારા ભુજબળથી ઘણા યુદ્ધ કરીને મેં જીતી લીધા. અનેકરૂપમાં શિરોમણિ જેવી રમણીઓ વડે મારું અંતઃપુર ભરી દીધું. મેં સઘળી સ્ત્રી-સૃષ્ટિને જીતી લીધી અને શું આ સીતા મને જીતી જાય? એમ વિચારી રાવણને ક્રોઘ ઉપજ્યો કે ત્યાં મંદોદરી પ્રેમપૂર્વક અમૃતરૂપ વચન જળવડે તેને શાંત કરવા લાગી. ફાા “શાળીનાં પુષ્પોની માળા જ્વાળા પર નવ સુજ્ઞ ઘરે, તેમ મનોહર અબળા ઉપર ક્રોથ નહીં નરનાથ કરે. ગગનગામિની આદિ વિદ્યા ગુમાવશો સત સંતાપી; વિદ્યાઘર બહુ દુઃખી થયા છે કરી બલાત્કારો પાપી. ૭ અર્થ :- મંદોદરી રાવણને કહેવા લાગી કે શાળાના (ડાંગરના) પુષ્પોની માળાને કોઈપણ સમજુ જન અગ્નિની વાળા પર મૂકે નહીં. તેમ મનોહર એવી આ અબળા ઉપર નરોના નાથ એવા તમને ક્રોઘ ઘટે નહીં. જો સતીને આમ સંતાપ આપશો તો આકાશગામિની વગેરે તમારી વિદ્યાઓ નાશ પામી જશે. પૂર્વે પણ અનેક વિદ્યાઘરો બલાત્કારના પાપો કરીને દુ:ખી થયા છે. જેમકે સ્વયંપ્રભા માટે અશ્વગ્રીવ વિદ્યાઘર, પદ્માવતીના કારણે રાજા મધુસુદન અને સુતારામાં આસક્ત નિબુદ્ધિ અશનિઘોષ વગેરે દુઃખને પામ્યા છે. ||શા સપત્ની-શલ્ય આ બોલે છે એમ ગણો નહિ, કહું સાચું; સતી સતાનો મોહ તજો એ આપ કને આજે યાચું.” રાવણ રીસે બળતો ત્યાંથી આમ કહી ચાલી નીકળે : “પ્રાણસહિત સીતા તજવાનો, કહ્યું કોઈનું નહીં વળે.”૮ અર્થ - આ સીતા મારી સપત્ની શોક્ય બની જશે માટે આમ બોલું છું એમ માનશો નહીં. પણ સાચું કહું છું કે તમે આ સતી એવી સીતાનો મોહ મૂકી ઘો. તમારી પાસે મારી આ આજે વિનયભરી માગણી છે. તે સાંભળી રાવણ ક્રોધાગ્નિમાં સળગતો આમ કહેતો ત્યાંથી ચાલી નીકળ્યો કે સીતાને તો મારા પ્રાણ સાથે જ છોડીશ; અર્થાત્ મારા પ્રાણ છે ત્યાં સુધી તો એને હું નહીં જ છોડું; અને આમાં કોઈનું કહેલું કાંઈ વળવાનું નથી. દા. તજી દીઘેલી નિજ પુત્રી સમ માની મંદોદરી ઊંચરે ઃ “આ ભવ કે પરભવના યોગે મુજ ઉર સીતા, સ્નેહ સ્કુરે. જાણે મળી મુજ તનુજા આજે, સુણ શિખામણ માતતણી, માનશ ના લંકાપતિ-વિનતિ, સહનશીલતા રાખ ઘણી.”૯ અર્થ :- રાવણના કહેવાથી જન્મતાં જ તજી દીઘેલી પોતાની પુત્રી સમાન સીતાને માની મંદોદરી મનમાં વિચારવા લાગી કે આ ભવના કે કોઈ પરભવના સંબંઘથી આ સીતા પ્રત્યે મને સહેજે સ્નેહ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy