________________
(૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧
૧૯૯
મંત્રી મર હાથી થયો, આર્તધ્યાનનો દોષ;
પાપ કર્યા તેં બહુ અરે! પશુયોનિ દુખકોષ. ૪૨ અર્થ - હે ગજરાજ! તું પૂર્વે મંત્રી હતો. પણ મરણ વખતે આર્તધ્યાનના દોષસહિત મરણ કરીને તું હાથી થયો છું. તેં બહુ પાપ કર્યા છે. અરે! આ પશુયોનિ તો દુઃખનો જ કોષ એટલે ભંડાર છે. ૪રા.
ઘર્મધ્યાન ઘર હે કરી સમ્યગ્દર્શન ઘાર,
પ્રાણ ટકે ત્યાં લગી હવે પાળ અણુવ્રત બાર.૪૩ અર્થ - હે! કરી એટલે હાથી હવે તું ઘર્મધ્યાન કર. તથા સમ્યગ્દર્શનને ઘારણ કરીને જ્યાં સુધી તારા પ્રાણ ટકે ત્યાં સુધી બાર અણુવ્રતનું પાલન કર. II૪૩
કોમળહૃદયી હાથી એ મન નિદે નિજ પાપ;
સત્ય ઘર્મ-વિધિ મુનિએ ઉપદેશી નિષ્પાપ.૪૪ અર્થ - કોમળ હૃદયવાળો હવે તે થઈને પોતાના પાપની મનમાં નિંદા કરવા લાગ્યો. તેથી મુનિએ પણ હાથીને હવે નિષ્પાપ એવી સત્ય ઘર્મવિધિનો ઉપદેશ આપ્યો. ૪પા
સમ્યગ્દર્શન સહ ઘરે ગજ વ્રત ગુરુની સાખ,
મુનિ સંઘ સહ ચાલિયા, વન સુથી હાથી સાથ. ૪૫ અર્થ -સમ્યગ્દર્શન સાથે ગુરુની સાક્ષીએ તેણે બાર વ્રત ઘારણ કર્યા. હવે મુનિ સંઘ સાથે ચાલવા મંડ્યા ત્યારે તે હાથી પણ વન સુધી તેમની સાથે આવ્યો. ૪પા
વર્તી ગજપતિ વનમાં વસે, વઘારતો વૈરાગ્ય,
સગુવચન ન વીસરે ભાવમુનિ મહાભાગ્ય. ૪૬ અર્થ :- વ્રતી થયેલો ગજરાજ હવે વનમાં વૈરાગ્ય વઘારતો વસવા લાગ્યો. તે સદગુરુએ આપેલ પ્રતિજ્ઞાઓરૂપ વચનને ભૂલતો નથી. તે હવે મહાભાગ્યશાળી ભાવમુનિ બનેલ છે. ૪૬ાા
હણે નહીં ત્રસ જીવને, સાવઘાન ગજરાજ,
મૈત્રી, ક્ષમા, સમતા ઉરે, જીવે સંયમ કાજ. ૪૭ અર્થ :- ત્રસજીવોને હવે હણતો નથી. જીવદયા પાળવામાં સદા સાવધાન રહે છે. જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના છે, ક્ષમા છે તથા સમતા છે. તેનું જીવન હવે સંયમને માટે છે. I૪૭ના
ઉપવાસ-સાહસ કરે, ખાય સેંકા તૃણ પાન,
વપરાતે રસ્તે ફરે, ડૉળા જળનું પાન.૪૮ અર્થ - ઉપવાસ કરવાનો પણ જે સાહસ કરે છે. સૂખા ઘાસના પાંદડાને ખાય છે. વપરાયેલ રસ્તામાં જ ફરે છે. અને ડોળાએલા જળનું જ જે પાન કરે છે. ૪૮.
દેખ્યા વિણ ડગ ના ભરે, નહિ જળ-પંકે ન્હાય,
શીલ-ભંગ કર્દી ના કરે, હાથણી ભણી ન જાય. ૪૯ અર્થ - જોયા વગર પગ મૂકતો નથી. પંક એટલે કીચડ જેવા પાણીમાં જીવજંતુનો સદ્ભાવ