________________
(૨૫) જ્ઞાન
૨૯૩
મન ભટકતું અજ્ઞાનવશ, તે જ્ઞાનસંસ્કારે ઠરે, ના સુજ્ઞ આતમજ્ઞાનથી પર કાર્યમાં મન બહુ ઘરે; પણ કામ-પૅરતું સૌ કરે, તે વચન-કાયાથી; છતાં
તન્મય બને ત્રિયોગથી ના, ભાવ નિઃસ્પૃહ સેવતાં. ૨૯ અર્થ :- અનાદિકાળથી અજ્ઞાનવશ ભટકતું આ મન જ્ઞાનસંસ્કારથી એટલે સવળી સમજણ મળતાં ઠરી જાય છે અર્થાત સ્થિર થાય છે. તેથી સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વનો જાણનાર એવો પુરુષ, આત્મજ્ઞાનથી પર એવા સાંસારિક કાર્યોમાં મન બહુ લગાવતો નથી. તે વચન અને કાયાથી જરૂર પૂરતું સર્વ કામ કરવા છતાં પણ મન, વચન, કાયાના ત્રણેય યોગથી તે તે કાર્યમાં તન્મય થતો નથી. મનથી તે નિઃસ્પૃહ રહે છે અર્થાતુ મનને તે તે કાર્યમાં આસક્ત થવા દેતો નથી. (૨લા
સુજ્ઞાનમહિમા શું કહ્યું? રવિ પાપ-તમ હરનાર એ, કે મોક્ષલક્ષ્મી-ચરણને અંબુજ સમ આઘાર તે; સન્મત્ર મન્મથ-સર્પનો કે કેસરી મન-ગજ તણો,
સંક્લેશ-વાદળ-વાયરો, વળી વિશ્વતત્ત્વ-દીવો ગણો. ૩૦ અર્થ - સમ્યજ્ઞાનનો મહિમા તમને હું શું કહું? તે જ્ઞાન તો રવિ એટલે સૂર્ય સમાન હોવાથી પાપરૂપી તમ એટલે અંધકારને નાશ કરનાર છે. “અંઘકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” -શ્રીમદ્ રાજચંદ્ર
અથવા મોક્ષરૂપી લક્ષ્મીના ચરણને અંબુજ એટલે કમળ સમાન તે જ્ઞાન આધારભૂત છે. મન્મથ એટલે કામદેવરૂપી સર્પને વશ કરવા માટે જ્ઞાન એ ગારુડી મંત્ર સમાન છે, અથવા મનરૂપી હાથીને માત કરવા, જ્ઞાન એ કેસરી સિંહ સમાન છે, સંક્લેશ એટલે કષાય પરિણામરૂપ વાદળાને વિખેરી નાખવા માટે જ્ઞાન એ વાયરા સમાન છે. વળી વિશ્વના સમસ્ત તત્ત્વોને જાણવા માટે જ્ઞાન એ દીપક સમાન છે. ૩૦ના
સુજ્ઞાન જાળ સમાન પકડે વિષયરૂપી માછલાં, ને રાગ નદ સેંકાવવાને જ્ઞાન રવિ-કિરણો ભલા; ચૈતન્ય-રૅપની ચિવાળા દેખ દુર્લભ ભવ વિષે,
તેથી અતિ દુર્લભ ખરાં અધ્યાત્મશાસ્ત્રો પણ દીસે. ૩૧ અર્થ :- સમ્યજ્ઞાન તે પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ માછલાને પકડવા માટે જાળ સમાન છે. વિષયોમાં ભટકતી વૃત્તિને જ્ઞાનવડે વશ કરી શકાય છે. તથા રાગરૂપી નદીને સુકવવા માટે જ્ઞાન એ સૂર્યના કિરણો સમાન છે. ચૈતન્યસ્વરૂપ આત્માને જાણવાની રૂચિવાળા જીવો આ ભવમાં દુર્લભ દેખાય છે. તેથી જ આત્મા સંબંધીના જ્ઞાનવાળા ખરેખરા અધ્યાત્મશાસ્ત્રો પણ મળવા આ કાળમાં અતિ દુર્લભ થઈ પડ્યા છે. ૩૧ાા
ચૈતન્યપદ-દર્શક ગુરું તો અતિ અતિ દુર્લભ મહા, ચિંતામણિ સમ જ્ઞાન સમ્યક પામવું દુર્ઘટ, અહા! જો સ્વરૃપ શુદ્ધ જણાય તો તે શ્રેષ્ઠ સમ્યજ્ઞાન છે,
જે કર્મ-રજ હરતો નિરંતર જ્ઞાનવાયુ, ધ્યાન તે. ૩૨ અર્થ :- ચૈતન્યમય એવા આત્મસ્વરૂપના દર્શન કરાવવાવાળા સગુરુ મળવા આ કાળમાં અત્યંત અત્યંત મહાન દુર્લભ છે. તેથી ચિંતામણિ સમાન સમ્યજ્ઞાનનું પામવું પણ અહો! મહા દુર્ઘટ થઈ પડ્યું છે.