________________
(૩૧) દાન
૩૭૧
ઇન્દ્રાદિક દેવો રે અતિ અભિલાષ ઘરે,
મળે માનવભવ યદિ રે દાનાદિક ઘર્મ કરે. જ્ઞાની. ૧૫ અર્થ - ઇન્દ્રાદિક દેવો પણ એવી અતિ અભિલાષા ઘારણ કરે છે કે ક્યારે અમને માનવજન્મ મળે અને અમે પણ દાન, શીલ, તપ, ભાવઘર્મને આરાથી મુક્તિને પામીએ. ૧૫ના
શિવ-હેતુ સુચારિત્ર રે ઘર મુનિ અંગ-બળે,
બળ અન્નથી આવે રે તે તો ગૃહી-ઘેર મળે. જ્ઞાની૧૬ અર્થ - મોક્ષપ્રાપ્તિનું કારણ સમ્યકુચારિત્ર છે, અર્થાતુ સમ્યક આચાર છે. તે જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારે મુનિ પાળે છે. તે આચાર પાળવામાં શરીરના અંગોપાંગનું બળ જરૂરી છે. તે શરીરબળ અન્નથી આવે છે. અને તે અન્ન તો ગૃહસ્થના ઘેરથી મળે છે. માટે ગૃહસ્થો દાન ઘર્મવડે મુનિઓને આહાર આપી ઘર્મ આરાધવામાં મદદરૂપ બની પોતાનું કલ્યાણ સાથે છે.
છીતુભાઈનું દ્રષ્ટાંત :- શ્રી છીતુભાઈ પહેલીવાર આશ્રમમાં આવ્યા ત્યારે શ્રી રણછોડભાઈનો સમાગમ થયો. તેમણે છીતુભાઈને કહ્યું કે આ મહાત્મા પ.પૂ.પ્રભુશ્રીજીના પેટમાં આપણા અનાજનો એક કણ પણ જાય તો ચૌદ રાજલોકને જમાડવા જેટલું પુણ્ય થાય. કેમકે એ સાચા આત્મજ્ઞાની મુનિ ભગવંત છે માટે. ૧૬ાા
આહારાદિ દાને રે ગૃહસ્થ જ ઘર્મ ઘરે,
ગુરુભક્તિ જ તેથી રે સુઘર્મની ધુરા, ખરે! જ્ઞાની. ૧૭ અર્થ - આહાર, જ્ઞાન, ઔષધિ આદિના દાન વડે ગૃહસ્થો ઘર્મ પામી શકે છે. તેથી શ્રાવકે ગુરુભક્તિને આહારાદિ દાન વડે સાચવી રાખવી, એ સતઘર્મને શુરા એટલે ઘૂસરી સમાન ટકાવી રાખવા બરાબર છે. - બળદેવમુનિનું દ્રષ્ટાંત :- બળદેવમુનિ સદા જંગલમાં જ રહેતા હતા. ત્યાં એક હરણ તેમને કોઈ સ્થાને આહારનો જોગ હોય તો ઇશારાથી લઈ જતું. એકવાર ત્યાં કઠિયારો આવ્યો. ભોજન બનાવ્યું જાણી હરણ, મુનિને ત્યાં લઈ આવ્યું. કઠિયારો ભાવપૂર્વક ગુરુભક્તિ સહિત મુનિને આહારદાન આપવા લાગ્યો તથા હરણ તે બધું જોતો અનુમોદન કરવા લાગ્યો. બઘા ઝાડ નીચે ઊભા હતા. તે ઝાડની મોટી ડાળ તૂટીને નીચે પડી. તે વખતે ત્રણેયના એક સાથે મરણ થયા. પણ ભાવપૂર્વક આહારદાનના પ્રભાવે તથા હરણના પણ ગુરુભક્તિના સાચા અનુમોદનના કારણે મુનિ ભગવંત, રથકારક અને હરણ એમ ત્રણેય ત્યાંથી મરણ પામીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. એમ સુધર્મની ધુરા એટલે ઘુસરીને ઘારણ કરનાર એવા ગુરુભગવંતની આહારાદિ દાન વડે ભક્તિ કરી ગૃહસ્થ ઉત્તમ ગતિને પામી શકે છે તેમજ પશુ જેવા પણ દાનના ભાવ માત્રથી ઉચ્ચ ગતિને પામી શકે છે. /૧ળા.
બોઘામૃત ભાગ :૩' માંથી :- “તમે દાનભાવના જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ફરીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તોપણ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તો પણ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેજી... કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી, તેના ભાવ પણ ઓછા. નવું મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લોભ ઘટાડવાનો