SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૫ ૫ માયાના બળે સંહરીને અલકાના ખોળામાં મૂકી દેશે. તે મોટા થઈ દીક્ષા લઈ સર્વે તે જ ભવે મોક્ષને પામશે. (૧૦ગા. આ શંખ-ઑવ બળરામ બનીને રાગ અતિ તુજ પર ઘરે, તે દ્વારિકાના દાહ પછી તુજ વિરહથી દીક્ષા વરે; ને પારણાને દિન વસ્તીમાં જતાં અવિકારી તે, ફૂપ-મૂઢ કામિની કૂપ પર ઘટ-સ્થાન શિશુ-Íશ બાંથી લે- ૧૧ અર્થ :- ભગવાન નેમિનાથે જણાવ્યું કે આ શંખ જીવ હવે બળરામ બનીને તારા ઉપર અત્યંત રાગ ઘરે છે. તે દ્વારિકાનો દાહ થયા પછી તારા વિરહથી દીક્ષાને ઘારણ કરશે. અવિકારી એવા તે મુનિ પારણાને દિવસે વસ્તીમાં જતાં તેમના રૂપમાં મૂઢ બનેલી એવી એક સ્ત્રી તે કુવામાંથી પાણી કાઢવાને માટે ઘડાને સ્થાને પોતાના પુત્રનું માથું જ બાંઘવા લાગશે. ૧૧ાા તે દેખી વનચર્યા ગ્રહી મૂનિ વસ્તીમાં કર્દી નહિ જશે, પરિષહ સહી મુનિભવ તજી બ્રહ્મન્દ્ર સુરલોકે થશે; ત્યાં અવઘિથી તુજ નરકગતિ-દુખ દેખીને નરકે જશે, સ્વર્ગે લઈ જાવા પ્રયત્નો દુખદ તુજને નીવડશે. ૧૨ અર્થ :- જોઈ બળરામ મુનિ વનમાં જ વિચારવાનું રાખશે, પણ વસ્તીમાં કદી જશે નહીં. ત્યાં જંગલમાં જ પરિષહ સહન કરીને મુનિનો ભવ પૂરો કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઇન્દ્રરૂપે અવતરશે. ત્યાં અવધિજ્ઞાનથી તારી નરકગતિનું (શ્રીકૃષ્ણનું) દુઃખ જોઈને તે પણ નરકમાં આવશે. ત્યાંથી તને સ્વર્ગમાં લઈ જવાના પ્રયત્નો કરશે પણ તે તને દુ:ખરૂપ નીવડશે. /૧૨ા. આ પૂર્વકૃત-ફેલ ભોગવી છૂટીશ” એ વિનતિ સુણી, સુર યાચશે તવ સાંત્વનાથે કામ કો દિલગીર બની; તું કહીશ કે : “ભાવિ વિષે વીતરાગ ઘર્મ ઉપાસતાં, નરભવ ઘરી બની તીર્થપતિ, પામીશ શિવ, નિશ્ચય છતાં- ૧૩ અર્થ - ત્યારે તું કહીશ કે આ મારા પૂર્વે કરેલાં કર્મનાં ફળ ભોગવવાથી જ અહીંથી છૂટકારો થશે, એના પહેલાં હું નરકમાંથી નહીં નીકળી શકું. એવી તારી વિનંતીને સાંભળી તે દેવ દિલગીર થઈને તારી સાંત્વનાથે કહેશે કે, તો બીજા હું તારા માટે તું કહે તે કરું. ત્યારે તું કહીશ કે ભવિષ્યમાં વીતરાગધર્મની ઉપાસના કરતાં મનુષ્યભવ ઘારણ કરીને હું તીર્થકર બની મોક્ષને પામીશ; એ વાત તો ભગવાને કહી માટે તેનો નિશ્ચય છે પણ હાલમાં મારા વિષે થયેલ લોકાપવાદને તમે દૂર કરો. f/૧૩ી. તે દ્વારિકાના દાહથી લોકાપવાદ થયો ઘણો, સુણ સંત-ઉર દુભાય તે અટકાવ, કરી યશ આપણો. સું-ચક્રપાણિ મૂર્તિ મારી ભરતખંડે સૌ પૅજે, કર તેવી યુક્તિ મધ્ય લોકે કોઈ રીતે, જો રુચે.” ૧૪ અર્થ :- દ્વારિકા નગરી બળી જવાથી લોકોમાં મારી ઘણી નિંદા થઈ છે. તે સાંભળીને સજ્જન પુરુષોના હદય દુભાય છે. માટે તેને અટકાવી આપણો યશ વધે તેમ કરો.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy