SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ મોટો થતાં તે શંખનો સ્નેહી થયો, ઉપવન ગયો; દેખે છયે નૃપ-પુત્ર જમતા તેથી બહુ રાજી થયો; શંખે કહ્યું : ‘આ આપનો છે ભાઈ, શું ના ઓળખ્યો?’ સાથે જમાડે ભાઈઓ, પણ રાી-ઉ૨માં એ દુખ્યો. ૩ અર્થ :— તે મોટો થતા શેઠપુત્ર શંખનો સ્નેહી થયો અને તેની સાથે એકવાર બગીચામાં ગયો. ત્યાં રાજાના છએ પુત્રોને જમતા જોઈ આ સાતમો ભાઈ પણ બહુ રાજી થયો. ત્યારે શંખે બઘાને કહ્યું કે આને તમે ઓળખ્યો? આ તમારો જ ભાઈ છે. તેથી તેને જમાડવા લાગ્યા. પણ માતા નંદીયશા રાણીના હૃદયમાં એ કાર્ય ગમ્યું નહીં. ।।૩।। તેથી ઉઠાડે લાત મારી, શંખ ખેદ ઘરે વળી, નિમિકે ભી નીર નેત્રે મિત્રની ગ્રહી આંગળી; ઉદ્યાનમાં દેખી મુનિ ક્રુમષણને બન્ને નમે, નિજ મિત્રના ભવ પૂછવાનું શંખના મનમાં ૨મે. ૪ ૩૫૩ અર્થ :— તેથી તેને લાત મારીને ઉઠાડી મૂક્યો. શંખને પણ ખેદ થયો. આમ ઉઠાડવાથી નિર્નામિકના આંખમાં આંસુ આવી ગયાં. તેથી શંખમિત્રનો હાથ પકડી બન્ને ચાલતા થયા. ત્યાં બગીચામાં શ્રી ક્રુમષેણ નામના મુનિને જોઈને બન્નેએ નમસ્કાર કર્યા. પછી શંખે પોતાના મિત્ર નિનમિકની માતાને તેના જ પુત્ર વિષે શા માટે આવો અણગમો થયો હશે? તેથી તેના પૂર્વભવ વિષે પૂછવાનું શંખના મનમાં ૨મવા લાગ્યું. ।।૪। કરુણા કરી મુનિ બોલિયા ઃ ‘શાને દુખી થાઓ વૃથા? દૂર ખેદ કરીને સાંભળો આ પૂર્વ-ભવ-ભાવિ-કથા - ગિર નગરમાં નૃપ ચિત્રરથ કુસંગથી વ્યસની થયો, અમૃતરસાયન નામનો સઁદ માંસ-પાકી મળી ગયો. ૫ અર્થ :– મુનિ જ્ઞાન વડે જાણી કરુણા કરીને બોલી ઊઠ્યા કે તમે શા માટે વૃથા દુઃખી થાઓ છો. તમારો ખેદ દૂર કરીને એમના પૂર્વભવ અને ભવિષ્યના ભવો વિષેની હું કથા કહું છું તે તમો સાંભળો. ગિર નામના નગ૨માં ચિત્રરથ નામે રાજા હતો. તે કુસંગથી વ્યસની બન્યો હતો. તેને અમૃતરસાયન સૂદ એટલે રસોયો જે રોજે માંસ પકાવીને આપનાર મળી ગયો. ।।૫।। નામનો રસરીઝથી રાજા રીંઝી દશ ગામની બક્ષિસ દે; સદ્ભાગ્યથી સુધર્મ મુનિ પાસે સુણી સદ્ધર્મ તે, ભૂંડું ગણીને માંસભક્ષણ, ખૂબ નિજ નિંદા કરે, ને મેઘરથ નિજ સુતને નૃપપદ દઈ દીક્ષા વરે. ૬ અર્થ :— માંસરસથી રાજી થઈને રાજાએ તેને દસ ગામ બક્ષિસમાં આપી દીધા. પછી સદ્ભાગ્યથી સુધર્મ નામના મુનિ પાસે સદ્ઘર્મ સાંભળીને માંસભક્ષણ કરવું તે અત્યંત ખરાબ છે એમ જાણી રાજાએ પોતાના આવા કુકૃત્યની ખૂબ નિંદા કરી. તેમજ પાપના પ્રાયશ્ચિત્તમાં પોતાના પુત્ર મેઘરથને રાજ્ય આપી પોતે દીક્ષા અંગીકાર કરી. ।।૬।।
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy