SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છેજ.(પૃ.૪૬૭) પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુઘી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય.” (પૃ. ૬૮૯) બહુ પાપના પુંજે રે અશક્ત ગૃહસ્થ અતિ, વ્રત-સાઘન લૂલાં રે વળી ન વિશાળ મતિ. જ્ઞાની. ૧૮ અર્થ:- ઘણા પાપના ઢગલાથી જે ગૃહસ્થ ઘર્મ આરાઘવામાં અતિ અશક્ત છે. જે બાર વ્રત વગેરે પાળવામાં ભૂલો છે. વળી જેની વિશાળ બુદ્ધિ નથી તેવા જીવો પણ દાનધર્મથી તરી ગયા છે..૧૮ાા પણ એક સુપાત્રે રે દાન દે ભાવ કરી, મન શુદ્ધિ કરી જો રે મળી તેને નાવ ખરી. જ્ઞાની૧૯ અર્થ - એવા અશક્ત ગૃહસ્થો પણ જો સુપાત્ર જીવોને, મન શુદ્ધિ કરીને સાચાભાવવડે દાન આપે તો તેને ભવસમુદ્ર તરવાને માટે ખરેખર નાવ મળી ગઈ એમ માનવું. એના ઉપર ભગવાન મહાવીરના પૂર્વભવનું દ્રષ્ટાંત છે : નયસારનું દ્રષ્ટાંત - પૂર્વભવમાં ભગવાન મહાવીરનો જીવ નયસાર નામે રાજાનો સેવક હતો. તે લાકડા કપાવવા માટે રાજાની આજ્ઞાથી જંગલમાં ગયેલો. ત્યાં ભોજનનો સમય થયે રસોઈ બનાવરાવી મનમાં એવી ભાવના ભાવવા લાગ્યો કે કોઈ મુનિ મહાત્મા પઘારે તો તેમને વહોરાવી ભોજન કરું. તેના ઉત્તમભાવથી આકર્ષાઈને માર્ગથી ભૂલા પડેલા મુનિ ભગવંતો ત્યાં આવી ચઢ્યા. તેમને ભાવપૂર્વક ગોચરી વહોરાવી મુનિને રસ્તો બતાવવા તે વળાવા ગયો. ત્યાંથી છૂટા પડતાં મુનિ ભગવંતે કહ્યું કે જેમ મને તેં આ નગરનો માર્ગ બતાવ્યો તેમ તને હું મોક્ષરૂપી નગરમાં જવાનો મૂળ માર્ગ દર્શાવું છું તે તું સાંભળ. એમ કહી ઉપદેશ આપ્યો. તે સાંભળીને નયસાર સમકિતને પામ્યો. ત્યાંથી ભગવાન મહાવીરના મોટા સત્યાવીશ ભવની ગણત્રી કરવામાં આવે છે. ||૧૯ાા મૂળમાં પટ નાનો રે નદીનો વિશાળ થતો, જતાં સાગર પાસે રે વિસ્તીર્ણ ને વેગવતો,- જ્ઞાની. ૨૦ અર્થ:- નદીનો પટ મૂળમાં નાનો હોય છે પણ તે જેમ જેમ સાગર એટલે સમુદ્ર ભણી જાય છે તેમ તેમ તે વિશાળ અને વેગવાળો બનતો જાય છે. ૨૦ના તેમ દાન-નદી જો રે અતિથિ-કરે છે જરી, યશ સાથ વઘે તે રે શિવોદધિ સુંઘી ખરી. જ્ઞાની૨૧ અર્થ :- તેમ દાનરૂપી નદી અતિથિ એટલે આત્મજ્ઞાની મુનિના કર એટલે હાથમાં થઈ જો જરી પણ પસાર થાય તો તે યશ આપવાની સાથે સાથે ઠેઠ મોક્ષરૂપ ઉદધિ એટલે સમુદ્ર સુધી લઈ જાય છે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy