________________
૩૭૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઉપજાવવાનું કારણ થાય છે. પહેલાના સમયમાં સાઘભાઈની નબળી સ્થિતિ હોય તો તેને દૂર કરવા શેઠીયાઓ ગુપ્ત રીતે તેના ઘરે પૈસાની થેલી પણ મૂકી આવતા. કેમકે ઉત્તમ શ્રાવક કદી માંગણી કરે નહીં.
સર્વોત્કૃષ્ટ મુમુક્ષુ એવા મુનિ ભગવંતની ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્યરૂપે સેવા કરી હતી. તો તે મુક્તિને પામ્યા. તે સમયે જીવાનંદ વૈદ્ય જે શેઠ પાસેથી મુનિની ચિકિત્સા કરવા રત્નકંબળ, બાવનાચંદન અને લક્ષપાત તેલ વિના મૂલ્ય લાવેલા. તે શેઠ પણ સર્વોત્તમ પાત્રદાનના કારણે તે જ ભવે દીક્ષા ગ્રહણ કરીને મુક્તિને પામી ગયા. ૧૨ા.
જેમ મંદિર ચણતો રે કારીગર ઊંચો ચઢે,
તેમ દાન દેનારો રે ઉન્નતિ નિજ ઘડે. જ્ઞાની૧૩ અર્થ - જેમ મંદિરને ચણનાર કારીગર નીચે પાયામાંથી ચણતો ચણતો ઊંચે ચઢે છે તેમ દાન દેનારો શ્રાવક પણ દિનોદિન ભાવનિર્મળતાને લીધે આત્મોન્નતિને સાથે છે.
ઘીના વેપારીનું દ્રષ્ટાંત – પાલિતાણામાં મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે એક ગરીબ ઘીના વેપારી શ્રાવકે ઘી વેચી એક રૂપિયાની કમાણી કરી. તેને મન એ સર્વસ્વ હતું. તે મંદિરમાં જિર્ણોદ્ધારમાં આપી દીધું. મોટા શ્રાવકોએ તેનું નામ સૌથી પહેલા મોખરે લખ્યું. કારણ તેણે પોતાનું સર્વસ્વ આપ્યું છે. જ્યારે બીજાએ તો પોતાની મૂડીમાંથી અમુક ભાગ આપ્યો છે.
હીરાલાલનું દ્રષ્ટાંત - તેવી જ રીતે સભામધ્યે એકવાર પરમકૃપાળુદેવ બિરાજમાન હતા. પરમકૃત પ્રભાવક મંડળની ટીપ ચાલતી હતી. તે ટીપાં કાગળ જોઈ એક મુમુક્ષુભાઈ હીરાલાલ વિચારવા લાગ્યા કે મારી પાસે ખાનગી રૂપિયા એકવીશ ડબ્બીમાં છે. તે બઘા જ્ઞાનદાનમાં આપી દઉં, પણ બીજાની આગળ તો મારી એ જાજ રકમ ગણાય ત્યારે પરમકૃપાળુદેવ જ્ઞાનબળે જાણીને બોલ્યા કે હીરાલાલ, કેમ વિચારમાં પડી ગયા? તમારી ડબ્બીમાં ખાનગી એકાવન રૂપિયા છે તથા તમારી સર્વસ્વ આપવાની ભાવના થવાથી તે જાજ રકમ નથી પણ વિશેષ છે. પછી તેમણે એકાવન રૂપિયા ટીપમાં લખાવ્યા. અને ઘેર જઈ જોયું તો ડબ્બીમાં પૂરા એકાવન રૂપિયા હતા. એમ દાન દેનારા જીવો આત્મોન્નતિના પથ પર દિનોદિન ચઢતા જાય છે. ૧૩ના
શુદ્ધ તન મન વચને રે આહારનું દાન કરે,
સુપાત્રના યોગે રે ભવોદવિ ભવ્ય તરે. જ્ઞાની. ૧૪ અર્થ - શુદ્ધ તન, મન અને મીઠા વચનવડે જે ભવ્યાત્મા સુપાત્ર જીવોનો યોગ પામી આહારનું દાન કરે છે તે ભવ્ય પુણિયા શ્રાવકની જેમ ભવરૂપી ઉદધિ એટલે સમુદ્રને તરી જાય છે.
નંદીષેણના પૂર્વભવનું દ્રષ્ટાંત - એક શેઠ બ્રાહ્મણોને ભોજન આપવામાં ઘર્મ માની હજારો બ્રાહ્મણોને જમાડતો. ત્યાં એક વ્યક્તિ નોકર તરીકે રહ્યો. તેણે શરત કરેલ કે બઘાને જમાડતા જે શુદ્ધ ભોજન વધે તે મને આપવું. તે નોકર આ શુદ્ધ ભોજન લઈ ભાવપૂર્વક જ્ઞાની મુનિ મહાત્માઓને દાન આપતો. તેના ફળ સ્વરૂપ તે નોકર, શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ થઈ દીક્ષા લઈ સ્વર્ગે ગયો. જ્યારે હજારો બ્રાહ્મણને જમાડનાર તે શેઠ શ્રેણિક મહારાજાનો સેચનક નામનો પટ્ટ હાથી થયો.
તેમ બાહુબલિના પુત્ર શ્રેયાંસકુમાર તથા ચંદનબાળા જેવા અનેક જીવોએ ભગવાન જેવા સર્વોત્કૃષ્ટ પુરુષોને દાન આપી તે જ ભવે મુક્તિને મેળવી છે. ૧૪