________________
૨ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જોઈને જે નાહતો નથી. કદી પોતાનું શીલભંગ કરતો નથી. બ્રહ્મચર્ય પાળે છે, માટે કદી હાથણી ભણી પણ જતો નથી. II૪૯ાા
આત્મવિચાર વિષે રહે, દેવ, ગુરું પર પ્રેમ;
તપથી નિર્બળ, ક્ષીણ તન થયું હાથીનું એમ. ૫૦ અર્થ - જે આત્મવિચાર કરે છે, દેવ, ગુરુ પર જેને પ્રેમ છે. ઉપવાસ આદિ તપનું આરાઘન કરવાથી હાથીનું શરીર હવે નિર્બળ અને ક્ષીણ બની ગયું. //૫વા
એક દિને તૃષાપીડિત પેઠો નદીપટ માંય,
કાદવ-ખાણ વિષે કળ્યો, મરણ વિચારે ત્યાંય. ૫૧ અર્થ - એક દિવસે પાણીની તરસથી પીડિત થયેલો તે નદી પટ એટલે નદીની પહોળાઈમાં પેઠો. પાણીની અંદર કાદવની ખાણમાં તે કળી ગયો. હવે ત્યાંથી બહાર નીકળી શકતો નથી. માટે અહીં મરણ થશે એમ વિચારવા લાગ્યો. પલા.
જ્ઞાનીનું શરણું ગ્રહી, બની નિર્ભય, તૈયાર,
ઊભો કર્મ ખપાવવા; સહનશીલતા સાર. પર અર્થ - મનમાં જ્ઞાનીનું શરણ ગ્રહીને નિર્ભય બની, હવે મરવા તૈયાર થયો. સહનશીલતાને જ સારરૂપ ગણીને હવે કર્મ ખપાવવા ત્યાં ઊભો રહ્યો. પરા
કમઠ કલંકી મરીં થયો, ઊડણ સાપ નર્દી-તીર,
ગજ ઉપર પડી તે ડસે, મરણ કરે ગજવીર. ૨૩ અર્થ - કર્મથી કલંકિત એવો કમઠ મરીને હવે તે નદીના તીર ઉપર ઉડણ સર્પ થયો. તે હાથી ઉપર પડીને તેને ડસ્યો. તેથી જેણે આત્મ વીરત્વ વઘાર્યું છે એવા ગજવીરનું ત્યાં મરણ થયું.પા.
નિર્મળ ભાવે મરી કરી સ્વર્ગ બારમે જાય,
ઘર્મપ્રભાવ મહાન છે; ગુરુ-શરણે સુખ થાય. ૫૪ અર્થ - નિર્મળભાવથી કરી એટલે હાથીનું મરણ થવાથી તે બારમા અશ્રુત નામના સ્વર્ગમાં ઉત્પન્ન થયો. ઘર્મનો પ્રભાવ મહાન છે કે જેથી ગુરુશરણ વડે હાથી જેવા પશુને પણ સુખ થયું. ૫૪ો.
લોકોત્તમ સૌ સંપદા, અનુપમ ઇન્દ્રિય-ભોગ,
સુફળ ફળ્યું તપ-કલ્પતરુ, મળ્યો સકળ સુખ જોગ. ૫૫ અર્થ - લોકમાં ઉત્તમ એવી સંપત્તિને તે પામ્યો. સ્વર્ગમાં અનુપમ ઇન્દ્રિયભોગની તેને પ્રાપ્તિ થઈ. કરેલ તારૂપી કલ્પવૃક્ષના સલ્ફળ તેને મળ્યા. જેથી સ્વર્ગમાં સકળ સુખનો જોગ તેને મળી આવ્યો. //પપા
જયવંતો વર્તા સદા, જૈન ઘર્મ જગમાંય,
પશુ સરખાં તે સેવતાં, દુખદરિયો તરી જાય. પ૬ અર્થ - જગતમાં જૈનધર્મ સદા જયવંત વર્ગો કે જેની સેવન કરવાથી પશુ સરીખા પ્રાણીઓ પણ સંસારના દુઃખ દરિયાને તરી જાય છે. પકા