________________
૫ ૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સદોષ રાવણ ગણી હણી, નિર્દોષ સીતા-સ્વીકાર કીઘો,
સપુરુષો સુવિચારે વર્તે એ જ મહાજન-પંથ સીધો. ૨૧ અર્થ – વિરહ સમયની વીતી વાતોને, વિનિમયથી એટલે પરસ્પર વાતચીતની આપ-લે કરીને સ્મૃતિમાં આણી સ્નેહીજન સુખને અનુભવે છે.
તેમ રાવણને દોષવાળો ગણી, તેને હણીને નિર્દોષ એવી સીતાનો શ્રીરામે સ્વીકાર કર્યો. સપુરુષો આમ સુવિચારથી વર્તે છે અને એ જ મહાપુરુષોનો સમ્યક્ માર્ગ છે. ૨૧
ગયા પછી પીઠ-ગિરિ ઉપર સૌ સર્વ તીર્થ-જળ આણીને, રામ અને લક્ષ્મણ બનેનો અભિષેક-વિધિ જાણીને, એક સહસ ને અષ્ટ કળશથી સુર-વિદ્યાઘર-રાય ઘણા
ઉત્સવ સહ અભિષેક કરે ત્યાં હર્ષ વર્ષતો, નહીં મણા. ૨૨ અર્થ - હવે શ્રીરામ અને લક્ષ્મણ આદિ જનોએ લંકાપુરીમાંથી રવાના થઈને અતિ સુંદર એવા પીઠ નામના પર્વત ઉપર જઈને નિવાસ કર્યો. ત્યાં દેવ અને વિદ્યાઘરોએ મળી સર્વ તીર્થનું જળ આપ્યું તથા શ્રીરામ અને લક્ષ્મણનો, અભિષેક વિધિનો પ્રકાર જાણી એક હજાર અને આઠ કળશાઓથી દેવ. વિદ્યાઘર અને ઘણા રાજાઓએ મળી ઉત્સવ સહિત તેમનો અભિષેક કર્યો. ત્યાં અત્યંત આનંદ વર્ષતો હતો. તેમાં કોઈ પ્રકારની મણા એટલે ખામી રહી ન હતી. પરરા
કોટિ-શિલા લક્ષ્મણ ઉઠાવે, રામ અતિ સંતુષ્ટ થયા, દેશો જીંતતા ગંગા-કાંઠે કાંઠે જલધિ સમીપ ગયા. પુણ્ય-ઉદયથી દેવાદિકને વશ કરી થાય ત્રિખંડપતિ,
આર્વી અયોધ્યામાં ર્વીર બને રાજ્ય કરે લઈ લોકમતિ. ૨૩ અર્થ - ત્યાં કોટિ-શિલાને લક્ષ્મણે ઉઠાવી. તે જોઈ શ્રીરામ અતિ સંતુષ્ટ થયા. હવે ગંગાના કાંઠે આવેલ બધા દેશોને જીતતાં દિગ્વિજય કરતાં, તે સમુદ્રની સમીપ પહોંચ્યા.
ત્યાં પુણ્યોદયથી માગધ આદિ દેવોને વશ કરીને લક્ષ્મણ હવે ત્રણ ખંડના અધિપતિની પદવીને પામ્યા. જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે દેવ, વિદ્યાઘર અને મનુષ્યોએ મળી તેમનો રાજ્યાભિષેક કર્યો. હવે બન્ને વીરો સુખપૂર્વક અયોધ્યામાં લોકમતને માન આપી રાજ્ય કરવા લાગ્યા. ૨૩
એક દિને પુર-ઉપવનમાં ગુરુ શિવગુપ્ત જ્ઞાની જાણી, લક્ષ્મણ સહ જઈ રામચંદ્રજી વંદન કરી સુણતા વાણી.
તે ઉપદેશ સુણી, જાગ્રત થઈ શ્રાવકનાં વ્રત રામ ઘરે,
| નિદાનદોષે ભોગાસક્તિ લક્ષ્મણની ના જરી ફરે. ૨૪ અર્થ :- એક દિવસે પુર નામના ઉપવનમાં શિવગુપ્ત નામક ગુરુ પધાર્યા જાણી લક્ષ્મણ સાથે રામચંદ્રજીએ જઈને ભાવભક્તિથી તેમને વંદન કર્યા અને તેમની પાસેથી મોહહારિણી એવી વાણી સાંભળી.
તે ઉપદેશ સાંભળીને રામચંદ્રજીમાં જાગૃતિ આવી ગઈ અને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. પણ નિદાનદોષના કારણે લક્ષ્મણની ભોગાસક્તિમાં જરા પણ ફેરફાર થયો નહીં. રજા