________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
ઘોડાનો પગ પડવાથી વિષ્ટા ઊછળીને તેના મોઢામાં આવીને પડી. સૂરિના કહેલા વચન પર વિશ્વાસ આવવાથી તેણે સેવકોને પૂછ્યું કે આજે કેટલામો દિવસ છે. સેવકોએ કહ્યું આજે સાતમો દિવસ છે. તેથી દત્ત પાછો મહેલ તરફ વળ્યો કે જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીઘો. અને કુંભીમાં નાખીને પકવ્યો. તે મરીને નરકે ગયો. શ્રી કાલિકાચાર્યે રાજાનો પણ ભય રાખ્યો નહીં કે મને રાજા શિક્ષા કરશે પણ જે સત્ય હતું તે કહી દીધું. એ વચનશુદ્ધિનું સમકિતનું બીજું દ્વાર છે.
=
ત્રીજી કાયશુદ્ધિ સદેવગુરુધર્મ વિના બીજા મિથ્યાત્વી દેવોને ધર્મબુદ્ધિથી કાયા વડે વંદન કરે નહીં કે તેમની સેવા કરે નહીં. તે ત્રીજી કાયશુદ્ધિનો પ્રકાર છે. જે સમ્યગ્દષ્ટિમાં હોય છે. તે ઉપર દૃષ્ટાંત વજ્રકર્ણ રાજાનું દૃષ્ટાંત :- કાયાથી દર્શન કરવામાં દૃઢ. દશપુર નગરનો વજ્રકર્ણ નામે મહાપરાક્રમી રાજા હતો. તે વ્યસનોથી દૂષિત થયેલો હતો. એકદા જંગલમાં શિકાર કરતાં હરણીના ગર્ભમાંથી બચ્ચું બહાર પડ્યું. તેને તરફડતું જોઈ રાજાને દયા આવી. તેથી વિચાર્યું કે મેં નરકે જવાય એવા કામો કર્યા છે. એમ વિચારતો જંગલમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં એક મુનિ ભગવંતને જોઈને પૂછ્યું કે હે ભગવંત! આપ શું કરો છો ? મહાત્માએ કહ્યું – હું આત્મહિત કરું છું. રાજાએ કહ્યું કે હે સ્વામી! મને પણ આત્મહિતનો રસ્તો બતાવો. ત્યારે મુનિ બોલ્યા કે હિંસાનો ત્યાગ કરવો. દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાન કરવું. અરિહંત અને સાધુ ભગવંત સિવાય બીજા કોઈને નમસ્કાર કરવા નહીં. એ સાંભળીને રાજાએ બીજા કોઈને પણ નહીં નમવાનું પચ્ચખાણ કર્યું.
નગરમાં આવ્યા પછી વિચાર કર્યો કે મારો ઉપરી રાજા અવંતિનગરીનો છે. તેને મારે પ્રણામ કરવા પડશે. એમ વિચારી તેણે વીંટીમાં મુનિસુવ્રત ભગવાનની નાની પ્રતિમા બનાવી તેમાં મઢાવી અને મનવડે ભગવાનને જ નમસ્કાર કરતો હતો. જ્યારે ઉપરથી સિંહરથ રાજાને પ્રણામ કરતો દેખાતો હતો.
કોઈ ખળ પુરુષે રાજા આગળ તેની આ વાત કરી. તેથી તેને મારવા માટે રાજાએ દશપુર નગરે ચઢાઈ કરી. તેને ઘેરો ઘાલ્યો. પછી દૂતને મોકલી કહેવડાવ્યું કે હે વજ્રકરણ, તું મને વીંટી પહેર્યા વિના પ્રણામ કરવા આવ. વજ્રક૨ણે કહેવરાવ્યું કે મારે રાજ્યની જરૂર નથી. મને માત્ર ધર્મદ્વાર આપો કે જેથી બીજે સ્થાને જઈને મારા નિયમનું પાલન કરું. એમ કહ્યાં છતાં પણ રાજા માન્યો નહીં પણ વિશેષ ક્રોધિત થયો, અને તેના કિલ્લાને ઘેરી રહ્યો. ત્યાં લક્ષ્મણ આવે છે અને સિંહરથને સમજાવે છે છતાં તે સમજતો નથી. તેથી તેની સાથે લડાઈ કરી તેને જીતી લે છે. પછી લક્ષ્મણ, વજ્રકરણને ઉજ્જયિનીનું રાજ્ય આપે છે અને સિંહરથને તેનો સેવક બનાવે છે. આ કથાનો સાર એ છે કે વજ્રકરણ રાજાએ સંકટ આવ્યા છતાં પણ નિયમનો ભંગ કર્યો નહીં અને કાયશુદ્ઘિ પાળવાથી તે સ્વર્ગે ગયો. ત્યાંથી અનુક્રમે મોક્ષને પામશે. પંચ દૂષણ
૧૭૦
એ ત્રણ દર્શનશુદ્ધિ કહી, વળી દૂષણ પંચ તત્ત્વે જૈતડંકા, નિર્ભયતા નહિ પામી શકે મન જો ઘ૨શે સતમાંહીં કુશંકા.
ઉપર પ્રમાણે ત્રણ સમ્યગ્દર્શનની શુદ્ધિ કહી. હવે સમ્યગ્દર્શનના પાંચ દૂષણ કહે છે. તે તજવાથી વિજયનો ડંકો વાગી જશે એમ જાણવું. સમકિતનું પહેલું દૂષણ તે કુશંકા છે. વીતરાગે પ્રરૂપેલા ઘર્મને વિષે સંદેહ બુદ્ધિ રાખવી તે કુશંકા કહેવાય છે. જે પ્રાણી આવા સત્યધર્મમાં પણ કુશંકા રાખશે તેનું મન કદી નિર્ભયતા પામી શકશે નહીં. તે ઉપર દૃષ્ટાંત :—