SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) દાન ૩૭૩ જીવને ખરેખર આત્મજ્ઞાની પુરુષોને ખરા અતિથિ કહ્યાં છે. તેને અલ્પ પણ દાન આપવાથી જીવને તે ઠેઠ મોક્ષ સુધી લઈ જાય છે. “જેમ અલ્પ એવું પણ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી જળના યોગવડે બહુ વથી પડે છે, તેમ સુપાત્રે દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ અત્યંત વધે છે.” -ઉ.પ્રા.ભા. ભાગ-૩ (પૃ.૧૩૧) પુરુષાર્થ અલૌકિક રે કરી આત્મ-બોઘ વરે, તે મહાત્મા મુનિને રે ચતુર્વિધ દાન કરે - જ્ઞાની૨૨ અર્થ :- અલૌકિક પુરુષાર્થ કરીને જે આત્મજ્ઞાન અથવા કેવળજ્ઞાનને પામે છે એવા મહાત્મા મુનિ ભગવંતને જે આહારદાન, ઔષઘદાન, શાસ્ત્રદાન કે અભયદાન વડે એમની જે રક્ષા કરે તે ભવ્ય પ્રાણી કાળે કરી મુક્તિને પામે છે. તેના ઉપર દ્રષ્ટાંત. સૂઅરનું દ્રષ્ટાંત – એક મુનિ ભગવંત ગુફામાં ધ્યાન કરતાં બિરાજમાન હતા. બહાર એક સૂઅર તેમની રક્ષા કરતું હતું. ત્યાં એક વાઘ આવ્યો. તેને ગુફામાં પ્રવેશ કરતા તેણે અટકાવ્યો. તેથી બન્ને વચ્ચે લડાઈ થઈ. લડાઈમાં બન્ને મરી ગયા. સૂઅર મુનિ ભગવંતની રક્ષા કરવાના ભાવને કારણે અર્થાત્ અભય આપવાના કારણે મરીને સ્વર્ગે ગયું અને વાઘ મરીને નરકે ગયો. રાજાનું દ્રષ્ટાંત :- જંગલમાં એક મુનિ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં ચોર લોકો આવ્યા. તે મુનિને મારવા જતા હતા, તેટલામાં મુનિ મહાત્માના પ્રભાવે ત્યાં રાજા આવી ચઢયો. તેણે ચોર લોકોને સમજાવ્યા પણ માન્યું નહીં. બન્ને વચ્ચે લડાઈ થઈ. ચોરો બઘા મૃત્યુ પામ્યા. તે મરીને નરકે ગયા. કાલાન્તરે રાજા મરી સ્વર્ગે ગયો. અને મુનિ ભગવંત રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવમાં રહેવાથી આયુષ્ય પૂર્ણ થયે દેહનો ત્યાગ કરી મોક્ષે પથાર્યા. 1રરા ઘેર બેઠાં લહે તે રે સહજે બીજ જ્ઞાનતણું, એ જ આવી અનુપમ રે ગૃહે જ્ઞાન-ગંગા ગણું. જ્ઞાની ૨૩ અર્થ - આમ ઉત્તમ મહાત્મા પુરુષોને કોઈ પણ પ્રકારનું દાન આપવું તે ઘર બેઠાં સહજે સમ્યજ્ઞાનનું બીજ રોપવા બરાબર છે અથવા જ્ઞાનીપુરુષરૂપી જ્ઞાનગંગા ઘર બેઠા ઘરે આવી એમ માનવા યોગ્ય છે. ૨૩ મોક્ષમાર્ગ-મુનિનું રે સ્મરે કોઈ નામ ઘડી, નિષ્પાપ બને જો રે તો દાનની વાત બડી. જ્ઞાની. ૨૪ અર્થ :- મોક્ષમાર્ગમાં ગમન કરનારા આત્મજ્ઞાની મુનિનું ઘડી એક જો નામ સ્મરે તો તે પાપને હરે છે; તો પછી તેમને દાન આપવાની વાત તો ઘણી મોટી છે. તેનું ઘણું ઉત્કૃષ્ટ ફળ આવે છે. ર૪ો. ભવસાગર તારે રે ન સંશય ચિત્ત ઘરો, ભાવ-ભક્તિ અલૌકિક રે પમાય સુ-દાન કરો. જ્ઞાની. ૨૫ અર્થ - આત્માર્થ પોષક કાર્યો માટે કરેલ દાન જીવને ભવસાગરથી તારે છે. એમાં તમે મનમાં શંકા રાખશો નહીં. આવા ઉત્તમ દાનથી મોક્ષમાર્ગને આપે એવી અલૌકિક ભાવભક્તિ પ્રગટ થાય છે. માટે હે ભવ્યો! તમે ઉત્તમ કામોમાં જરૂર દાન કરો. બોધાકૃત ભાગ :૩' માંથી :- “પ્રશ્ન : પૈસા વાપરવા ભાવના હોય તો કેવા શુભ કાર્યમાં
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy